શહેરના વિકાસમાં અડચણ‚પ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ તાકીદે લાવવો જ‚રી: ૨૭થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા અલ્પનાબેન ત્રિવેદી સાથે ‘અબતક’ની ખાસ મુલાકાત
મોડી રાત્રે પણ મહિલાઓ હરિફરી શકે છે તે રાજકોટની ખાસીયત હોવાનું ૨૭થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા હેલીબેન (અલ્પનાબેન ત્રિવેદી)એ ‘અબતક’ સાથે વિશેષ મુલાકાતમાં કહ્યુંં હતુ શહેરનાં વિકાસમાં અડચણ‚પ ટ્રાફીકની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવો જ‚રી હોવાનું તેમણે ઉમેર્યું હતુ. રંગીલા રાજકોટમાં બોર્ન ટુ બોટમ એટલે કે સફળતાની સિધ્ધિ હાંસલ કરી ચુકેલા હેલીબેન ત્રિવેદી કે જેઓ લાલબહાદૂર સ્કુલ, લાભુભાઈ ત્રિવેદી કોલેજ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી, કુંડલીયા કોલેજનાં ટ્રસ્ટી, ક.બા. ગાંધીના ડેલાના મહામંત્રી આમ ૨૭ જેટલી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. અને પોતે આ બધી જવાબદારીઓ એક આનંદ કરી તેઓ બજાવે છે આ સફળતાની સીડી તેઓએ રાજકોટમાં મેળવી છે. ત્યારે એમણે રંગીલા રાજકોટ વિશે માહિતી આપતા પોતાનું જીવન કઈ રીતે અને રંગીલુ રાજકોટ કેવું હતુ અને કેવું હોવું જોઈએ એ વધુમાં કહ્યુ હતુ.
જન્મ સ્થળ રાજકોટ ૨૫-૧૧-૧૯૬૬માં સવારે ૫.૪૫ એ જન્મ, સુશિલાબેન શેઠના કિલનિકમાં જન્મ થયો અને રાજકોટમાં શ‚આતમાં સુભાષરોડ જે મોટી ટાંકી ચોક પર તેઓનું નિવાસ સ્થાન ત્રિવેદી હાઉસ નામનું હતુ. શ‚આતમાં મારા ધો.૧ થી ધો.૪ સુધીનું અને રમત ગમત એ સુભાષ રોડ અને મોટી ટાંકી ચોક બાજુ પસાર થયું બાલમંદિરથી ધો.૧૨ સુધીનો અભ્યાસ હેલીબેનએ કોટક સ્કુલમાં કર્યો એ શાળા તેઓના નિવાસસ્થાનથી ખૂબજ નજીક આવેલી હતી જયારે એ સમયમાં હેલીબેનના પિતા લાભુભાઈ ત્રિવેદી કોટક સ્કુલની સ્થાપના કરેલી એ હેતુથી પણ હેલીબેનએ કોટક સ્કુલમાં તેઓનો અભ્યાસ કર્યો. સંસ્થા સાથે જોડાવાનો વિચાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યાપક લાભુભાઈ ત્રિવેદી છે આમ હસતા હસતા સંસ્થા સાથે તેઓનું જોડાણ થયું.
કણસાગરા કોલેજમાં તેઓએ બીકોમ પૂર્ણ કર્યું ત્યારબાદ પપ્પા એટલે લાભુભાઈ સાથે ચર્ચા કરી ત્યારે તેઓએ મહાત્મા ગાંધી ટ્રસ્ટમાં તેઓ જોડાવા લાગ્યા અને ધીમેધીમે તેઓએ શિક્ષણ જગતમાં જાણતા-અજાણતાબીજ રોપાવાની શ‚આત થઈ સા‚ કામ જો કરવાનું થાય તો એ છે શિક્ષણ ક્ષેત્ર ત્યારબાદ તેઓએ અભ્યાસમાં એમકોમ, બીએડ, એમએડ અને પી.એચ.ડી. પણ એજયુકેશન પર જ કર્યંુ જીવન એક સંઘર્ષ છે. એટલે રોજ એક નવી ચેલેન્જ આપણા જીવનમાં હોય છે. સંઘર્ષને એક ચેલેન્જ તરીકે સ્વીકારતા સંઘર્ષ સંઘર્ષ નહી લાગે જીવનમાં સફળતા તરત જ નથી મળતી એક યા બીજી રીતે મહેનત કરવી જ પડે ને આમ એક સમાજમાં પરિવર્તન આવ્યું ગ્રાન્ટેડ સંસ્થા હતી ત્યારે ૨૦૦૦ની સાલમાં સેલ્ફપાઈનાન્સ સ્કુલોનો વર્ગ આવ્યો ત્યારે એ ગ્રાન્ટેડ સ્કુલમાં સતત ઘટાડો આવ્યો ત્યારેએ ૫ વર્ષનાં સમયગાળામાં હિંમત દાખવીને શિક્ષણ સ્ટાફસાથે સખત મહેનતથી આગળ વધ્યા ત્યારે તેનું પરિણામ એ એક પણ ગ્રાન્ટેડ શાળા બંધ નથી થઈ.
૨૭ વર્ષે જ હેલીબેન એ ટ્રસ્ટીનું પદ સંભાળ્યું અને શિક્ષણ જગતમાં ૧૯ વર્ષે જોડાયા રાજકોટમાં પહેલાના સમયમાં ટ્રાફીક ઓછો હતો. ગંભીર સમસ્યા જે ટ્રાફિકની છે તે આજ સુધી હલ નથી થયો આપણા રાજકોટના બ્રિજનો ઉપયોગ પ્રોપર નથી રંગીલા રાજકોટમાં જેઓ તહેવારોની ઉજવણી કરે છે. એના માટે તો સેલ્યુટ આપવા જેવી છે. સૌથી વધુ હેલીબેન ગમતુ રાજકોટમાં એ છે કે રીંગરોડ, આઈસ્ક્રીમ અને સુરક્ષીત રાત્રીના જે ફરી શકીએ છીએ એ રાજકોટની ખાસીયત છે. સોનીબજાર, ચાંદી બજાર, પટોડા એ પણ એક રાજકોટમાં જાણીતું છે. રાજકોટની લાઈફ સ્ટાઈલ એકદમ અનોખી છે. રાજકોટમાં બપોરના સમયે આરામ એ એક નિયમ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સારામાં સા‚ વિકસતુ અને એજયુકેશનનું હબ બની ગયું છે. રાજકોટીયન છૂ એનો મને ગર્વ છે હેલીબેન ત્રિવેદી, હેલીબેન અને વિદ્યાર્થીઓ વચ્ચે સમજણ ખૂબજ સારી છે.
રાજકોટના મિત્રો માટે તો રાજકોટ શું છે એ બધાને ખ્યાલજ છે. પરંતુ રાજકોટમાં જે નથી વસતા એ લોકો માટે કે અમારા રંગીલા રાજકોટના તહેવાર માણવા આવો કેમકે આ એક એવી ભૂમિ છે. કે જયાં સંસ્કારનું સિંચન થયું છે. ગાંધીજીના સત્ય, અહિંસાના બીજ રોકાણા છે. એ ભૂમિ એટલે રાજકોટ, આપ સો રાજકોટમાં આવો એવી હેલીબેન ત્રિવેદીની વિનંતી છે. રાજકોટનો આઈસ્ક્રીમ ખાવા આવો, રાજકોટવાસીઓ સારા નાગરીક છે એનો ગર્વ છે.