મંત્રેલા પાણીમાં સ્પ્રે, અતર, ભભૂતિ, અબીલ-ગુલાલ ફુલ નાખી રોગ મટાડવાનો દાવો કરતો: વિજ્ઞાન જાથાનો ૧૧૧૦મો સફળ પર્દાફાશ
રાજકોટ તાલુકાના ડેરોઈ ગામમાં સરકારી પ્રાથમિક શાળાના મેદાનમાં દરગાહની આડમાં છેલ્લા ૧૦ વર્ષથી દોરા-ધાગા, મંત્ર-તંત્ર, ઈલમ અને રોગ મટાડવાનો દાવો કરનાર ભુવા-મુંજાવર રમેશ જસમતભાઈ સોરઠીયાની ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો હતો. બિમાર દર્દીના પરિવારે ભુવાની સરાજાહેર ધોલાઈ કરી નાખી હતી. ભુવાએ દરગાહમાં કાયમી જોવાનું, દુ:ખ દર્દ મટાડવાની ધર્તિંગલીલા કાયમી બંધની જાહેરાત કરી હતી.બનાવની વિગત પ્રમાણે પીડીત પરિવારે વિજ્ઞાન જાથાના કાર્યાલયે રૂબરૂ‚ આવી માહિતીઆપી હતી કે રમેશ જસમત સોરઠીયા ડેરોઈ દરગાહમાં દર ગુરૂવારે સવારથી મોડીરાત સુધી જોવાનું, દોરા-ધાગા, મંત્રેલું પાણી, રોગ મટાડવાનું કામ કરે છે. રોગ મટાડવા માટે પાણીનો શીશો આપે છે. બિમાર લોકો પાણી પીવાની સાથે શરીરમાં ઝેરી અસર થવાથી હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. દર્દમાં અસહ્ય વધારો થાય છે. તેમાં અમો પણ ભોગ બન્યા છીએ. અમારા પરિવારના બિમાર સદસ્યને વોકહાર્ટ, અમદાવાદ હોસ્પિટલમાં તાબડતોબ સારવાર લેવી પડી હતી. ભુવાના કારણે આશરે ૩ થી ૪ લાખ રૂપીયા જેવો ખર્ચ થઈ ગયો છે. કેન્સર સુધી વાત પહોચી ગઈ ત્યારે ખબર પડી ભુવાએ મંત્રેલું પાણી આપ્યું છે તે દર્દી છાના માના એકાંતમાં પીવે છે.મંત્રેલું પાણીનું મેડીકલ પરીક્ષણ કરતા પીવાલાયક નથી. ઝેરી અસર થાય છે. દર્દીને સારૂ થઈ જાય પછી ભુવા મુંજાવર રમેશને ખૂલ્લો કરવો તેવો નિર્ધાર કરી જાથામાં સમગ્ર હકિકત આપી હતી. ભુવો બિમાર લોકોની જીંદગી સાથે ખીલવાડના પુરાવા આપ્યા હતા.જાથાનારાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા રાજકોટ પો. કમિશ્નર અનુપમસિંહ ગહલૌતને રૂબરૂ મળી સમગ્ર હકિકતથી વાકેફ કરી પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી. રોગ મટાડવા માટે મંત્રેલા પાણીની હકિકત સાંભળતા ચોંકી ગયા હતા. તુરંત કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એ.આર. મોડીયાને જરૂરી સૂચના આપી દીધી. ભુવાને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા સી.પી.એ.જણાવ્યું દર ગુરૂવારે દરગાહ જોવાનું કામ થાય છે. કે નહિં તે માટે સુચના આપી દીધી.જાથાના જયંત પંડયાએ ભુવા રમેશ સોરઠીયાને પુછપરછ કરતા જણાવ્યું કે હું સાત ચોપડી ભણેલો છું. મકાન પ્લોટનો ધંધો ચાલતો નથી. અત્યારે દુ:ખ દર્દ મટાડવામાં આજીવિકા મળે છે. ડેરોઈ ગામમાં જન્મ થયો છે. હાલ રાજકોટમાં રહું છું. દર ગુ‚વારે દુ:ખી મજબુર લોકો આવે છે. નામની નોંધણી કરાવી પડે છે. મોડીરાત સુધી જોવાનું કામ કરૂ છું. મંત્રેલા પાણીમાં અત્તર, સ્પ્રે, ભભૂતી, અબીલ ગુલાલ, કંકુ, ગુલાબના ફૂલ નાખું છું. દરગાહ ઉપર ફેરવી દર્દીને પીવાનું જેથી રોગ મટી જાય. અગરબત્તીની રાખ ભભૂતી ન હોય તો કયારેક મામાની સીગારેટની રાખ પણ મેળવીને આપું છું. દર્દી સાથે ચેડા થાય છે. તે ખબર નથી અભણ છું. પીડિત પરિવારના સદસ્યે ભુવા પાસે વારંવાર માફી મંગાવી હતી. અમુક લોકોએ પોતે ૫૦૦ થી ૫૦૦૦ અને ૨૫૦૦૦ વિધિ વિધાનના નામે પડાવે છે તેવી કેપીયત આપી હતી. ભુવાએ ના પાડી હતી.જાથાના સફળ પર્દાફાશમાં વિનુભાઈ ઉપાધ્યાય, લક્ષ્મણભાઈ પરબતાણી, દિનેશ હુંબલ, અંકલેશ ગોહિલ, મનસુખભાઈ મૂર્તિકાર, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, કાર્યકરો સાથે કુવાડવા રોડ પોલીસ સ્ટેશને પહોચી ગયા. ત્યાંથી બે પોલીસ વાનમાં હથીયારધારી પોલીસ સાથે પીએસઆઈ વી.પી. આહિર, રાજુભાઈ સોલંકી, કાંતિભાઈ સોઢા, ધી‚ભાઈ ગોહિલ, અશોકસિંહ સુરમાજી તમામ હેડ કોન્સ્ટે. મનવીર ચાવહા એએસઆઈ, પો.કોન્સે. રમેશભાઈ કટેશીયા, પો.કોન્સ્ટે. ખુશાલીબેન ગોહિલ, પો. કોન્સ્ટે. હરસુખભાઈ દેવજીભાઈ અને સ્થાનિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.વિજ્ઞાન જાથાએ કુવાડવા રોડ પો. સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ તથા પો. કમિ.નો આભાર માની પ્રશંસા કરી હતી જાથાએ ૧૧૧૦મો સફળ પર્દાફાશ કર્યો હતો. રાજયમાં દોરા ધાગા, ધતિંગ કરનારની માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર કરવા કાર્યાલય મંત્રીની યાદીમાં જણાવાયું છે.