રાજકોટને મળ્યા નવા મહિલા ડેપ્યુટી મેયર…ડોક્ટર દર્શિતાબેન શાહે ડેપ્યુટી મેયર તરીકે રાજીનામું આપ્યા બાદ અનેક અટકળો ચાલી રહી હતી કે કોણ હશે રાજકોટના નવા ડેપ્યુટી મેયર ?? ત્યારે આજ રોજ રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં નવા ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપરાની વરણી કરવામાં આવી છે.
રાજકોટ મનપાની આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં રાજકોટના ડેપ્યુટી મેયર પદ પર વોર્ડ નંબર ૧૬ના કોર્પોરેટર કંચનબેન સિદ્ધપરાની વરણી કરવામાં આવી છે.કંચનબેન સિદ્ધપરા પાર્ટીમાં વખતો વખત જુદી જુદી કામગીરી અને પદ સંભાળીને કાર્યને પૂર્ણ કર્યા છે.ત્યારે રાજકોટના નવા ડેપ્યુટી મેયર તરીકે તેમની વરણી કરવામાં આવી છે. આ તકે કંચનબેન સિદ્ધપરાએ જણાવ્યું કે ડેપ્યુટી મેયર તરીકેની વરણી થતા તેઓ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે તેમજ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો છે.
રાજકોટ મનપાની ગત ચૂંટણીમાં વોર્ડ નં.2માં કોર્પોરેટર દર્શિતાબેન શાહ ચૂંટાઈ આવ્યા હતા અને ડેપ્યુટી મેયર તરીકેનું પદ આપ્યું હતું ત્યારે રાજકોટના ડેપ્યુટી મેયર તરીકેનો તાજ ફરી એક વાર એક મહિલાના શિરે જ મુકવામાં આવ્યો છે. કંચનબેન રાજકોટના વોર્ડ નં.16ના ભાજપના કોર્પોરેટર છે. તેમજ તેઓ રાજકોટ શહેર મહિલા ભાજપ ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પદાધિકારીઓ અને કોર્પોરેટરોની મળેલી સંકલન બેઠકમાં કંચનબેનનું નામ જાહેર કરવામાં આવ્યું છે.