રેસકોર્સના ગ્રાઉન્ડમાં ખેલાયો ખરાખરીનો જંગ: બરોડાનો રાજકોટ સામે ૬-૨થી વિજય
રાજયકક્ષા હોકી અંડર-૧૭ અને ખેલમહાકુંભ ઓપન વય જૂથ (ભાઈઓ) સ્પર્ધા અંતર્ગત આજે રાજકોટના રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદ હોકી મેદાન પર ઓપન વિભાગની રાજકોટ સીટી તથા બરોડા સીટી વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં બરોડા સીટીએ ૬-૨થી રાજકોટ સીટીને હરાવીને ખેલમહાકુંભની ઓપન વય જૂથમાં (ભાઈઓ) ચેમ્પિયન ટીમ બનવાનું ખિતાબ પ્રાપ્ત કર્યું હતું.ઉલ્લેખનીય છે કે ગત ૨૮મીથી આ સ્પર્ધા રમાઈ રહી છે. જેમાં અંડર-૧૭ની ૨૪ ટીમો તથા ઓપન વય જૂથની કુલ ૨૬ ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલની મેચ યજમાન રાજકોટ સિટી તથા બરોડા સીટી વચ્ચે રમાઈ હતી. જેમાં બરોડાની ટીમે પ્રથમ કવાર્ટરમાં જ ૩ ગોલ કરીને રાજકોટની ટીમને બેકફુટ પર ધકેલી હતી તથા બીજા કવાર્ટરમાં પણ વધુ ૨ ગોલ કરી હાફ ટાઈમ (અડધો સમય) સુધીમાં ૫-૦ની બઢત મેળવી લીધી હતી.રમતના ત્રીજા કવાટરમાં રાજકોટ સીટી ૧ ગોલ કરવામાં સફળ રહ્યું હતું તથા તે દ્વારા પોતાની આક્રમક રમત ચાલુ રાખી હતી પરંતુ બરોડાની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી તેમના પ્રયાસો નિષ્ફળ કર્યા બાદ અંતિમ કવાટરમાં બંને ટીમોએ ૧-૧ ગોલ કર્યા હતા. આ સાથે જ બરોડા સીટીએ ૬-૨થી રાજકોટ સીટીને ફાઈનલમાં મ્હાત આપીને વિજેતાનું ખિતાબ પોતાના નામે કર્યું હતું. આ ઉપરાંત આજરોજ સવારે બ્રોન્ઝ મેડલ ત્રીજા ક્રમાંક માટે અમદાવાદ ‚રલ અને બરોડા ‚રલ વચ્ચે પણ મેચ રમાયો હતો. જેમાં બરોડા ‚રલે ૩-૧ ગોલ કરીને અમદાવાદ હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.નોંધનીય છે કે બરોડા સીટી અને રાજકોટ સીટી વચ્ચેની ફાઈનલ મેચમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રાજકોટ ઝોન-૧ ડીસીપી બલરામસિંહ મિણા તથા અગ્રણી ઉધોગપતિ યોગીન ચનિયારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર ગેહલોત ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંને ટીમો દ્વારા નેશનલ લેવલની સ્પર્ધા કક્ષાની રમાઈ રહી છે તથા આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેદાન મેળવી રાજકોટવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે તથા આવનાર પેઢી/ ખેલાડીઓ માટે ખુબ સારુ એવું માહોલ આપવામાં આવી રહ્યું છે. ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. સારા મેદાનને કારણે ખેલાડીઓની પ્રતિભાને પૂર્ણ રીતે ખીલવી શકાય છે તથા ઘણા ખેલાડીઓ રાજકોટમાં આ જ મેદાન પરથી રમીને બરોડા એકેડમીમાં ગયા છે.રાજકોટમાં જ રહેતા અને હાલ બરોડા તરફથી રમતા યશકુમાર ગોંડલિયા જણાવે છે કે તેઓ બરોડાની ઓલ્મપિયન એકેડમી ખાતે પ્રેકટીસ કરે છે. તે પોતે એર ઈન્ડિયામાં કોન્ટ્રાકટર પર કામ કરે છે અને તેના પરથી રમે છે. તે આ જીતનો શ્રય આપતા જણાવે છે કે એકેડમીના કોચે ધનરાજ પિલ્લેએ ખુબ સહકાર આપ્યો છે તથા આ મેદાન પરથી જ રમીને આજ આગળ આવ્યા છે. તેમના પ્રમાણે હોકીમાં ખેલાડીઓને વધુ પ્રોત્સાહિત કરવાની જ‚ર છે. ખેલાડીઓને પૂરતી સહાય, મેદાન વગેરે પુરુ પાડવામાં આવે તો જ તેમની પ્રતિભા પુરી રીતે બહાર આવી શકે. રાષ્ટ્રીય રમત હોવા છતાં તેમના ખેલાડીઓને પૂરતુ ધ્યાન અપાતું હોતુ નથી. વધુમાં જણાવેલું કે એશિયન ગેમ્સમાં પણ બહેન અને ભાઈઓ ગોલ્ડ મેળવ્યા હતા. તેમને માત્ર ૧-૧ લાખ આપ્યા હતા. જયારે આઈપીએલ જેવી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓને ખૂબ ઉંચા ભાવે ખરીદવામાં આવે છે.