રાજકોટની જુદી-જુદી હોસ્પિટલમાં આજરોજ કુલ અલગ-અલગ ગામનાં ૬ દર્દીઓનાં મોત
અમદાવાદ, બરોડા અને સુરત બાદ હવે રાજકોટમાં પણ કોરોનાની મહામારી સર્વોચ્ચ ટોચ પર પહોંચી છે. એક તરફ શહેરની અધોગતિ સાથે કોરોનાનાં પોઝીટીવ કેસ જેટ ગતિએ વધતા આજરોજ વધુ ૩૩ પોઝીટીવ દર્દીઓ અને બે દર્દીઓનાં મોત નોંધાયા છે જયારે રાજકોટની જુદી-જુદી કોવિડ હોસ્પિટલોમાં અલગ-અલગ ગામના ૬ દર્દીઓનાં મોત નિપજયાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરમાં પોઝીટીવ કેસનો આંક ૭૦૦ને પાર પહોંચી ગયો છે અને ૬ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે.
રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનાં કેસ જેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસમાં જ કોરોનાનાં ૨૦૦થી વધુ પોઝીટીવ કેસ નોંધાઈ ચુકયા છે ત્યારે આજરોજ વધુ ૩૩ પોઝીટીવ કેસ નોંધાયા છે અને બે દર્દીઓનો વાયરસે ભોગ લીધો છે. શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં કોરોનાની મહામારી વધી રહી છે. કરીયાણાનાં ધંધાર્થીઓથી માંડી નાના-મોટા વેપારીઓ પણ કોરોનાની ઝપટે ચડતા વાયરસનો ફેલાવો જેટ ગતિએ વધી રહ્યો છે. અનલોક બાદ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ આવતા લોકોની સાથે કોરોનાનાં કેસ પણ વધી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલનાં ટેસ્ટીંગ વધુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
શહેરમાં આજરોજ લક્ષ્મીવાડીમાં આશિષ નંધા (ઉ.વ.૩૬), સુશીલ ગોડા (ઉ.વ.૫૮), સિલ્વર હાઈટસમાં બિનીતાબેન દક્ષિણી (ઉ.વ.૩૬), સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર પંકજ સોમૈયા (ઉ.વ.૪૫), એસ્ટ્રોન સોસાયટીમાં દામજીભાઈ ભુવા (ઉ.વ.૫૯), ગાયકવાડી-૬માં મિતેશ ચૌહાણ (ઉ.વ.૨૫), રેસકોર્સ પાર્કમાં સંદિપ કારીયા (ઉ.વ.૫૯), જયરાજ પ્લોટમાં અંકિતા આડેસરા (ઉ.વ.૨૪), ગંગોત્રી પાર્કમાં ચીમનભાઈ દેસાઈ (ઉ.વ.૮૧), પુનમ સોસાયટી-૨માં લીલાબેન વસાણી (ઉ.વ.૬૦), સુભાષનગર-૧માં મહેશભાઈ પારેખ (ઉ.વ.૫૯), જુનેદ ચુડવાલા (ઉ.વ.૫૦), તેમના પત્ની વહીદાબેન ચુડવાલા (ઉ.વ.૪૫), પ્રહલાદ પ્લોટમાં મણીલાલ રાણપરા (ઉ.વ.૭૫), કુમાર છાત્રાલય પાસે લલીતભાઈ વાઘેલા (ઉ.વ.૪૮), બંધુલીલા પાર્ક સામે મુકતાબેન થાનકી (ઉ.વ.૬૪), જયરાજ પ્લોટમાં સુર્યકાન્તભાઈ આદેસરા (ઉ.વ.૬૬), પંચવટી મેઈન રોડ પર શ્રી કોલોનીમાં રહેતા નર્મદાબેન પટેલ (ઉ.વ.૬૩), નમ્રતાકુંજ વિશ્ર્વનગર-૧માં મહેશભાઈ લીંબાસીયા (ઉ.વ.૪૬), પંચવટી સોસાયટીમાં રોહિત પટેલ (ઉ.વ.૩૪), ક્રિસ પટેલ (ઉ.વ.૧૫), વૃંદાવન પાછળ કેવલમ ગ્રીનમાં જયંતીલાલ અગ્રાવત (ઉ.વ.૭૪), દાસીજીવનપરામાં રહેતા જયાબેન અજીતભાઈ (ઉ.વ.૬૪), સોની બજારમાં પ્રદિપ સપાન (ઉ.વ.૩૨), મણીનગર-૫માં પૃથ્વીરાજ વાળા (ઉ.વ.૨૨), ગ્રીન પાર્કમાં પ્રકાશભાઈ રાણપરા (ઉ.વ.૬૦), શાસ્ત્રીનગરમાં જયેશ સોનછત્રા (ઉ.વ.૩૩), અલ્કા સોસાયટીમાં મનિષાબેન ભંડેરી (ઉ.વ.૫૦), પોપટભાઈ માવજીભાઈ ભંડેરી (ઉ.વ.૭૨), કોઠારીયા મેઈન રોડ પર ન્યુ કેદારમાં રસિકભાઈ સાકરીયા (ઉ.વ.૪૯), ગાંધીનગર-૫માં રમાબેન રાઠોડ (ઉ.વ.૫૪), જમનાનગર-૩માં મહેશભાઈ નાથવાણી (ઉ.વ.૬૭) અને ગાંધીગ્રામ-૫માં પ્રેમીલાબેન રાઠોડ (ઉ.વ.૭૮) કોરોનાની ઝપટે ચડી ચુકયા છે.
જયારે આજરોજ શહેરની જુદી-જુદી હોસ્પિટલોમાં કુલ ૬ વ્યકિતઓનાં વાયરસે ભોગ લીધા છે જેમાં રાજકોટમાં છોટુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ કારાવડીયા (ઉ.વ.૬૬)નું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું છે. જયારે પેલેસ રોડ પર રહેતા પરેશભાઈ ગોરધનભાઈ (ઉ.વ.૬૫)નું કોરોનાની સારવારમાં મોત નિપજયું છે. જયારે અન્ય ગામનાં ધોરાજીમાં રહેતા જમનભાઈ કેશુભાઈ ખેશીયા (ઉ.વ.૭૦), વંથલીનાં લક્ષ્મીદાસ કુરજીભાઈ દેલાલા, ગોંડલનાં દાળીયા ગામના બાબુભાઈ લીલાભાઈ (ઉ.વ.૭૫) અને વઢવાણનાં ઈબ્રાહીમભાઈ દાઉદભાઈ (ઉ.વ.૭૫)નું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયા હતા.
સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન થયેલા લોકોની હાલત કફોડી
રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાની મહામારી વધતી રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં ૨૦૦થી વધુ અને આજરોજ ૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે ત્યારે તેમનાં સંપર્કમાં આવેલા લોકોને સમરસ હોસ્ટેલ ખાતે કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે પરંતુ વધતા જતા લોકોની સામે તંત્ર નબળુ પુરવાર થઈ રહ્યું હોય તેવા વિડીયો વાયરલ થયા છે. કોરોન્ટાઈન ફેસેલીટીમાં આવેલા લોકોને બિનઆરોગ્યપ્રદ ભોજન મળતું હોવાનું અને તંત્ર દ્વારા અન્ય સુવિધાઓથી પણ લોકોને વંચિત રાખતા હોવાનો હોસ્ટેલમાં રહેલા લોકોએ જણાવ્યું હતું. જયારે ફેસેલીટી કોરોન્ટાઈન થયેલા લોકોએ ભોજનમાં ભાત ખાઈને જ રોડાવવાનો આક્ષેપ કર્યો હતો અને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઈન થવા કરતા પોતાના ઘરે જ રહેવું વધુ સારું હોવાનું જણાવ્યું હતું.