ક્રાઇમ બ્રાન્ચના નવનિયુકત એસીપી ડી.વી. બસીયાએ ‘અબતક’ મિડીયાની શુભેચ્છા મુલાકાત લીધી

નવા વિધાયકથી રીઢા ગુનેગારો પર અંકુશ સાથે પોલીસનું કામ ઝડપી અને સરળ બનશે

ટેકનોલોજીના માસ્ટર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કામ કરવું પોતાનું સૌભાગ્ય ગણાવતા એસીપી બસીયા

રાજયમાં ગુનેગારો પર અંકુશ મેળવવા સરકાર દ્વારા પાસાના કાયદામાં કડક જોગવાય સાથે કરેલા સુધારાથી પ્રજાના જાન-માલના રક્ષણનું કામ પોલીસ માટે સરળ બનવાની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ પાસાના કાયદામાં થયેંલા સુધારો ઘણો ઉપયોગી થશે તેમ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી તરીકે નિયુકત થયા બાદ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ડી.વી. બસીયાએ જણાવ્યું છે.

રાજકોટની ભૌગોલિક પરિસ્થિતી અને તાસીરથી વાકેફ એસીપી ડી.વી.બસીયાને ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક થયા બાદ તેઓએ રાજકોટના બી ડિવિઝન, માલવીયાનગર અને એસઓજીમાં બજાવેલી ફરજના કારણે કયાં દારૂ-જુગારના અડ્ડા ચાલે છે અને કંઇ રીતે ગુનાખોરી આચવામાં આવે છે તેમજ તેની સામે પોલીસે કંઇ રીતે કામ કરવા સહિતની પોતાની પાસે પુરતી માહિતી હોવાથી ક્રાઇમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં સારી રીતે ફરજ બજાવી અનડીટેક ગુનાનો ભેદ ઉકેલવામાં આવશે તેમ એસીપી ડી.વી.બસીયાએ જણાવ્યું છે.

DSC 0175

શહેરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ટેકનોલોજીના માસ્ટર છે. તેઓએ સુરક્ષા એપ તૈયાર કરી છે. ગુનેગારો પર પોલીસની બાજ નજર રહે છે તેમજ પોલીસ દ્વારા ગુનેગારને મહિનામાં કેટલી વખત ચેક કર્યા તે અંગેની માહીતી મેળવવી સરળ બનતા ચોરી જેવા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળે છે.

રાજય સરકાર દ્વારા ગેંગ દ્વારા થતા વારંવારના ગંભીર ગુના અટકાવવા ગુજકોક નવો કાયદો અમલમાં આવ્યા બાદ પાસામાં પણ સરકાર દ્વારા કડક જોગવાય લાગુ પાડવામાં આવી છે જેના કારણે ગુનેગાર લાંબો સમય જેલમાં રહે તેવી જોગવાયના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ઘણી સુધરશે અને ગુનેગાર પર પોલીસનો અંકુશ રહેશે, આ ઉપરાંત નવા કાયદા મુજબ કેસની છ માસમાં જ ટ્રાયલ પુરી કરવાની હોવાથી ગુનેગારો દ્વારા સાક્ષીઓ ફોડવા શકય નહી રહે તેમજ અસરગ્રસ્તને ઝડપી ન્યાય મળી રહેશે તેમ તેઓએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્રનું સેન્ટર ગણાતા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ઘણી સારી છે આ ઉપરાંત અન્ય રાજયમાંથી મજુરી અર્થે આવતા પરપ્રાંતિય શખ્સો ગંભીર ગુનો આચરીને ભાગી ન જાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવશે તેમ એસીપી બસીયાએ જણાવ્યું છે.

ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ પાસે અગાઉના સમયમાં માત્ર બાતમીદાર પર જ આધાર રાખવો પડતો હતો પરંતુ આધૂનિક યુગમાં પોલીસ પાસે સીસીટીવી અને મોબાઇલ લોકેશન સહિતની સારી સુવિધા હોવાથી પોલીસ હ્યુમન સોર્સ ઉપરાંત આધૂનિક બની છે. જેના કારણે પકડારજનક ગુનાનો ભેદ ઉકેલવો સરળ અને ઝડપી બન્યો છે. આ અંગે તેઓ એસઓજીમાં ફરજ બજાવતા હતા ત્યારે રાજકોટમાં સ્ટોન ક્લિરે ત્રણ વ્યક્તિઓની કરેલી હત્યાનો ભેદ ઉકેલવામાં બાતમીદાર અને સીસીટીવી ફુટેજ મહત્વના રહ્યા હોવાથી સ્ટોન ક્લિર હિતેશ રામાવતને જામનગર ખાતેથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનું તેઓ જણાવ્યું છે.

DSC 0193

નાકોર્ટીક એકટ જે જોગવાય છે. તે ઘણી કડક કરવામાં આવી છે. યુવાનો ડ્રગ્સનો નશો ન કરે તે માટે તેઓ પુરતા પ્રયાસ કરશે તેમજ ડ્રગ્સ માફીયા પર પોલીસની બાજ નજર રહેશ તેમ કહી ગાંજાના ગુનામાં તાજેતરમાં બે વખત પકડાયેલા બજરંગવાડીના પ્રતિપાસિંહને સામે ગુજરાતમાં સૌપ્રથમ વખત પાસા હેઠળ જેલ હવાલે કર્યો છે. આ અંગે એસઓજીની ટીમ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. સૌથી વધુ એનડીપીએસના કેસ એસઓજી ટીમ દ્વારા કરવામાં આવ્યા છે. તે ખરેખર ઘણી પસંશનીય છે.

રાજયમાં દારૂ-જુગારની બદીને નાબુદ કરવા માટે સરકાર દ્વારા કરાયેલી તાકીદના પગલે રાજકોટ પોલીસ પણ બુટલેગર અને જુગારના ધંધાર્થીઓ પર પોલીસનો પુરેપુરો અંકુશ રહ્યો છે. આમ છતાં દારૂ કે જુગાર અંગેના ગુનામાં પકડાશે તેઓ સામે કાયદાની જોગવાય મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ એસીપી ડી.વી.બસીયાએ નિર્દેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.