મોહમ્મદ રફી ફેન કલબ દ્વારા ૨૮ જુલાઈએ ઓપન સૌરાષ્ટ્ર ફિલ્મીગીત સ્પર્ધાનું આયોજન: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે
મોહમ્મદ રફી ફેન કલબ છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટ સંગીત પ્રેમી માટે ફિલ્મ સંગીતનું આયોજન કરે છે. મોહમ્મદ રફી ફેન કલબ દ્વારા ૧૦ વર્ષમાં ૩૫ લાઈવ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરી રાજકોટની સંગીત પ્રેમી જનતાને સંગીત પિરસવામાં સફળ થયેલ છે. આ ફેન કલબ સાથે સંકળાયેલા પરેશ દેસાઈ કિશોર સિંહ જેઠવા, વણ દેસાઈ, મોહમ્મદ ઈલ્હીયાઝ અબતકની મુલાકાત લીધી.
તા.૨૮ ને રવિવારના રોજ અરવિંદભાઈ મણીયાર હોલમાં રાત્રે ૮.૩૦ કલાકે આપેન સૌરાષ્ટ્ર ફિલ્મગીત સ્પર્ધા ૨૦૧૯નું રફીની પૂણ્યતિથિ નિમિતે આયોજન કરેલ છે.
જેમાં મુખ્ય મહેમાન બિનાબેન આચાર્ય પી. ટી. જાડેજા આંતરરાષ્ટ્રીય અ્ધ્યક્ષ રાજપૂત સંઘ મનોહરસિંહજી જાડેજા ડે. કમિશન ઓ પોલી જોન.૨ તથા કિશોરસિહ જેઠવા અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, લલીતભાઈ ત્રીવેદી સંગીત તજજ્ઞ પધારવાના છે. રાજકોટના ખૂબ વર્ષો જૂના અને સરસ એનાઉન્સર બીપીન જીવાણી, ઓગન પ્લેયર બીપીનભાઈ મકવાણા, દિલીપભાઈ ત્રિવેદી, લલીતભાઈ ચાવડા, પ્રકાશભાઈ વાગરીયા, ઓરકેસ્ટ્રા સંગીતનું રસપાન કરાવશે.
નિર્ણાયકમાં ઘનશ્યામભાઈ રાવલ, એચ.કે. લીયા અને ઋત્વીજ પંડયા સેવા આપશે. આ ઓપન સૌરાષ્ટ્ર ફિલ્મી ગીત સ્પર્ધાનું સેમી ફાઈનલ વાત્સલ્ય હોસ્પિટલ ડો. જે.ડી. ચાંગેલા કે.કે.વી. હોલ પાસે, ગીરીરાજ હોસ્પિટલ વાળી શેરીમાં તા.૨૮ને રવિવારના રોજ બપોરે ૧.૪૫ થી ૪ વાગ્યા સુધી રાખેલ છે. મહત્વનું છે કે આ સ્પર્ધાએ લઈ લોકોમાં ખૂબજ ઉત્સાહ છે. અત્યાર સુધીમાં ૪૦ રજીસ્ટ્રેશન થઈ ચૂકયા છે.