માઈનસ ૩૦ ડીગ્રી અને ખોરાક-પાણીની અછત જેવી કપરી સ્થિતિમાં કોન્સ્ટેબલ કે.જે રાઠોડે ગુજરાત અને રાજકોટ પોલીસનું ગૌરવ વધાર્યું

પોલીસમેન રાઠોડની અનેરી સિધ્ધીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓએ બિરદાવી

હીમ ગીરીમાળામાં લેહ લદાખમાં ૨૦,૧૦૦ ફૂટની ઉંચાઈ સ્ટોક કાંગરી શિખર સર કરી રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ કે.જે.રાઠોડે નવો રેકર્ડ બનાવતા સાહસિક પોલીસમેનની અનેરી સિધ્ધિને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓએ બિરદાવી રાજકોટ નહી સમગ્ર ગુજરાત પોલીસનું ગૌરવ ગણાવ્યું છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પૂર્વ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, જોઈન્ટ પો.કમિ. ખત્રી તથા એ.સી.પી. બારૈયા તથા આર.પી.આઈ. ખાંડેખા રાજકોટ પોલીસના આ ૩૦ ડીગ્રી સુધીનાં વાતાવરણમાં રહી કારા કોરમ રેન્જમાં જીવ સટોસટના સાહસપૂર્ણ કાર્યથી અત્યંત પ્રભાવીત થઈ સાહસીકની સિધ્ધીને બિરદાવી છે.

હિમાલયા કારાકોરમ આઈસ એકસપીડીશન ૨૦૧૮ એટલે રાજકોટ વતી ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટને સાહસની દુનીયામાં ઝળહળાવતુ આયોજન આ આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ જે ભારત શાન‚પ બનેલ છે.

રાજકોટના આ સાહસવીર પોલીસ જવાન કે.જે. રાઠોડ આ અદમ્ય સાહસીક આલ્પાઈન આઈસ એકસપીડીશનમં ૧૪ જૂનથી ૭ ઓગષ્ટ દરમ્યાન ભાગ લઈ આ કાર્ય સફળતાપૂર્વક કરેલ જેની નોંધ વિવિધ અન્ય રેકોર્ડ બુકમાં લેવાનાર છે.

આ આલ્પલાઈન આઈસ એકસપીડીશનમાં સાહસવીરે સરકરેલ પીક નૂન પીક હાઈલ્ટીટયુડ પીક જેનું અલ્ટીટયુડ (૨૩,૫૪૫)ફૂટ છેઆ કારાકોરમ રેન્જ ઝાન્સકરમાં આવેલ છે. જે કારગીલથી આશરે ૬૦ કી.મી. દૂર આવેલ છે જેને સર કરવામાં સાહસવીરને ૧૫ દિવસનો સમય લાગેલો.

તેમજ બીજુ પીંક આલ્પાઈન સ્ટાઈલમાં માઉન્ટ કુન પીક જેનું હાઈ અલ્ટીટયુડ (૨૩,૩૫૪) ફૂટ આ કારાકોરમ ઝાન્સકર રેન્જ કારગીલમાં આવેલ છે જેને સર કરતા ૧૪ દિવસ લાગેલ.

ત્યારબાદ આલ્પાઈન સ્ટાઈલમાં માઉન્ટ ચાકુલા કોગરી લેહલદાખમાં આવલે ચોટી છે. જે માહિથી ૨૦ કિમી દૂર આવેલ છે.જેનું અલ્ટીટયુડ (૨૧૫૪૫)ફીટની છે. સર કરવામાં આશરે ૭ દિવસનો સમય લાગેલ જે ચોટી ૧૯૮૮માં આર્મી ડિફેન્સના જવાનોએ સર કરેલ ત્યારબાદ ૨૦ જૂન ૨૦૧૮ ગુજરાત પોલીસ જવાને સર કરીને રેકોર્ડ સજર્યો છે.

આ અગાઉ સ્ટોક કાંગરી જે લેહ લદાખમાં આવેલ છેઆ ચોટી ૨૦૧૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલ શીખર છે. જે પોલીસ જવાન કે જે રાઠોડે સર કરેલુ જે ગુજરાત પોલીસના પ્રથમ પોલીસ તરીકે સર કરનાર વ્યકિત હતા. જે ૨૪ સપ્ટે. ૨૦૧૬, આ સર કરીને ગુજરાતનું ગૌરવ બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સતત થતી હીમ વર્ષા અને કઠીન ભૌગોલીક પરિસ્થિતિઓ વચ્ચે આ સાહસવીરે આ આલ્પલાઈન સ્ટાઈલ એકસપીડીશન પૂર્ણ કર્યું હતુ આ દરમ્યાનના દિવસો સુધી નાના ટેન્ટમાં પસાર કરી ખોરાણ પાણી વિગેરેની અછત વચ્ચે માઈનસ ૩૦ ડીગ્રી સુધીના તાપમાનનો પણ સામનો કર્યો હતો.

રાજકોટના આ સાહસવીરો આ એકસપીડીશન માટે રાજકોટ શહેર પોલીસની આગેવાની હેઠળ જવાની તૈયારી જોઈને રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અત્યંત પ્રભાવિત થયા હતા. રાજકોટ શહેર પોલીસના નેજા હેઠળની આ આલ્પલાઈન સ્ટાઈલ એકસપીડીશનમાં ભાગ લેવા બદલ રાજકોટના આ યુવાનને બિરદાવેલ હતા.

દર વર્ષે દેશ વિદેશમાંથી અસંખ્ય સાહસિકો હિમાલયને ખુંદવા અવનવા સાહસો કરવા માટે જતા હોય છે. પણ ગુજરાતમાંથી ફરવા સિવાય સાહસ પ્રવૃત્તિ માટે જતા લોકોની સંખ્યા નહીવત છે

રાજકોટની સાહસીક પ્રવૃત્તિ માટે પૂરા ભારતમાં પ્રચલીત એવા ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલું આ એક અનન્ય આયોજન હતુ જેમાં એક સાથેનું આલ્પાઈન સ્ટાઈલ એકસપીડીશનને આ સાહસવીરો દ્વારા પાર પાડવામાં આવ્યું હતુ. કારાકોરમ હિમાલયની અત્યંત કઠીન મનાતી આ એકસપીડીશન દ્વારા આ સાહસવીરે રાજકોટનું જ નહી પરંતુ પૂરા ગુજરાતનું નામ રોશન કર્યું છે. એ પણ ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ જવાન કે.જે.રાઠોડ દ્વારા ગુજરાતના પહેલા એવા પોલીસ યુવા છે જેમને અલ્પાઈન સ્ટાઈલ એકસપીડીશન પૂર્ણ કરી પ્રથમ ઈન્ડીયન તરીકે વર્ચસ્વ બતાવ્યું છે.

પોલીસ કમિ. કે.જે.રાઠોડ રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની પોલીસ અને પ્રજા માટેની કટીબધ્ધતા માટે કહ્યું હતુ કે મનોજ અગ્રવાલ તેમજ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત જે રીતે પો.કમિ.ના વિકાસ માટે પ્રયત્નશીલ છે અને જે રીતે એમણે આ એકસપીડીશન માટે પ્રેરિત કર્યા તે અત્યંત આનંદની વાત છે આ સાહસબાદ મારી શારીરીક અને માનસીક શકિતમાં વધારો થયો છે. અને પોલીસ તરીકેની મારી સેવા દરમ્યાન તેમને મારા પોલીસ પરિવારને ઉપયોગી બની રહેશે તેમ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.