છ માળની ભવ્ય ઈમારતમાં આધુનિક ઈન્સ્ટુમેન્ટ, તમામ પ્રકારની અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાશે: હોસ્પિટલના કામનો પુરજોશમાં પ્રારંભ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ પીડીયુ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજકોટ શહેર જિલ્લાના લાખો દર્દીઓને નિષ્ણાંત ડોકટરો દ્વારા અદ્યતન સારવાર મળી રહે તે માટે નવી છ માળની ઈમારત તે સ્થળ પર બનાવવા અંગે ગુજરાત રાજયની આરોગ્ય વિભાગ દ્વારા કવાયત ચાલતી હતી. તે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના વરદ હસ્તે તાજેતરમાં જ આ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરાવામાં આવ્યું હતું.
આ છ માળની અદ્યતન હોસ્પિટલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જે બદલ ભાજપ શાસિત ગુજરાત સરકારનો રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકર, નરોતમભાઈ ડોબરીયા, રાજીવભાઈ ઘેલાણી, ભરતભાઈ ડાભી સહિતની ટીમ તરફથી આભાર માનવામાં આવી રહ્યો છે. આમ આ છ માળની ભવ્ય ઈમારતના નિર્માણ થકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રધાન મંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત મલ્ટી સ્પેશ્યાલીટી સુવિધા ધરાવતી અત્યાધૂનિક બિલડીંગ નિર્માણનો પ્રોજેકટ અંતે ધમધમતો થતા મેજર ઓપરેશન, ઓપરેશન પછીની સારવાર, કેન્સરના દર્દીઓ માટે અલાયદો વિભાગ, દર્દીઓ માટે સ્પેશ્યલ ‚મ, આઈ.સી.યુ., આઈશોલેશન વોર્ડ, ડીલક્ષ ‚મ, અદ્યતન લેબોરેટરી, એકસ-રે, સોનોગ્રાફી, વિવિધ રોગોની સારવારની સુવિધા સાથે અત્યાધૂનિક મેડીકલ ટ્રીટમેન્ટ સાથે ૨૪ કલાક નિષ્ણાત ડોકટરોની ટીમ સાથેની સુવિધાયુકત ૬ માળની હોસ્પિટલનું નિર્માણ કરવાના કામનો પુરજોશમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંવેદનશીલ નિર્ણયથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના દર્દીઓની પડતી હાલાકી દુર થશે.