ફુડ એન્જીનીયરીંગમાં ફેનિલ ડોબરીયાની ઝળહળતી સિધ્ધી…
ફુડ અવેરનેશ અંગે સેમીનારો સંબોધી અનેક એવોર્ડ હાસલ કર્યા વિદેશનું શિક્ષણ મેળવી દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઈજેનિક ફુડની જાગૃતિ લાવવાનો મનસુબો
ફ્રાઈમ્સ ક્ષેત્રે વિશ્વ કક્ષાએ નામના મેળવનાર રાજકોટનાઉદ્યોગપતિ રાજેશ ડોબરીયાના કુળદિપક ફેનિલ ડોબરીયાએ યુરોપના હંગેરી દેશનીખ્યાતનામ યુનિવર્સીટી ઓફ ડેબરેશન કોર્ડીનેટીંગ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશનમાં બેચરલ ઓફ સાયન્સ ઈન ફુડ એન્જીનીયરીંગ માટે સાડાત્રણ વર્ષનો સાત સેમિસ્ટરનાં કોર્ષ માટે એડમિશન મેળવ્યુ છે.પ્રથમ સેમેસ્ટરથી જ યુનિવર્સીટીમાં રેન્કર/ ટોપરનું સ્થાન જાળવી રાખનાર ફેનિલ ડોબરીયાની આગવી પ્રતિમાને પારખીને યુનિવર્સીટી તરફથી અવાર નવારએવોર્ડથી નવાજીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.યુનિવર્સીટી ઓફ ડેબરેશનમાં ફુડ એન્જીનિયરીંગના કોર્ષ માટે વિશ્વભરના સો ઉપરાંત દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. કોર્ષ સંદર્ભિત વિષય ઉપર અવાર નવાર સેમીનાર અને અવેરનેશ પ્રોગ્રામ નિરંતર ચલાવવામાં આવતા હોય છે. તેમાં કિ-નોટ સ્પીકર તરીકે ફેનિલ ડોબરીયાનીપસંદગી થવી તે ભારતીય તરીકે ગૌરવની બાબત છે
તેમની આગવી સુજબુજ અને સહકારી વલણને કારણે વિશ્વભરના અનેક દેશોમાં તેમનો વિશાળ મિત્ર સમૂહ છે જે સોશ્યલ મિડીયા મારફત ફુડ અવરનેશ માટે સતત કાર્યશીલ હોવાથી ફુડ ક્ષેત્રે અદ્યતન માહિતીઓ / જાણકારી વિશ્વ કક્ષાએથી મેળવીને ઘર આંગણાની ફુડ ઈન્ડિસ્ટ્રીઝને સહાયરૂપ થઈ રહ્યા છે. ફેનિલ ડોબરીયાએ યુનિવર્સીટી ઓફ ડેબરેશનમાં એડમિશન પ્રક્રિયા વિશે જણાવેલ કે અંગ્રેજી માધ્યમમાં ધો.૧૨ પાસ કર્યા પછી અથવા અંગ્રેજી માટેના સર્ટીફિકેટ જેમ કે (આઈઈએલટીએસ, સેટ)નું પ્રમાણપત્ર મેળવ્યા પછી વેબસાઈટ ઉપર ઓનલાઈન સિસ્ટમમાં અરજી કરવાની પ્રક્રિયા ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં પુરી કરવાની થાય છે. માર્ચથી એપ્રિલના સમયગાળા દરમિયાન નોમિનેટેડ વિદ્યાર્થીને ઓથોરાઈઝડ કરવા માટે યુનિવર્સીટી દ્વારા આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવે છે. એપ્રિલથી મે ના સમય દરમિયાન પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે.
તેમજ ટેમ્પસ પબ્લિક ફાઉન્ડેશનમાં મોકલવામાં આવે છે. જુનમાં ઓફિશીયલી ફાઈનલ રીઝલ્ટ ટેમ્પસ પબ્લિક ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે. જુલાઈથી ઓગષ્ટ દરમિયાન વિઝા આપવામાં આવે છે.ફેનિલ ડોબરીયા બાલમંદિરથી બેચરલ સુધીની શૈક્ષણિક યાત્રાના સ્કોલર રહ્યા છે. દેશમાં ઉભરતા ફુડ સંબંધિત ક્ષેત્રે વિશેષ કૌશલ્ય પ્રાપ્ત કરે અને દેશને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હાઈજેનિક ફુડ મળી રહે તે માટે ફુડ અંગે વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવતી યુનિવર્સીટી ઓફ ડેબરેશનમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થીક ખર્ચને સતત ચિંતા હોવા છતા પિતાએ વિદેશ અભ્યાસ કરવા માટે મોકલેલ પરંતુ માવતરો ઉપર વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચનો બોજો આવી ન પડે તેના માટે સતત ચિંતિત રહેતા ફેનિલ ડોબરીયા અભ્યાસ અંગે મળતી વિવિધ સ્કોલરશીપ વિશે સતત માહિતગાર રહેતા હોવાથી તેમનું ધ્યાન સ્ટાઈપેન્ડિયમ હંગેરીકમ સ્કોલરશીપ ઉપર કેન્દ્રિત થયું.ફેનિલ ડોબરિયાએ જણાવ્યું કે આ સ્કોલરશીપની માહિતી વેબસાઈટ ઉપર ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી મુકવામાંઆવે છે. જેમાં જુદા- જુદા અભ્યાસ ક્રમની કેટેગરી પ્રમાણે સ્કોલરશીપ જાહેર કરવામાં આવે છે.
ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન વર્ષ માટે યુનિવર્સીટી ઓફ ડેબરેશનમાં અભ્યાસ કરતો હતો. ત્યારે સપ્ટેમ્બર-૨૦૧૭માં સ્કોલરશીપ હોલ્ડર સ્ટુડન્ટ દ્વારા સ્કોલરશિપ પ્રોગ્રામ વિશેની માહિતી મળેલી તે અનુસાર નિશ્ચિત સમયગાળામાં મે અરજી કરેલ તે અરજી ધ્યાને લઈ ભારત દેશની યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન દ્વારા સિલેકટેડ લિસ્ટમાં મારૂ નામ નોંધવામાં આવેલ. ત્યારબાદ એપ્રિેલ-૨૦૧૮ના અંતમાં યુનિવર્સીટી ઓફ ડેબરેશન તરફથી ઓનલાઈન પ્રવેશ પરિક્ષાપાસ કર્યા બાદ ઓનલાઈન ઈન્ટરવ્યુ કે જેસ્કાઈપમાં લેવામાં આવે છે તેમાં મને સામેલ કરવામાં આવ્યો પણ હું ડેબરેશનમાં અભ્યાસ કરતો હોવાથી મને લાઈવ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હતો.સફળતા પૂર્વક ઈન્ટરવ્યુ પસાર કર્યા બાદ સ્થળ ઉપરજ મને યુનિવર્સીટી ઓફ ડેબરેશન તરફથી પસંદ કરવામાં આવ્યો. અંતિમ તબક્કામાં યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અને ટેમ્પસ પબ્લિક ફાઉન્ડેશન દ્વારા સિલેકટ વિદ્યાર્થીનું લિસ્ટ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યું જેમાં ૧૬૧ સ્ટુડન્ટસસિલેકટ થયા હતા. તે પૈકી મારૂ નામ હોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયેલ છે.