લોકસાગરનાં મોતી કાર્યક્રમની જમાવટ
ગુજરાતી લોકસંગીતમાં યુવાધન રસ લેતું થાય અને આપણા સાત્વિક સંગીતનું જતન થાય એવા શુભાશય સો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર સેવારત છે ત્યારે રમતગમત,યુવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સંગીત નાટક અકાદમીએ આ દિશામાં આગે કદમ માંડ્યાં છે. અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ અને સભ્ય સચિવ જે.એમ.ભટ્ટના સીધા જ માર્ગદર્શન તળે અકાદમી દ્વારા પરંપરાગત સંગીત સહિતની કલાનો રાજ્યભરમાં પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે.
શનિવારે રાજકોટની જે.એચ.ભાલોડિયા વૂમન્સ કોલેજના લોધિકા તાલુકાના નગરપીપળિયા ગામે એક સપ્તાહ માટે યોજાયેલા એન.એન.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) સ્પેશ્યલ કેમ્પમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યા અને તેમની ટીમ દ્વારા લોકસંગીત-મેઘાણી સાહિત્યનો જાજરમાન કાર્યક્રમ લોકસાગરનાં મોતી ભવ્યરીતે યોજાઈ ગયો.
કોલેજની વિર્દ્યાનિીઓ, પ્રોફેસરો, ગ્રામ અગ્રણી પુરુષો-મહિલાઓ અને લગભગ ૧૦૦૦ જેટલા શ્રોતાગણની ઉપસ્થિતિમાં લોકગાયક નીલેશ પંડ્યાએ કાન તારી મોરલીએ મોહીને,ખમ્મા મારા નંદજીના લાલ, કોઈ ગોકુળ મુરામાં જાય રે,ઉપરાંત લોકગાયિકા મિત્તલબેન પટેલ સો ડ્યુએટમાં આવી રૂડી અજવાળી રાત,માડી હું તો બારબાર વરસે આવિયો,સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,મેં તો રંગમાં કાપડા જેવાં અનેક લોકગીતો ઉપરાંત દુહા-છંદની ઝડી વરસાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા તો લોકગાયક-મેઘાણી કાકાર શાંતિલાલ રાણીંગાએ લોકસાહિત્ય,લોકસંગીત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનકવનની વાતોી જમાવટ કરી.
સમગ્ર કાર્યક્રમમાં નીલેશ પંડ્યા, શાંતિલાલ રાણીંગા, મિત્તલબેન પટેલ સો મગન વાળા,ડો.હરેશ વ્યાસ,રવિ જાદવ, રાજેશ સિંધવે સંગત કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજની શિબિર્રાી વિર્દ્યાનિી કોમલ માલકિયાએ પણ સ્ટેજ પરી બે લોકગીતો રજૂ કરી વાહવાહી મેળવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ કમલેશ સાકરિયા, ઉપસરપંચ દિનેશ ખૂંટ, હાઈસ્કુલના આચાર્ય જયસુખભાઈ ભાડજા, પ્રામિક શાળાનાં આચાર્યા કાંતાબેન હરસોડા, સરકારી મંડળીના પ્રમુખ મનસુખ વસોયા, પ્રામિક આરોગ્ય કેન્દ્રના ડો.ચેતન વૈષ્ણવ,પશુડોક્ટર વસંતભાઈ વેકરિયા, ગ્રામ અગ્રણીઓ જેરામભાઈ વસોયા,બાબુભાઈ ગમારા, રાધેલાલ નિમાવત, તુલસીભાઈ મારવિયા, રાજેશ તારપરા, કિશન ખૂંટ સહિતના ઉપસ્તિ હતા. જે.એચ.ભાલોડિયા કોલેજના એનેસસએસ કેમ્પમાં કાર્યક્રમ ફાળવવા બદલ પ્રિન્સિપાલ ડો.એન.એમ કાનાણીએ ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમીના સૂત્રધારો પંકજભાઈ ભટ્ટ તેમજ જે.એમ.ભટ્ટનો હૃદયી આભાર માન્યો હતો.આ તકે એન.એસ.એસ.ઓફિસર પ્રો.ડો.ભરત બાબરિયાએ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહેવા બદલ ગ્રામઅગ્રણીઓ અને શ્રોતાઓનો આભાર માન્યો તો ગ્રામ આગેવાનોએ પોતાના ગામમાં આવો સાત્વિક સંસ્કારપૂર્ણ કાર્યક્રમ લાવવા બદલ ભાલોડિયા કોલેજ અને ગુજરાત સંગીત નાટક અકાદમીનો આભાર માન્યો હતો.