- શિક્ષણ વિભાગે શરતોને આધીન મંજૂરી આપી હતી, વૃક્ષો હટાવવા બદલ મહાપાલિકાની ગાર્ડન શાખાને કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ આદેશ
બાલાજી મંદિરના બાંધકામ વિવાદમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ચુકાદો જાહેર કર્યો છે. જેમાં બાંધકામ મંજૂરી વગરનું હોવાથી સ્ટે યથાવત રાખવાનો કલેકટરે આદેશ આપ્યો છે.
જીલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ ઓર્ડરમાં જણાવાયું છે કે રાજકોટ શહેરના વોર્ડનં-5માં સીટી સર્વે નં.696થી ધારણકર્તા તરીકે કરણસિંહજી હાઇસ્કુલ અસ્તિત્વ ધરાવે છે. ઉપરોક્ત જમીનમાં આવેલ જૂની કરણસિંહજી હાઇસ્કુલ નિભાવ તથા રેટ્રોફિટીંગ માટે બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટને કેટલીક શરતો સાથે આપવામાં આવેલ. જે દરમિયાન ટ્રસ્ટ દ્વારા રેટ્રોફિટીંગ દરમિયાન મંદિરનું અનધિકૃત વિસ્તરણ બાંધકામ, વૃક્ષ કાપવા જેવી વિગતો સાથે અરજદાર ધનેશ જીવરાજાણી દ્વારા સદરહું બાબતે નામ. હાઇકોર્ટ સમક્ષ રીટ પીટીશન પી.આઇ.એલ.નં.39/2023 દાખલ કરવામાં આવતા, નામ. હાઇકોર્ટ દ્વારા તા.18/4/2023ના હુક્મથી નીચે મુજબ હુકમ કરવામાં આવેલ છે.
જે અનુસંધાને પ્રાંતઅધિકારી, રાજકોટ શહેર-1ની અધ્યક્ષતામા એક સમિતિની રચના કરવામાં આવેલ છે. જે સમિતિને નામ. હાઇકોર્ટના હુક્મની વિગતો ધ્યાને લઇ રેકર્ડ તથા સ્થળ સ્થિતિની વિગતો તપાસી સરકારના હુકમની શરતો ક્લેકટર રાજકોટના હુક્મની શરતો તથા નામ, હાઇકોર્ટ દ્વારા નકકી કરેલ સમય મર્યાદાની બાબત ધ્યાને લઇ મુદત હરોળમાં અહેવાલ મોકલી આપવા સુચના આપેલ. સમિતિમાં કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ(શહેર), જિલ્લા શિક્ષણાધિકારી, સિટી સર્વે સુપ્રિ.-2, મામલતદાર, રાજકોટ શહેર (દક્ષિણ)નો સમાવેશ થયેલ. સદરહું બાબતે નામદાર હાઇકોર્ટના હુકમનું પાલન કરવા માટે ઉકત સમિતિ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમા રેકર્ડ, સ્થળ વિગેરે મુદાઓની ચકાસણી તેમજ બંને પક્ષોને સાંભળવામાં આવેલા. જે મુજબ પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1ની કચેરી દ્વારા તા.28/4/2023ના હુકમથી સવાલવાળી જમીન અંગે યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કરવામાં આવેલ છે.
ત્યારબાદ અત્રેની કક્ષાએથી બંને પક્ષકારોને નોટિસ કરતા 26/05/2023 ના બંને પક્ષકારોએ પોતાનો પક્ષ રજુ કરેલ.
નાય કલેકટર રાજકોટ શહેર-1ના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિની વિગતે આજદિન સુધી પરિસરમાં આવેલ કરણસિંહજી હાઇસ્કુલ સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક રહેલ છે. તેમજ જુદા-જુદા રેકર્ડની વિગત માલિકી મૂળથી શિક્ષણ વિભાગની છે. આ મિલકતમાં કરણસિંહજી હાઇસ્કુલ સીટી સર્વે નં 696થી નોંધાયેલ છે. તેમજ સદરહું મિલ્કત સાથેની અન્ય મિલકત સીટી સર્વે ન.ં 697ની વિગ અસ્તિત્વમાં છે. જે સ્વામીનારાયરણ મંદિર સંસ્થાના ગાદીપતિના નામે નોંધાયેલ છે. જે બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ મિલકતો પૈકી જુની કરણસિંહજી હાઇસ્કુલને રેટ્રોફિટીંગ હેતુ માટે શિક્ષણ વિભાગના નોટિફિકેશનથી સોંપવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં કરણસિંહજી હાઇસ્કુલ ઘણા વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. જે જગ્યાની માલિકી પક્ષે શિક્ષણવિભાગ હસ્તક છે. આશાળા પરિસરમાં બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતું મંદિર પ ઘણા વર્ષોથી ધાર્મિક પ્રવૃતિઓ કરે છે જેનું પ્રોપર્ટી કાર્ડ નં 243 થી આવેલ છે. કરણસિંહજી હાઇસ્કુલનું જૂનું બિલ્ડીંગ જર્જરીત થતા પરિસરમાં નવું શાળા બિલ્ડીંગ બાંધવામાં આવ્યું છે. બાલાજી હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા જુની બિલ્ડીંગના નિભાવ તેમજ રેટ્રોફિટીંગ કરી ત્યાં સંસ્કૃત પાઠશાળા ચલાવવા માંગણી કરેલ, જે માટે શિક્ષણ વિભાગ દ્વારા અમુક શરતોને આધિન મંજૂરી આપવામાં આવી હતી. પરિસરમાંથી કેટલાક વૃક્ષો હટાવવામાં આવેલ છે.આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટે આર.એમ.સી. ગાર્ડન શાખાને અલગથી કાર્યવાહી માટે જણાવેલ છે.આ ઉપરાંત જૂના બાલાજી મંદિરનું વિસ્તરણનું બાંધકામ કરવામાં આવેલ છે. જે માટે સદરહું મંદિર ટ્રસ્ટ દ્વારા મંજૂરી માટે અરજી કરવામાં આવેલ છે પરંતુ કોર્પોરેશન દ્વારા આવી કોઇ મંજૂરી અપાયેલ નથી.તેમજ નડતર વૃક્ષો હટાવેલ છે તેન જાણ મહાનગરપાલિકા ગાર્ડન શાખાને કરેલ છે અને વૃક્ષો કાપવા બદલનો દંડ ભરવા તૈયાર હોવાનું જણાવેલ છે .કરણસિંહજી હાઇસ્કુલ- જૂના બિલ્ડીંગમાં સંસ્કૃત પાઠશાળા ચાલુ કરવા માટે નિયામક સ્કુલસ, ગાંધીનગર ખાતે રૂ. 15000 ભરી મંજૂરી માંગ્યાની વિગતો રજૂ કરેલ છે.
આમ,નામદાર હાઇકોર્ટ સમક્ષની રીટ પીટીશન પી.આઇ.એલ. નં39/2023 ની વિગતે હકિકતો ધ્યાને લેવા આદેશ કરવામાં આવે છે કે, વૃક્ષછેદન માટે જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટે સક્ષમ સત્તામંડળ માં પોતાનો પક્ષ રજૂ કરી આનુસંગિક કાયદાયિ કાર્યવાહી કરવાની રહેશે.શિક્ષણ વિભાગની માલિકીની જગ્યા હોઇ મંદિરના વિસ્તરણનાં બાંધકામ માટે પરવાનગી ન લેવાઇ હોય તથા બાંધકામ બાબતે સક્ષમ સત્તામંડળની પરવાનગી લેવામાં ન આવેલ હોઇ, સમિતિ ના અભિપ્રાય પ્રમાણેના પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 ના યથાવત સ્થિતી જાળવી રાખવાનાં યોગ્ય જણાય છે.