રાજકોટનાં જડેશ્ર્વર વેલનાથ સોસાયટીની સગીરાનું અપહરણ થતા સગીરાના પરિવારજનોએ જેતપુરનાં શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની શોધખોળ હાથધરી છે. આ અંગેની વિગત મુજબ વેલનાથ સોસાયટીમાં રહેતા અને ચાની કેબિન ધરાવતા સગીરાનાં પિતાએ આજીડેમ પોલીસ મથકમાં પોતાની ૧૭ વર્ષીય દીકરી ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગત ત્રીજી તારીખે ચાની કેબિને નીકળી ગયા બાદ પત્નીનો ફોન આવ્યો હતો કે તેમની ૧૭ વર્ષીય પુત્રી મળતી નથી. આ સાંભળી હું ઘરે પહોંચ્યો હતો. તપાસ કરતા પુત્રી નવેરામાંથી નીકળી નદીનાં પુલ તરફ ગઈ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ પછી મેં અનેક સ્થળે શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી નહોતી. પરત ઘરે આવીને દીકરીનો કબાટ ચેક કરતા તેમાંથી એક ફોન અને સીમકાર્ડ મળ્યું હતું જયારે કબાટની બાજુમાં આવેલી શેટ્ટીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખેલું હતું કે, જેતપુરનાં અજુ પરમારે મારી જિંદગી બગાડી નાખી છે. આ ચિઠ્ઠીમાં વિજય નામનો પણ ઉલ્લેખ કરતા લખાયું હતું કે, તે મારો મિત્ર છે એટલે તેને હેરાન ન કરતા. આમ અજુ પરમાર સામે આક્ષેપ થતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
Trending
- World Intellectual Property Day: આજે જ કેમ આ દિવસ ઉજવવામાં આવે છે, જાણો મહત્વ…..
- કેતુ દેવ બદલશે રાશિ, 18 મેથી આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન !
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
- શિહોર: રોડના કામને લઈને આગામી 25 મે સુધી વાહનોને અપાયું ડાયવર્ઝન,જાણો વૈકલ્પિક રૂટ
- દરેડ વિસ્તારમાં ઊંટગાડીની રેસમાં જુગાર, પોલીસે 4ને દબોચ્યા!!!
- વેરાવળમાં સિટી પોલીસનો એલર્ટ મોડમાં : રેલવે અને બસ સ્ટેશન પર ચાંપતી નજર
- ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા મે(MAY)ની આ તારીખ સુધી આઈ-ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું રહેશે
- Yamaha MT-09 હાઇબ્રિડ ટ્રીટમેન્ટ મેળવવા માટે તૈયાર…