- વડાપ્રધાનને મળવાની મહેચ્છાથી વરદાએ અનોખું કાર્ય કરી બતાવ્યુ
- 6 મહિના પહેલાથી હિમંગબર્ડ સ્પોર્ટસ એકેડમીમાં સ્કેટિંગ શીખવાનું ચાલુ કર્યું
- આંખે પાટા બાંધી 45 મિનિટ 5 સેકન્ડ સુધી સતત સ્કેટિંગ કરી રેકોર્ડ બનાવ્યો
રાજકોટ ન્યૂઝ : કહેવાય છે ને કે માણસ ધારે એ કરી શકે છે .ઉંમરની કોઈ સીમા માણસની ઇચ્છાને નળતી નથી . આવું જ કાર્ય રાજકોટની માત્ર 6 વર્ષની એક દીકરીએ કરી બતાવ્યુ છે . તેની વડાપ્રધાનને મળવાની મહેચ્છાથી અનોખું કાર્ય કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દેશમાં રેકોર્ડ નોંધાવ્યા બાદ હવે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવવા તૈયારી શરૂ કરી છે.
6 વર્ષની વરદાની અનોખી સિદ્ધિ
આ વાત છે ધોરણ-1માં અભ્યાસ કરતી 6 વર્ષની વરદા વિરેન્દ્રભાઇ પરમાર નામની બાળકીની . તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત છે. તે અવારનવાર તેની માતા ગાયત્રીબેનને નરેન્દ્ર મોદીને મળવાની વાત કરતી હતી. જેથી તે કંઇક અનોખું કાર્ય કરે તો મોદીસાહેબ તેને મળી શકે તેવી માતા ગાયત્રીબેને વરદાને વાત કરી હતી. જે વાત વરદાના મનમાં વસી ગઇ હતી. વરદાએ કઇક અલગ કરવાની ઇચ્છાથી સ્કેટિંગ શીખવાનું શરુ કર્યુ હતુ. 6 મહિના પહેલાથી હિમંગબર્ડ સ્પોર્ટસ એકેડમીમાં સ્કેટિંગ શીખવાનું ચાલુ કર્યું હતુ. થોડા જ સમયમાં સ્કેટિંગમાં કૌશલ્યતા મેળવી લીધી હતી.
આંખે પાટા બાંધી સ્કેટિંગ
સ્કેટિંગ તો ઘણી છોકરીઓ કરે છે.જો કે વરદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા કઇક અલગ કરવાનું વિચાર્યુ. તેણે આંખે પાટા બાંધી સ્કેટિંગ કરવાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી.તેમાં પણ તેણે કૌશલ્ય મેળવી લીધુ. વરદાએ આંખે પાટા બાંધી 45 મિનિટ 5 સેકન્ડ સુધી સતત સ્કેટિંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
45.5 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો
વરદાની માતા ગાયત્રીબેને જણાવ્યુ કે , વરદાને પ્રેક્ટિસ દરમિયાન ખૂબ સંઘર્ષ કયો છે. તેણે 45.5 સેકન્ડના કરેલા રેકોર્ડથી હું ખૂબ ખુશ છું.હમણાં જ અમને ખ્યાલ આવ્યો કે વડાપ્રધાન રાજકોટ આવવાના છે. કદાચ રોડ શોમાં મોદી સાહેબ વરદાને મળે, તો એ દિવસ એના માટે મહત્વનો રહેશે.