મોડ થ્રીના નવ નિયુકત પીએસઆઇને પોસ્ટીંગ આપવામાં આવ્યું

શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 16 એએસઆઇ મોડ થ્રીની પરિક્ષા પાસ કરી પીએસઆઇ બનતા તમામને પોસ્ટીંગ આપવામાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે શહેરના 19 પીએસઆઇની અસર પરસ બદલીના હુકમ કર્યા છે.

તાલુકા પોલીસ મથકના ફરીદાબેનને પ્ર.નગર, એમ.ટી.વિભાગના બીપીનભાઇ ગઢવીને એસીપી દક્ષિણના રીડરમાં, ટ્રાફિકના પાંડવ જગદીશભાઇને માલવીયાનગર, ટ્રાફિકના પ્રવિણસિંહ ઝાલાને એ ડિવિઝન, એ ડિવિઝનના રાજેશકુમાર સોલંકીને થોરાળા, ગાંધીગ્રામના જયસુખભાઇ હુંબલને માલવીયાનગર, મહિલા પોલીસ મથકના જ્યોત્સનાબેન માઢકને રાજકોટ તાલુકા, મહિલા પોલીસ મથકના પારુલબેન સોલંકીને ગાંધીગ્રામ, માલવીયાનગરના બોરીચા વનિતાબેનને થોરાળા, હેડ કવાર્ટરસના જયેન્દ્રસિંહ પરમારને કુવાડવા, દક્ષિણ વિભાગના એસીપી રીડરના એ.કે.ગૌસ્વામીને એરપોર્ટ, થોરાળાના એચ.એન.ગઢવીને પ્ર.નગર, એ ડિવિઝનના કે.એચ.રાવલને આજી ડેમ, પ્ર.નગરના એ.એ.ખોખરને મહિલા સંબંધીત થતા ગુના અંગેના વિભાગમાં, માલવીયાનગરના એન.વી.હરીયાણીને ગાંધીગ્રામ, મહિલા સંબંધીત ગુના વિભાગના એફ.બી.ગગનીયાને મહિલા પોલીસ મથક, ક્રાઇમ બ્રાન્ચના એન.ડી.ડામોરને કંટ્રોલ રુમ, ગાંધીગ્રામના એન.બી. ડોડીયાને રીડર અને ભક્તિનરના પી.જી.રોહડીયાને અરજી શાખામાં નિમણુંક આપવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.