મધ્ય પ્રદેશમાં અનેક ગુનામાં સંડોવાયેલા ત્રણેય રીઢા તસ્કરોએ સુરત, ભરૂચ, નડીયાદ, વડોદરા અને આણંદમાં ચોરી કર્યાની કબુલાત આપી: ‚રૂ.૧૨.૬૯ લાખનો મુદામાલ કબ્જે

શહેરમાં અનેક મોટી ચોરીને અંજામ આપવાના ગુનામાં સંડોવાયેલી આંતર રાજય તસ્કર ગેંગના ત્રણ રીઢા તસ્કરોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સફળતા મળી છે. નવા રીંગ રોડ પર કોસ્મોપ્રલેક્ષ સિનેમા પાસેથી ઝડપાયેલા મધ્ય પ્રદેશના ત્રણેય તસ્કરોએ રાજકોટમા ૧૨ બંધ મકાનમાં ચોરી ઉપરાંત સુરત, ભ‚ચ, નડીયાદ, આણંદ અને વડોદરામાં ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે ત્રણેય તસ્કરો પાસેથી ‚ા.૧૨.૬૯ લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. બી.આર.ડાંગર, હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ વનાણી, સંજયકુમાર ‚પાપરા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નવા રીંગ રોડ પર કોસ્મોપ્રલેક્ષ સિનેમા પાસે ત્રણ શકમંદ જણાતા ત્રણેય શખ્સોનું અગાઉ ચોરીના ગુનામાં પોલીસને મળેલા સીસીટીવી ફુટેજ જેવા જણાતા અટકાયત કરી પૂછપરછ કરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન તે મુળ મધ્ય પ્રદેશના ઇન્દોરના વતની સંજય ઉર્ફે હેંમત ઉર્ફે બલ્લુ રમેશચંદ્ર કોળી, મહેશ ઉર્ફે ઘનશ્યામ રામનીહારે તિવારી અને જગદીશ ઉર્ફે શ્યામ ઉર્ફે અંગા પ્રભુલાલ ચૌહાણ હોવાનું અને તેઓએ રાજકોટના અલ્કાપુરી, અમરનાથ પ્લોટ, જગન્નાથ પ્લોટ, તિ‚પતિ સોસાયટી, ઇન્કમટેક્ષ સોસાયટી, સિલ્વર એવર્ન્યુ સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, વિદ્યાકુંજ સોસાયટી, અનંતાનગર, સૌરભ સોસાયટી અને અંજલી સોસાયટીમાં દિવસ દરમિયાન બંધ રહેલા મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.

છેલ્લા ૩૭ વર્ષથી ચોરીના રવાડે ચડેલા સંજય, મહેશ અને જગદીશ મધ્ય પ્રદેશમાં ખૂનની કોશિષ, મારામારી, ચોરી અને ખિસ્સા કાપવાના ૨૫થી વધુ ગુનામાં સંડોવાયા હોવાથી ૧૯૯૦થી ગુજરાતમાં આવ્યા બાદ રાજકોટ ઉપરાંત સુરત, નડીયાદ, આણંદ, બારડોલી, વડોદરાઅને ભ‚ચમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી કર્યાની કબૂલાત આપી છે. અમદાવાદ અને બારડોલીમાં પકડાયા બાદ કોર્ટ મુદતમાં હાજર ન થતા સંજય અને જગદીશને કોર્ટમાં હાજર કરવા અદાલત દ્વારા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

ત્રણેય રીઢા તસ્કરોનો તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એસ.આર.વ‚, પી.એસ.આઇ. એમ.એમ.સોનરાત અને જયંતીભાઇ રાઠોડે કબ્જો સંભાળી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.