ગણિતની વિશ્ર્વ લેવલે લેવાતી SOF ઓલ્મ્પિયાડમાં
ઇન્ટરનેશનલ મેથ્સ ઓલ્મ્પિયાડમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરીને ધો.3માં ભણતા ટબૂકડાએ રાજકોટનું નામ રોશન કર્યું: તેમનું નામ પ્રધાનમંત્રી બાળરત્ન પુરસ્કાર માટે 2022માં નોમીનેટ કરાયું
અબતક-અરૂણ દવે,રાજકોટ
મૂળ ગામ અડબાલકાના વતની અને હાલ રાજકોટમાં રહેતા પ્રફુલ્લાબેન અને રોહિતભાઇનાં 10 વર્ષના પુત્ર કાવ્ય કકાણીયાએ સને 2020માં ગણિતની વૈશ્ર્વિક લેવલે લેવાતી જઘઋની ઓલ્મ્પિયાડમાં ટોપ રેન્ક પ્રાપ્ત કરીને રાજકોટનું નામ વૈશ્ર્વિકસ્તરે રોશન કરે છે. કાવ્ય હાલ રાજકોટની શ્રી શ્રી એકેડમીમાં ધો.3માં અભ્યાસ કરી રહ્યો છે. આ સિધ્ધી બાદ આ ટબૂકડા બાળછાત્રનું નામ વર્લ્ડ રેકોર્ડ્સ બુક ઓફ ઇન્ડિયામાં નોંધાયુ છે.
સામાન્યતહ પવર્તમાન સમયમાં છાત્રો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં સૌથી વધુ નબળા જોવા મળતા હોય છે ત્યારે નાનપણથી જ આવા અઘરા વિષયમાં પાયાની નિપૂણતા હાંસલ કરીને કાવ્ય કકાણીયાએ સારો વિકાસ સાધીને લગભગ દરેક સ્પર્ધા જીતી હતી. વૈશ્ર્વિક લેવલની સ્પર્ધામાં 40માંથી 40 ગુણ મેળવીને વૈશ્ર્વિક સ્પર્ધામાં ઇન્ટરનેશનલ લેવલે પ્રથમ નંબર મેળવ્યો છે.
નાનપણથી માત્ર 7 વર્ષની ઉંમરે તે આવી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને રાજકોટ-ગુજરાત તેમજ સમગ્ર દેશનું નામ વૈશ્ર્વિક સ્તરે રોશન કરેલ છે.
ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ જીતનાર તે સૌથી નાની વયનો વિજેતા છે. તેમણે ગણિત લેવલની રેકોર્ડ્સ અને ચેમ્પિયન બુક ઓફ રેકોર્ડ્સમાં નોમીનેશન પણ પ્રાપ્ત કરેલ છે.
તેમને 2021નો એકસ્ટ્રા ઓર્ડિનરી કિડ્સ એવોર્ડ સાથે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પણ મળ્યો છે.
કાવ્ય કકાણીયાનું નામ 2022 માટે પ્રધાનમંત્રી બાળરત્ન પુરસ્કાર માટે નોમીનેટ થયેલ હોવાથી રાજકોટના આ ટબૂકડા છાત્રએ દેશમાં રાજકોટ સાથે પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કરેલ છે. નાનપણમાં જ કાવ્યએ એવોર્ડ જીતવાની હારમાળા સર્જીને ઇતિહાસ નિર્માણ કર્યો છે.