- સુરત, રાજકોટ અને ગાંધીનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. રપપ કરોડ ફાળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોને પારાવાર નુકશાની થવા પામી છે. રાજકોટમાં મેઘરાજાએ રોડ પર 1200 થી વધુ ખાડા પાડયા છે. રોડને 78 કરોડનું નુકશાન થયું છે. રિપેરીંગ માટે રાજય સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. દરમિયા રાજકોટના રોડ-રસ્તાના 1ર કામો માટે મુખ્યમંત્રી દ્વારા 60.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
વરસાદે વિરામ લેતા હાલ રોડ રિપેરીંગની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા મહાપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ-રસ્તાના કામ માટે વિશેષ બે કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ભારે વરસાદથી રોડને થયેલી નુકશાની માટે કોર્પોરેશન દ્વારા 78 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવાની માંગણી કરાય છે. જે અંગે હજી નિર્ણય લેવાયો નથી. પરંતુ રાજકોટ મહાપાલિકાઅ રસ્તાના 1ર કામો માટે ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરી હતી. તેના માટે રૂ. 60.78 કરોડની ફાળવણી કરાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 255.06 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ રિ-કારપેટના વિવિધ 579 કામો માટે રૂ. 181.50 કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.રાજ્યના મહાનગરોમાં આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની મરામત સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ત્રણ મહાનગરપાલિકાઓની રજૂ કરવામાં આવેલી દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે.
મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના જુદા જુદા 12 કામો માટે 60.78 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડના નવિનીકરણ કામો માટે 12.84 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટકમાંથી છેલ્લા ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાને 1493 કામો માટે રૂ. 740.85 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના 29 કામો માટે રૂ. 168.94 કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાને 07 કામો માટે રૂ. 57.68 કરોડ મળીને કુલ શહેરી સડકના 1529 કામો માટે 961.47 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટને રૂ. 60.78 કરોડની રકમ ફાળવવાના મુખ્યમંત્રીના નિર્ણયને મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયાએ આભાર માન્યો હતો.જકાત નાબુદી બાદ રાજયની એક પણ સ્થાનીક સ્વરાજયની સંસ્થા આથીંક રીતે સઘ્ધર નથી રહી, પોતીકી આવકમાંથી પગાર ખર્ચ પણ નીકળતો નથી આવામાં સામાન્ય ખર્ચ માટે પણ રાજય સરકાર પાસે હાથ લંબાવવો પડે છે. સરકારની મહેરબાનીથી વિકાસ કામો થઇ રહ્યાં છે.