વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર સૌની યોજનાનું લોકાર્પણ કરી નર્મદાના નીરને આજી ડેમમાં વધાવશે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે, આવતીકાલે રાત્રે ૭:૩૦ થી ૮:૩૦ વચ્ચે દરેક લોકો પોતાના ઘરમાં દિવાળીની જેમ દિવો પ્રગટાવી માં નર્મદાને વંદન કરે અને નર્મદે સર્વદે સાચા અર્થમાં ચરિતાર્થ કરે. નર્મદાના નીર આજીડેમમાં અવતર્યા છે ત્યારે વડાપ્રધાન પણ આવતીકાલના શુભ અવસરે સૌની યોજનાનું લોકાર્પણ કરશે ત્યારે રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના લોકલાડીલા વિજયભાઈ ‚પાણીએ વડાપ્રધાનના આગમન અને નર્મદાના નીરને રાજકોટમાં વધાવવા માટે રાજકોટ વાસીઓને પોતપોતાના ઘરે દિપ પ્રગટાવી માં નર્મદાને વંદન કરવા જાહેર જનતા જોગ અપીલ કરી છે.
Trending
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન
- લોકોએ જિંદગીભર ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ: જામનગરની ધરતી પરથી જગતગુરૂ શંકરાચાર્યનો સંદેશ
- હજી તો ઠંડી શરૂ નથી થઈ તે પહેલાં જ ગરમ કપડાની માંગ વધતા ઠેર ઠેર લાગ્યા સ્ટોલ
- એક લોકપ્રિય ઉત્તર ભારતીય શાક એટલે આલુ ગોબી
- રોજ અનુલોમ-વિલોમ કરવું સ્વાસ્થ્ય માટે વરદાન
- Quick & Tasty : નાસ્તામાં ખવડાવો નીર ડોસા, આ છે સરળ રીત