મોટી એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે લાઇવ મેચ નિહાળવા કોર્પોરેશનના પદાધિકારીઓનું જાહેર નિમંત્રણ

RMC
Rajkotians will watch the India-Australia final live at the Madhavrao Scindia Cricket Ground on Sunday.

રાજકોટ સમાચાર

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા જણાવે છે કે, ભારત વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પહોંચતા શહેરીજનોમાં ભવ્ય ઉત્સાહ અને અનેરો આનંદ જોતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચ શહેરીજનો મોટી સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે લાઈવ નિહાળી શકે તે માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે આયોજન કરેલ છે.

આઈ.સી.સી.વર્લ્ડ કપની સેમી ફાઈનલ સહિત સળંગ 10 મેચ જીતતા તેમજ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવી શક્તિશાળી ટીમને પણ મહાત આપી એક રેકર્ડ સ્થાપિત કરેલ છે. જે સમગ્ર ભારત માટે એક ગૌરવની બાબત છે. ભારતની ટીમએ અગાઉ વર્ષ 1983 અને વર્ષ 2011માં આઈ.સી.સી.વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલ હતું. આજે વર્ષ 2023માં ભારતની ટીમ ફાઈનલમાં આવેલ હોઈ એક વાતાવરણ અને માહોલ બની રહે તેમજ ટીમના સભ્યોના જુસ્સામાં વધારો કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ઘણી બધી ઇન્ટરનેશનલ મેચો રમાઈ છે તેવું આપણું રાજકોટનું ક્રિકેટ ગ્રાઉન્ડ શ્રી માધવરાવ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત ડી.જે.ના તાલ સાથે આ ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે. મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત લાઈવ પ્રસારણ મારફત મેચ નિહાળવાની આ ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમ બની રહેશે.

આઈ.સી.સી.વર્લ્ડ કપની ફાઈનલ મેચ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, અમદાવાદ ખાતે રમાનાર હોઈ રાજકોટના નગરજનોએ મેચ નિહાળવાનો લાભ અને લહાવો મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ શાનદાર આયોજન કરેલ હોઈ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન અને ડી.જે.ના તાલ સાથે મેચ નિહાળવા શહેરીજનોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.