દરરોજ રાત્રે 11:00 કલાકે શહેર ભાજપ ધ્વારા રાજકોટ જંકશન રેલ્વેે સ્ટેશન ખાતે તા.16 એપ્રિલ થી તા. રપ એપ્રિલ દરમ્યાન શહેર ભાજપના તમામ વોર્ડ અને વિવિધ મોરચા-સેલ ધ્વારા ભવ્ય સ્વાગત કરાશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ ના સૂત્રને સાર્થક કરી શાસન માં છે ત્યારે આઝાદી બાદ પ્રથમવાર દેશના બધાજ રાજયો અને બધા જ નાગિરકો માટે વિકાસની તક મળી રહે તેવો સર્વવ્યાપી પ્રયાસ ભારત સરકાર ધ્વારા થયા છે. દેશમાં વર્ષ ર014 અને ર019માં એમ સતત બે વાર પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર ચૂંટાઈ ચુકી છે અને હવે વર્ષ-ર0ર4માં 3પ0 બેઠકો સાથે જંગી બહુમતીથી ભાજપ સરકાર બનશે અને સતત ત્રીજી વખત માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રધાનમંત્રી બનશે અને દેશવાસીઓના આશિર્વાદ પ્રાપ્ત કરશે તેવા પૂર્ણ ભરોસા અને આશાવાદ સાથે માન. નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના અનુસાર એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાનની યોજના ભાજપા ધ્વારા બનાવવામાં આવી છે.
તે અંતર્ગત જીલ્લા-મહાનગરમાં રહેતા અન્ય ભાષાભાષી સમાજો સાથે તેમના વિવિધ ધાર્મિક કાર્યક્રમો, રાજયોના સ્થાપના દિવસ, સ્થાનિક ઉત્સવો, જે-તે રાજયના મહાપુરૂષોના જન્મદિવસની ઉજવણી તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમોમાં સહયોગી બની સંકલન સેતુ બની સૌ એક ભારતના નાગિરકો,શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યોગદાન આપી એ ભાવ રહેલો છે. ત્યારે તમિલ-સૌરાષ્ટ્ર સંગમ હેઠળ તા.17 એપ્રિલ થી તા.30 એપ્રિલ, ર0ર3 સુધી 10 ટ્રેન ધ્વારા તામીલનાડુથી મૂળ ગુજરાતીઓને ગુજરાત દર્શન માટે લાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગીર સોમનાથ ખાતે વિવિધ ભક્તિસભર સાંસ્કૃતીક કાર્યક્રમોની રમઝટ બોલાશે. ત્યારે તામિલથી ગીર સોમનાથ સુધીની આ યાત્રા દરમ્યાન રાજકોટ મહાનગર ખાતે તમિલમાં સ્થાયી થયેલ મૂળ સૌરાષ્ટ્રવાસીઓનું રાજકોટ જંકશન રેલ્વેે સ્ટેશન ખાતે તા.16 એપ્રિલ થી તા. રપ એપ્રિલ દરમ્યાન શહેર ભાજપના તમામ વોર્ડ અને વિવિધ મોરચા-સેલ ધ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
તે અંતર્ગત તા.16 એપ્રિલના રોજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર તેમજ રક્ષાબેન બોળીયા, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તેમજ રેલ્વે જંકશન સ્ટેશન ખાતે આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના સહઈન્ચાર્જ દિનેશભાઈ કારીયા, વોર્ડ-3ના પ્રમુખ હેમભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં યુવા મોરચાના કાર્યર્ક્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા હરેશ જોષી, જીજ્ઞેશ જોષી સહિતનાએ જહેમત ઉઠાવી હતી. ત્યારે આજે રાત્રે 11:00 કલાકે રેલ્વે સ્ટેશન ખાતે વોર્ડ-1, વોર્ડ-ર અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ અનુરોધ કરેલ છે.