દોડ્યું… દોડ્યું… રંગીલું રાજકોટ…દોડ્યું !!!
દરેક કેટેગરીમાં 21 કિમી દોડેલા દોડવીરોનું પ્રોવિઝનલ રીઝલ્ટ જાહેર કરાયું, આગામી એક સપ્તાહમાં પારિતોષિક આપવામાં આવશે
12 રાજ્યના 56 શહેરોમાંથી સાડા ચાર હજારથી વધુ દોડવીરોએ ઉત્સાહભેર લીધો ભાગ
આ નાઈટમેરેથોન દોડ મારા તમારા અને સૌના પરિવારો માટે એક અનોખી પહેલ હતી. જેની સમગ્ર દેશ અને વિદેશમાં નોંધ લેવાઈ હતી. પ્રથમ વખત રાજકોટમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈટ મેરેથોનમાં અંદાજીત 5 હજાર કરતા વધુ દોડવીરો ઉમટી પડ્યા હતા અને મન મુકીને દોડયા હતા. આ મેરેથોન રાજકોટ રનર્સ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન તેમજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસના સહયોગથી પ્રથમ વખત યોજાઇ હતી. જેમાં રાજકોટવાસી પણ મોટા પ્રમાણમાં જોડાયા હતા અને દોડયા હતા.
નાઈટ મેરેથોન અંગે લોકોએ હર્ષની લાગણી પકન વર્ણવી હતી. રાજકોટમાં સૌપ્રથમ વખત નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન 10 અને 21 કિલોમીટરની રાખવામાં આવી છે. જ્યારે આ નાઈટ મેરેથોનમાં રાજકોટ સહિત આઉટ સ્ટેટનાના 4500 કરતા વધુ દોડવીરોએ ભાગ લીધો છે. ત્યારે રાજકોટમાં આ નાઈટ મેરેથોન દરમિયાન સ્પોર્ટ્સમઈ વાતાવરણ જોવા મળ્યું હતું. આ મેરેથોન યોજવાનો મુખ્ય હેતુ એ છે કે નો ડ્રગ્સ, કારણ કે ડ્રગ્સ છે તે યુવાધનને ખતમ કરી નાખે છે. જ્યારે આ મેરેથોન થકી યુવાધનને પણ એક સારો મેસેજ પાસ થશે.
રાજકોટ રનર્સ એસોસિએશન દ્વારા પ્રથમ વખત આ નાઈટ હાફ મેરા ખંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રગ્સના વ્યસન સામે જાગૃતતા કેળવવા અને બાળકો અને યુવાનોને આ પાપ માંથી મુક્ત કરવા માટેનું આ અનેરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. હાફ મેરા ખંડમાં બાળકોથી લઇ ગયો વૃદ્ધ લોકો પણ જોડાયા હતા. રાજકોટ રંગીલું શહેર હોવાના કારણે ભારે ઉત્સાહ અને થનગનાટ પણ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત નાઈટ મેરેથેન યોજાય હોવાના પગલે દોડવીરોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો રેસકોસ રીંગરોડ સહિતના રસ્તાઓ ઉપર લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને દીપાંડવિત કરવા રાજકોટ રનર્સ એસોસિએશનના સભ્યોની સાથોસાથ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ અને રમેશભાઈ ટીલાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પણ નાઈટ મેરેથોનમાં સહભાગી બની સ્વાસ્થ્ય માટે દોડીયા હતા.
રાજકોટ રનર્સ એસોસિએશનનો આ અનેરો પ્રયાસ જનજાગૃતિ માટેનો છે: ડો.અજીતસિંહ વાઢેર
રાજકોટ રનર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર અજીતસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, આ જનજાગૃતિ માટેનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કારણ કે અત્યારના હાલ વિદ્યાર્થીઓ અને નવ યુવાનોમાં ભારે ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે એટલું જ નહીં યુવાનો આવડા રસ્તે ન જાય અને પોતાના સ્વાસ્થ્યને શુદ્રઢ બનાવે તે માટે આ નાઈટમેરોથન તેમના માટે અત્યંત ઉપયોગી નીવડશે. જ નહીં તેઓએ જણાવ્યું હતું કે આ નાઈટ મેરેથોન સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત યોજાઈ છે અને જેનો મુખ્ય હેતુ જ એ છે કે સે નો ટુ ડ્રગ્સ.
ડ્રગ્સ નહીં દ્રઢતા અને શારીરિક શ્રમ ખુબજ જરૂરી: દેવ ચૌધરી
રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ નહીં દ્રઢતા અને શારીરિક શ્રમ ખૂબ જ જરૂરી છે. ના દરેક વર્ગના લોકો આ જનજાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા અને જે દોડવીરો દ્વારા દોડ લગાવવામાં આવી હતી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે જે સમાજ હેત માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અતિ વ્યવસ્થા વચ્ચે પણ લોકોએ તેમના તેમના સ્વાસ્થ્ય અંગે સજાદ થવું ખૂબ જરૂરી છે ત્યારે નાઈટ મેર્થનમાં જે દ્રશ્યો સર્જાયા છે તે અત્યંત નયનરમિય છે.
સફળ આયોજન બદલ સંપૂર્ણ શ્રેય રાજકોટ રનર્સ એસોસિએશનના શીરે: ઉદય કાનગડ
રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાન ગળે જણાવ્યું હતું કે રાજકોટ રનર્સ એસોસિએશન દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી છે અને ડ્રગ્સ વિરોધ જે મુહિમ હાથ ધરી છે તે અત્યંત સરાણિયા છે તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર સરકાર પણ આ દિશામાં જ આગળ વધી રહી છે અને ડ્રગ્સ નું પ્રમાણ દિવસેને દિવસે ઘટે એ જ દિશામાં સરકાર પણ કાર્ય કરી રહી છે ત્યારે રાજકોટ રનર્સ એસોસિએશન દ્વારા જે નાઈટ મેરેથેનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે તે આવકાર્ય છે. તેઓએ રાજકોટ મહાનગરપાલિકા
સીટી પોલીસ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે 5,000 જેટલા દોડવીરો જ્યારે નાઇટ મેળવથોનમાં દોડી રહ્યા હોય તે સમયે વ્યવસ્થા ઉભી કરવી તે પણ સૌથી મોટો પડકાર હોય છે પરંતુ આ પડકારને ખૂબ સહજતાથી સરકારી વિભાગોએ જીલ્યો છે.
યુવાનોમાં ડ્રગ્સનું સેવન ઘટે તે માટે આ નાઈટ મેરેથોન ‘અજવાળા’રૂપ સાબિત થશે: ડી.વી મહેતા
સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના ડી વી મહેતાએ જણાવ્યું હતું કે હાલ યુવાનોમાં જે ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે તેને અટકાવવું ખૂબ જ જરૂરી છે ત્યારે નાઈટ મેરેથોન તેમના માટે અજવાળા રૂપ સાબિત થશે. સમાજમાં જનજાગૃતિના ભાગરૂપે આ નાઈટ મેરેથેનનું આયોજન અનેક લોકો માટે આશાનું કિરણ પણ સાબિત થશે એટલું જ નહીં તેઓએ વર્ણવ્યું હતું કે તેમના પિતાના નિધન બાદ તેઓ આજે દોડ દોડી રહ્યા છે તે તેઓને સમર્પિત છે ત્યારે આજના યુવાધને પોતાના શારીરિક સ્વાસ્થ્યને ધ્યાને લઈ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. અને નાની મોટી કસરતો આયુષ્યમાં પણ સારો વધારો કરે છે.
જીવન જીવવાની નેમ સાથે સાથે દોડવુંએ જીવનનો લક્ષ્યાંક બનાવ્યો છે: હારીતસિંહ ગોહિલ
જાગૃત યુગલ કે જેવો જીવન જીવવાની નેમ સાથે સાથે દોડવાનો જે લક્ષ્યાંક બનાવ્યો છે તેવા હારિતસિંહ ગોહિલ અને અલ્પાબા ગોહિલે આ નાઈટ મેરેથોનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બંને જણાવ્યું હતું કે માનવ જીવન માટે શારીરિક શ્રમ ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં અલ્પાબા ગોહિલે પણ મહિલાઓને તાકીદ કરીને જણાવ્યું હતું કે મહિલાઓ માત્ર ઘરની ચાર દિવાલ પૂરતી સીમિત નથી તેમનું પણ એક વજૂદ અને વર્ચસ્વ છે તે પરિવારની જીવાદોરી અને પીઠબળ છે જેથી મહિલાઓ સ્વસ્થ નહીં હોય તો પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ન ચાલી શકે માટે દરેક મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ થવું જરૂરી છે અને સમયાંતરે વિવિધ પ્રતિયોગિતા અને સ્પર્ધામાં ભાગ પણ લેવો જોઈએ અને પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવવું જોઈએ.