- RTOની ઝુંબેશમાં ટ્રાફિક નિયમોનો ઉલાળ્યા કરવા બદલ માર્ચ મહિનામાં 910 કેસ કરાયા
રંગીલા રાજકોટીયન્સ મોજ કરવામાં અવ્વલ છે પણ સાથોસાથ ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરવામાં પણ અવ્વલ હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. રાજકોટ આરટીઓ તંત્ર દ્વારા ગત માર્ચ મહિનામાં ચલાવવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની ઝુંબેશમાં કુલ 910 જેટલાં કેસો કરી કુલ રૂ. 49.83 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આરટીઓ-રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2024ના માર્ચ મહિના દરમ્યાન ગુનાહિત વાહનો જેના કુલ કેસ 910 ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કુલ રૂ. 49,83,401નો દંડ ફટકારવામાં આવેલ છે. આરટીઓ તંત્ર દ્વારા ઇન્સ્પેક્ટર કે એમ ખપેડના માર્ગદર્શનમાં ઓવરલોડ વાહનો, ઓવર ડાઇમેંશન, કલેન્ડેસ્ટાઇન ઓપરેશન, ટેક્સ વગર ચાલતા વાહનો, રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી, ફિટનેસ, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર વાહન હાંકરનાર, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ, વીમા વગરના વાહનો વિરુદ્ધ ધોકો ઉગામવામાં આવ્યો હતો.
આરટીઓ તંત્ર દ્વારા સૌથી વધુ ઓવરઓળખે વાહનો વિરુદ્ધ 174 કેસો કરીને રૂ. 23,28,700નો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે ઓવર ડાઇમેન્સનના 88 કેસ કરીને રૂ. 5,13,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 91 કેસ કરીને
રૂ. 9,10,000 નો દંડ કરવામાં આવ્યો છે. ટેક્સ વગર ચાલતા 9 વાહનો પર કેસ કરીને રૂ. 5,86,701 નો દંડ જયારે રેડિયમ રેફલેકતટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 89 કેસ કરીને રૂ. 89,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફિટનેસ વિના દોડતા 57 વાહનો વિરુદ્ધ કેસ કરીને રૂ. 28,500, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર દોડતા વાહન વિરુદ્ધ 97 કેસો કરીને રૂ. 48,500, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ કરનાર વિરુદ્ધ 167 કેસો કરીને રૂ. 3,34,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત વીમા વગરના 47 વાહનો ઝડપી રૂ. 94,000, તેમજ અન્ય ગુનાઓના કામે કુલ 91 કેસ કરીને રૂ. 51,000 નો દંડ આરટીઓ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
સૌથી વધુ ઓવર લોડેડ વાહનોને રૂ. 23.28 લાખનો દંડ
આરટીઓ તંત્ર દ્વારા સૌથી વધુ ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ 174 કેસો કરીને રૂ. 23,28,700નો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે ઓવર ડાઇમેન્સનના 88 કેસ કરીને રૂ. 5,13,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 91 કેસ કરીને રૂ. 9,10,000 નો દંડ કરવામાં આવ્યો છે.
વાહનનો ટેક્સ નહિ ભરનારને રૂ. 5.86 લાખનો દંડરૂપી ‘ટેક્સ’ ફટકારાયો
ટેક્સ વગર ચાલતા 9 વાહનો પર કેસ કરીને રૂ. 5,86,701 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 89 કેસ કરીને રૂ. 89,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફિટનેસ વિના દોડતા 57 વાહનો વિરુદ્ધ કેસ કરીને રૂ. 28,500, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર દોડતા વાહન વિરુદ્ધ 97 કેસો કરીને રૂ. 48,500, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ કરનાર વિરુદ્ધ 167 કેસો કરીને રૂ. 3,34,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત વીમા વગરના 47 વાહનો ઝડપી રૂ. 94,000