ગણપતી મંગલ મહોત્સવમાં ગીતા રબારીનું પુષ્પગુચ્છથી સન્માન
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વારા સિધ્ધિ વિનાયક ધામ ખાતે સિધ્ધી વિનાયક ધામ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેતા.ર સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચર્તુીના શુભ દિની ૧૧ સપ્ટેમ્બર સુધી ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાંથોસિધ્ધી વિનાયક ધામ ખાતે સુપ્રસિધ્ધ ગીતા રબારી અનેથોસાી કલાકારો ધ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી. અને વરસાદી માહોલમાં આ લોકડાયરાની રમઝટને શહેરીજનોએ મોડી રાત સુધી મનભરીને માણી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ગીતા રબારીનું પુષ્પગુચ્છી સન્માન ર્ક્યુ હતું. આ તકે રાજકોટના પ્રભારીથોપુષ્પદાનભાઈ ગઢવી, કમલેશ મિરાણી ,ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, બીનાબેન આચાર્ય,થોકૈલાશબેન ભંડેરી, વંદનાબેન ભારધ્વાજ, બીનાબેન મીરાણી સહીતના ઉપસ્તિ રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઈ રાઠોડ સહીત સાંસ્કૃતીક સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
ગીતાબેન રબારીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગભગ વિવિધ ઘણી જગ્યાએ ગણપતિનું આયોજન થતું હોય છે ત્યારે રાજકોટ ભાજપ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે. તેમાં આવીને હું રાજી થઈ છું. રાજકોટમાં મને ખુબ મજા આવે છે. નવરાત્રી પણ મેં અહીં કરી છે. હર મહિને એકાદ પ્રોગ્રામ રાજકોટમાં મારો હોય છે. રાજકોટનાં લોકો બહુ પ્રેમ આપે છે. રાજકોટમાં મને બહુ મજા આવે છે.
ધનસુખભાઈ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવયું હતું કે, ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અનેકવિધ કાર્યક્રમો બાળકો માટે, બહેનો માટે, યુવાનો માટે, વડિલો માટે તથા સાંસ્કૃતિક કાર્યક્રમ, રકતદાન કેમ્પ વગેરે કાર્યક્રમો યોજાઈ છે ત્યારે ગઈકાલે ગીતાબેન રબારીનો ડાયરો રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો છે. ૧૧ તારીખ સુધી અમારો આ કાર્યક્રમ છે. ૧ર તારીખે વિસર્જન છે ત્યારે રેસકોર્સનાં ગ્રાઉન્ડમાં રોજ ૧૫ થી ર૦ હજાર લોકો અહીં દર્શર્ને આવે છે અને પ્રસાદ પણ લે છે.