- લિવિંગ રૂમમાં ક્રિસ્ટલ ઝુમ્મરની લાઇટિંગનો ક્રેઝ વધ્યો
- ઘરને ગ્રીન પ્લાન્ટેશનથી ડેકોરેશન કરવાનો લોકોમાં ક્રેઝ
પ્રકાશ અને ઉજાસ નો પર્વ એટલે દિવાળી.દિવાળીની સિઝનમાં લોકો ઘરને બહાર અને અંદરથી સોળે સંગારે સજાવતા હોય છે. નુતન વર્ષા અભિનંદનના દિવસે લોકો એકબીજાના ઘરે જઈ અને સાલ મુબારક કરી. ઘરની શોભા ને નિહાળતા હોય છે. આજકાલ ઘરને બહારથી સજાવવા માટે લાઇટિંગથી લઈ વિવિધ રીતે ડિસ્પ્લે કરવામાં આવતી હોય છે.
તેમજ ઘરને અંદરથી સજાવા સારા સારા સોપીસ ફેન્સી લાઈટના જુમર, વોલઆર્ટ,સ્ટોન પેન્ટિંગ, ગ્રીન પ્લાન્ટેશન જેવી થીમ જેવી કે આર્ટિફિશિયલ ગ્રીન પ્લાન્ટ, ગ્રીન સ્ટીક,વેલ,બચીસ,નાના નાના ગ્રીન બોનઝાઈથીલીવીંગ રૂમ તથા બેડરૂમને સુંદર મજાના સજાવતા હોય છે. લોકો બજારમાં દિવાળીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
બેડરૂમ માટે બેડશીટ થી માંડી કર્ટન સુધીની તમામ વિવિધ કોલેટી ની ખરીદી કરી રહ્યા છે. લાઇટિંગ ઘરની બહારથી જ પ્રકાશ અને ઉજાસ નો સંકેત આપે છે ત્યારે લોકો લિવિંગ રૂમમાં મસ્ત મજાના ક્રિસ્ટલ ઝુમ્મર લગાવવાનું પસંદ કરે છે સાથોસાથ બેડરૂમ માં હેંગિંગ લાઈટ નો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.2 હજારથી લઈ 1લાખ સુધીના ઝુંમરની ખરીદી લોકો કરી રહ્યા છે.એક્સક્લુઝિવ તથા વન પીસ વસ્તુઓની ગ્રાહકો વધારે ખરીદી કરી રહ્યા છે.હાલ એક્સક્લુઝિવ વસ્તુઓમાં વોલ આર્ટથી લઈ સ્ટોન પેઇન્ટિંગ, ઈમ્પોર્ટેડ વસ્તુઓથી ઘરને શણગારે છે.ત્યારે અબતક દ્વારા દિવાળી પર્વમાં ઘરને શણગારવા પરનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો છે.
ગ્રાહકોમાં ફેન્સી હેંગિંગ લાઈટનો જબરો ક્રેઝ:ધ્રુમિલ કોટક
બંસી લાઈટના ધ્રુમિલ કોટકે જાણવ્યું કે, દિવાળીના તહેવારોમાં ગ્રાહકો ફેન્સી હેંગિંગ લાઈટની ખરીદી વધુ કરી રહ્યા છે. પ્રકાશ અને ઉજાસ નો પર્વ દિવાળી છે ત્યારે દિવાળીમાં લાઈટની મહત્વતા વધારે હોય છે ઘરની બહાર જ લાઈટિંગ થી શરૂઆત થતી હોય છે ત્યારે લિવિંગ રૂમ અને બેડરૂમમાં પણ હવે લોકો સરસ મજાના ઝુમ્મર થી લઇ અને વિવિધ ક્રિસ્ટલ લાઈટો લગાવી રહ્યા છે. એલીડીમાં મલ્ટી કલર આવતા લોકો વધારે ખરીદી કરી રહ્યા છે
રૂમના ઇન્ટિરિયર સાથે બેડ સેટના મેચિંગ ટ્રેન્ડ જોવા મળે છે:વિમલાબેન પટેલ
સ્લીપ વેલના વિમલાબેન પટેલે જણાવ્યું કે,દિવાળીના તહેવારોમાં લોકો ઘરમાં લિવિંગ રૂમ સાથે બેડરૂમને પણ સજાવતા હોય છે.બેડરૂમમાં ખાસ કરીને બેડ માટે બેડશીટ સાથે કમ્ફર્ટર મેચિંગ રાખે છે.તેમજ વિન્ડોમાં કર્ટન ખરીદી કરતા હોય છે.કમ્ફર્ટર રિવેસીબલ પસંદ કરે છે. રૂમના ઇન્ટિરિયર સાથે બેડ સેટ ને મેચિંગ કરવામાં આવે છે. મોડર્ન ડિઝાઇન સાથે સો ટકા કોટન ફેબ્રિક નો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રીમિયમ કેટેગરીની વોલઆર્ટથી ઘરને ડેકોરેટ કરવામાં આવે છે:સુજલ ચુડાસમા
હયોસા ડેકોર એસેસરીઝના સુજલ ચુડાસમાએ જણાવ્યું કે, લોકો પ્રીમિયમ કેટેગરીની વોલ આર્ટની વધુ ખરીદી કરી રહ્યા છે. સાતો સાત સ્ટોન પેઇન્ટિંગ ફ્રેમ્સ વગેરે દિવાલ પર લગાવતા હોય છે આજકાલ લોકોમાં ગ્રીન પ્લાન્ટેશનનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે એક્સક્લુઝિવ અને પ્રીમિયમ કેટેગરી ની વસ્તુઓ ની ખરીદી અમારે ત્યાંથી ગ્રાહકો કરે છે અમારી સિંગલ પીસની આઈટમ વધારે લોકો પસંદ કરે છે.નાની મોટી યુનિક વસ્તુઓથી લોકો પોતાના ઘરને શણગારી રહ્યા છે.