- સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ટીએમએસઆઇ દ્વારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું કરાયું સન્માન
- સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર સૌને સાથે રાખી વિકાસનો સેતુ રચવાની સમાજ સાથે રાષ્ટ્રની સેવા કરે છે: કમિશનર અમિત અરોરા
- આગામી જાન્યુઆરીમાં રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગીક મેળાના આયોજનની જાહેરાત કરતા ચેમ્બર પ્રમુખ નલીન ઝવેરી
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ટીએમએસઆઇના સંયુક્ત ઉપક્રમે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને રાષ્ટ્રપતિ ચંદ્રક મળતા કલેકટર અરૂણ મહેશ બાબુ અને મ્યુનીસીપલ કમિશ્નર અમીત અરોરાની વિશેષ ઉપસ્થિતિમાં એક ભવ્ય સન્માન સમારોહ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં કરવામાં આવેલ.
અતિથિ વિશેષ અરૂણ મહેશ બાબુએ જણાવેલ કે, રાજકોટ એક વિશિષ્ઠ નગરી છે. રાજકોટના લોકો ઉત્સવ પ્રિય છે. રાજકોટમાં વિધ-વિધ પ્રકારના વેપાર ઉદ્યોગો આવેલા આ શહેરે ઉત્પાદન ક્ષેત્રે વિશ્ર્વ લેવલે ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કર્યું છે. અહીના લોકો શાંતિપ્રિય તેમજ પ્રેમાળ છે. જ્યારે-જયારે રાજ્ય તેમજ રાષ્ટ્રને સહકારની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે અહીંના લોકો હમેશા અગ્રેસર રહ્યા છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યશૈલીની પ્રશંસા કરી.
મ્યુનીસીપલ કમિશ્નર અમીત અરોરાએ જણાવેલ કે, રાજકોટની જનતાનો અમોને કાયમી સહયોગ સાંપડ્યો છે. રાજકોટ શહેરે વિધ – વિધ ક્ષત્રો જેવા કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, એજ્યુકેશન વગેરે જેવા ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે. રાજકોટની જનતા શાંતિપ્રિય છે. તેમને સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ટુકાગાળામાં સમાજ ઉપયોગી કાર્ય કરીને વ્યાવસાયિકો જેવા કે ઉદ્યોગપતિઓ, વેપારીઓ, બિલ્ડરો, એન્જીનીયરો, ચાર્ટડ એકાઉન્ટ વગેરેને જોડતું એકમાત્ર સંગઠન જે રીતે કામ કરી રહ્યું છે લોકોના પ્રશ્નો ઉકેલી રહ્યું છે સરકાર તથા વ્યવસાયિકો વચ્ચે બ્રીજ બનીને સેવાકીય કાર્યો કરીને સમાજમાં એક આગવી છાપ ઉભી કરી છે તે ખુબ પ્રશંસનીય છે.
આ સન્માન સમારોહમાં જેમનું રાષ્ટ્રપતિ ચંદ્રક મળતા વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ તે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રતિભાવ આપણા જણાવેલ કે, આ સન્માન ભારત સરકાર તરફથી જે અધિકારીને મળે છે તે એના જીવનનો અમુલ્ય લ્હાવો હોય છે. તેઓએ રાષ્ટ્રપતિ ચંદ્રક વિશેની માહિતીઓ પૂરી પાડી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ આ તકે મારું સન્માન કરતા હું ખરેખર આનંદની લાગણી અનુભવું છું.
ધ માઈક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ નરેશ પંચાલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
પ્રમુખ સ્થાનેથી બોલતા નલીન ઝવેરીએ જણાવ્યું હતું કે, રાજકોટ હર-હમેશ અઘીકારીઓની બાબતમાં નસીબદાર રહ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ કે જેઓની ભારત સરકારે રાષ્ટ્રપતિ ચંદ્રક આપીને સન્માન કરેલ છે. તેની સેવાનો લાભ રાજકોટને મળવાનો છે. તેઓએ ટુકાગાળામાં ગુનાખોરી તથા ટ્રાફિકના પ્રશ્નોની બાબતમાં લીધેલા પગલાઓ ખરેખર પ્રસંસનીય છે.
તેઓએ કલેકટર તેમજ મ્યુનીસીપલ કમિશ્નરની કામગીરીની પ્રસંસા કરી હતી. આ તકે જાહેરાત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ટીએમએસઆઇના સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોમાં જાન્યુઆરી 2023ના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય લેવલનો ઇલેક્ટ્રિક વ્હીકલ તથા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને આવરી લેતો ઔદ્યોગિક મેળો એનએસઆઇસીના વિશાળ પરિસરમાં યોજવાની જાહેરાત કરી હતી. જેની તૈયારીઓની આખરી ઓપ અપાઈ રહી છે.
આ કાર્યક્રમના આયોજનમાં સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, લધુઉદ્યોગ ભારતી, લોધિકા (મેટોડા) જીઆઇડીસી, રાજકોટ એન્જીનીયરીંગ એસોસિયેશન, આજી, જી, આઈ. ડી.સી., લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, હડમતાલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન વગેરેનો ખુબ જ સહકાર સાંપડ્યો છે. ઉદ્યોગકારોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે આ ઔદ્યોગિક મેળામાં દેશ-વિદેશના અસંખ્ય નામી- અનામી ઉદ્યોગકારોએ આવવાની તૈયારી બતાવી છે.
સન્માન સમારોહના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સંજય લાઠીયાએ કરેલ. આભારવિધિ ટીએમએસઆઇના જો. સેક્રેટરી વિનું નાયરે કરેલ. આ કાર્યક્રમમાં સાપર વેરાવળના રમેશભાઈ ટીલાળા, નરેશભાઈ શેઠ, યશભાઈ રાઠોડ, રમેશભાઈ વોરા, મનીષભાઈ મઢેકા, સ્મિતભાઈ પટેલ, જયસુખભાઈ ઘોડાસરા, હરેશભાઈ સોની, સી.એ. જીગ્નેશ રાઠોડ, જગદીશભાઈ કોટડીયા, ગણેશભાઈ ઠુંમર આઇએમએનાં ડો. સંજય ભટ્ટ વગેરે રાજકોટના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના, સ્મિતભાઈ પટેલ, જીતેન રવાણી, રાજેશભાઈ રાણપરીયા, યશ રાઠોડ, ફેનિલ મહેતા, જયસુખ આડેસરા, મૌકતિક ત્રિવેદી, ગિરીશ ઠોસાણી, જીતેન ઘેટીયા, ડો. ભાવેશ સચદે, રિતેશ પાલા, સુરેશ પટેલ, મેહુલ મેહતા, હરેશ સોનપાલ, અશ્વિન સખીયા, સંજય મહેતા, જીતેન્દ્ર પરમાર, મહેશ સોનપાલ વસુભાઈ લુંધ, હસમુખ કોટેચા, વિનુભાઈ વેકરીયા, લક્ષ્મણભાઇ સાકરીયા, કમલેશભાઈ આંબલીયા, નલિન આસોડીયા, ધવલ મહેતા, સંદીપ દવે, પ્રણવ પરીખ, ચંદ્રશ ઇન્દ્રોડીયા વેગેરેએ જહેમત ઉઠાવેલ છે.