બાળકના હૃદયને ટ્રાન્સપ્લાન્ટ માટે હવાઈ માર્ગે એરપોર્ટ સુધી લઈ જવા ગ્રીન કોરીડોર માર્ગનો સૌપ્રમવાર કરાયો ઉપયોગ : આર્મીમાં જોડાવાના સ્વપ્ન સેવતા આશાસ્પદ તરૂણે માર્ગ અકસ્માતના દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો: સાત વ્યક્તિઓને મળશે નવજીવન
શહેરમાં અંગદાનની જાગૃતિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટ શહેરમાં નોંધાયું છે. જેમાં રાજકોટી સૌપ્રમ વખત ધબકતું બાળકનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે હવાઈ માર્ગે અમદાવાદ મોકલાયું છે. શહેરની બી.ટી.સવાણી હોસ્પિટલી હૃદયને એરપોર્ટ સુધી પહોંચાડવા માટે પણ શહેરના હોસ્પિટલના સર્જનો અને સ્પેશીયલ મેડિકલ વાનની મદદ લઈ બી.ટી.સવાણી હોસ્પિટલી એરપોર્ટ સુધી તૈયાર કરાયેલા ગ્રીન કોરીડોર માર્ગનો પણ પોલીસ બંદોબસ્તમાં સૌપ્રમવાર ઉપયોગ કરી બાળકના હૃદયને હવાઈ મક સુધી પહોંચાડવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટી પણ હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોરનો ઉપયોગ કરવામાં આવશે. ભવિષ્યમાં પિતાની જેમ આર્મીમાં જોડાવાના સ્વપ્ન સેવતા આશાસ્પદ દાનવીર તરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા બાદ સાત વ્યક્તિઓને અંગદાન કરી નવજીવન આપ્યું.
રક્તદાન, ચક્ષુદાન બાદ અંગદાન માટે પણ લોકોમાં જાગૃતિ સેવાઈ રહી છે. અનેક લોકો જીવીત અવસમાં જ પોતાના મૃત્યુ બાદ અંગોનું દાન કરવાનો સંકલ્પ કરી માનવ જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડે છે. તેવી જ રીતે પોરબંદર રહેતા નિવૃત્ત ફોજી સાજણભાઈ મોઢવાડીયાએ પોતાના ૧૪ વર્ષના પુત્ર જય મોઢવાડીયાનું અકસ્માતમાં બ્રેઈન ડેડ બાદ હૃદય સહિતના અંગોનું દાન કરી અંગદાન માટેનું ઉદાહરણ પૂરું પાડયું છે.
શહેરની બી.ટી.સવાણી હોસ્પિટલી સવારે ૫ કલાકે હવાઈ માર્ગ દ્વારા જય મોઢવાડીયાના હૃદય સહિત સાત અંગો અમદાવાદ સીન્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઐતિહાસિક ઘટનામાં શહેર પોલીસે પણ રાજકોટી સૌપ્રમવાર હૃદયનું સ્ળાંતર વાનું હોય માટે જે મેડિકલ વેનમાં હૃદયનું સ્ળાંતર કરવાનું હતું તેને એરપોર્ટ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર તૈયાર કરાયો હતો.
જાણવા મળતી વધુ વિગત મુજબ પોરબંદરમાં રહેતા જય મોઢવાડિયા બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાં રજા દરમિયાન પોતાના વતન પોરબંદર આવી ૧૬મીએ ફાધર્સ ડે ઉજવ્યા બાદ ૧૭મીએ પોરબંદરમાં ચાલીને જતો હતો તે દરમિયાન બાઈકની ઠોકર લાગતા બેભાન ઈ ગયો હતો જેને પોરબંદર બાદ અહીં બી.ટી.સવાણી હોસ્પિટલમાં સારવાર ર્એ ખસેડાયો હતો. જ્યાં તબીબોએ ૧૯મીએ જય મોઢવાડીયાને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. પરંતુ જયનું હૃદય ધબકતું હોય જેી નિવૃત્ત ફોજી પિતા સાજણભાઈએ પુત્રના હૃદય સહિત અન્ય અંગોનું દાન કરી અન્ય લોકોને નવજીવન આપવાનો નિર્ણય કર્યો હતો.
જેના માટે તંત્રએ પણ તૈયારીઓ બતાવી તેમનો સાથ આપ્યો હતો.
જય મોઢવાડીયાના ઓર્ગન ડોનેશનનો નિર્ણય લેવામાં આવતા ડો.દિવ્યેશ વિરોજા, ડો.ગૌરાંગ વાઘાણી, ડો.ધવલ પટેલ અને ડો.દિગ્વિજયસિંહ જાડેજા સહિતની ટીમ હાજર રહી હતી. સાો સા પોલીસ અને એરપોર્ટ ઓોરીટી સો સંકલન કરી હૃદય ટ્રાન્સપ્લાન્ટની પ્રમ ઘટનાને ઐતિહાસિક અને યાદગાર બનાવી હતી.
ત્રણ કલાકના જટીલ ઓપરેશન બાદ અંગદાતા જય મોઢવાડિયાનું હૃદય એરપોર્ટ ચાર્ટડ પ્લેન સુધી ગ્રીન કોરીડોર દ્વારા પોલીસની મદદ થતા સંકલની અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. અમદાવાદમાં આ તમામ અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન દ્વારા ચાર જેટલા દર્દીઓને નવજીવન મળ્યું છે. આ ઉપરાંત જયની બન્ને આંખો પણ રાજકોટમાં કણસાગરા આઈ બેંકના બે દર્દીઓને દાન કરવામાં આવી છે.
આ ઐતિહાસિક હૃદય ટ્રાન્સપ્લાન્ટની સમગ્ર પ્રક્રિયામાં બી. ટી. સવાણી હોસ્પિટલના ટ્રસ્ટી તથા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટની ટીમ તથા અન્ય સેવાભાવી વ્યકતિઓએ ૧૫ કલાકથી પણ વધારે મહેનત કરી આજ સવારે હૃદય સહિતના અન્ય અંગોને ગ્રીન કોરીડોરનો ઉપયોગ કરી એરપોર્ટ ખાતે પહોંચાડવામાં સફળતા હાસીલ કરી હતી.
દાનવીર જય મોઢવાડીયાને પિતાની જેમ આર્મીમાં જોડાવવાનું સ્વપ્ન હતું
શહેરમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટની ઐતિહાસિક ઘટનાના દાનવીર જય મોઢવાડીયાના પિતા સાજણભાઈએ દેશની સેવા માટે આર્મીમેન તરીકે ફરજ બજાવતા હતા. પોતાના પુત્રના બ્રેઈનડેડ બાદ અંગદાનનો નિર્ણય લઈ માનવ જનજાગૃતિનું ઉદાહરણ પૂરું પાડયું છે. સાો સા જય મોઢવાડીયા બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરી પોતાના પિતાની જેમ આર્મીમાં જોડાવા સ્વપ્ન સેવતો હતો.
હૃદય ટ્રાન્સપ્લાન્ટ સો અન્ય અંગોનું પણ દાન કર્યું
અકસ્માતમાં ઘવાયેલા તરૂણ જય મોઢવાડીયાને શહેરની હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ હૃદય ટ્રાન્સપ્લાન્ટના ઐતિહાસિક નિર્ણય સો જય મોઢવાડિયાના અન્ય અંગે જેવા કે, કિડની, લીવર અને શ્ર્વાદુપિંડ પણ હવાઈ માર્ગ દ્વારા અમદાવાદ સીન્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું. જ્યારે જય મોઢવાડીયાની બન્ને આંખો શહેરની કણસાગરા આઈ બેંક ખાતે દાન કરી બે દર્દીઓને દ્રષ્ટી અર્પણ કરી હતી.