વર્તમાન સમયમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડના દર્દી અને ઓક્સિજનના બાટલા મળતા નથી, દવાખાનામાં જગ્યા નથી મળતી ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પોતાના મત વિસ્તારમાં લોકોને વેક્સિન લીધા બાદ ઈંધણમાં રૂા.1ના વળતરની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા લોકોની સેવા કરવા માટેનું આ ઉત્તમ પગલુ હાથ ધર્યું છે. તેઓએ અગાઉ 20,000 ટેસ્ટીંગ મેળવીને તેમાંથી 10,000 તેમના મત વિસ્તારના લોકો માટે પણ ફાળવી હતી. તેવી જ રીતે હવે ગઢકા ખાતે 1 થી 10 મે રસી મુકાવનાર લોકોને ઈંધણમાં રૂા.1નું ડિસ્કાઉન્ટનો નિર્ણય કર્યો છે.
આજથી 18 થી 45 વર્ષની વયના લોકોને વેકિસન માટેનું રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુતપ બોદર દ્વારા પોતાના ગામ ગઢકા ખાતે 1 થી 10 મે દરમિયાન જે લોકો રસી મુકાવશે તેઓને પેટ્રોલ, ડિઝલ અને ગેસમાં રૂા.1નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ ભુપત બોદર દ્વારા આવી અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી અને પોતાના ગામમાં અને મત વિસ્તારમાં ટેસ્ટીંગ કીટો સહિતની કોરોનાની સારવાર માટેની ચીજવસ્તુઓ હોસ્પિટલોને દાનમાં આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર દ્વારા પોતાના મત વિસ્તારમાં આ જાહેરાત કરતા વેકિસનેશન ઉપર લોકો વધુને વધુ ધ્યાન દઈને વેકિસન મુકાવે તેવો પ્રયત્ન છે. હાલ જે આયોજન કરવામાં આવ્યું છે તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, હાલ આ વ્યવસ્થા માત્ર તેમના મત વિસ્તારના ગામો માટે જ છે, નહીં કે અન્ય ગામો માટે. સેવા એ જ સંકલ્પ પણ ખરા અર્થમાં સાર્થક થઈ રહી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ઓક્સિજનના બાટલા માટે જેને જરૂરીયાત હશે તેના માટે પણ હુ ખડેપગે જ છું અને મદદ પણ કરીશ.