રાજકોટ: કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો, વૈજ્ઞાનિકો-ડોકટરો સતત પ્રયાસમાં જુટાયા છે. કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં કાળો આતંક વરસાવી દીધો છે. ત્યારે આવી સ્થિતીમાં લોકોને બાહર ન જવુ પડે તે માટે જન્મ અને મરણ નોંધણીની પ્રક્રીયા હાલ રાજ્ય સરકારના વેબ પોર્ટલ eOlakhમાં કરવામાં આવે છે. આ નોંધણીની પ્રક્રીયા સંપુર્ણ Online છે, જેથી દરેક હોસ્પીટલ દ્વારા બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ આજ પોર્ટલમાં કરવામાં આવે છે.
હાલની પરિસ્થીતીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલમાંથી જાહેર જનતાને ધરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો Online ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવેલ છે. જે સુવિધા 1 ઓકટોબર 2020થી તમામ નોંધણીમાં લાગુ પડશે. જે સેવામાં પ્રમાણપત્ર ફક્ત ડાઉનલોડ કરી શકાશે, જેમાં કોઇ સુધારા કરી શકાશે નહી. આ સુવિધાનો લાભ આજથી જ શરૂ કરવામાં આવેલ છે.
આ સુવિધાનો લાભ લેવા નીચે મુજબ પ્રક્રીયા ફોલો કરવી પડશે
•WWW.EOLAKH.GUJARAT.GOV.IN સાઇટ મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરવાની રહેશે.
•આ સાઇટ ઓપન કરતા હોમ પેઇજ પર સિટીઝન સેન્ટર માથી ડાઉનલોડ સર્ટીફીકેટ માં ક્લીક કરવાનું રહેશે.
•ત્યારબાદ જે પ્રમાણપત્ર જોઇતુ હોય તે સિલેક્ટ કરવાનું જેમ કે બર્થ અથવા ડેથ.
•સિલેક્ટ કર્યાબાદ કેવી રીતે શોધવુ જેમ કે મોબાઇલ નંબર અથવા એપ્લીકેશન નંબર આ પૈકી કોઇ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે.
•ત્યારબાદ નીચે વિગત બતાવશે જેમાં ડાઉનલોડ કરવાનો ઓપશન આવશે, જે ડાઉનલોડ કર્યેથી આપનું પ્રમાણપત્ર મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં તૈયાર હશે.
આપનો રજીસ્ટર મોબાઇલ નંબર હોસ્પીટલમાં ચોક્કસ દાખલ કરાવવો અથવા હોસ્પીટલ પાસેથી એપ્લીકેશન નંબર મેળવી લેવો જેથી ડાઉનલોડ કરવામાં સરળતા રહે.