પતંગ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો: દેશ-વિદેશના ૫૦૦ પતંગવીરો ઉત્સાહભેર જોડાયા
રાજકોટ મહાનગરપાલિકા તા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયા હતા. જેનું દિપ પ્રાગટ્ય સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કર્યું હતુ.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે રાજકોટની ઉત્સવપ્રિય અને ઉત્સાહિત જનતા જેમ દરેક ઉત્સવમાં ભાગ લે છે તેમ આ ઉત્સવમાં પણ ભાગ લે તેવી મારી શુભકામના છે અને દિવસભર ખુબ જ સારી રીતે પતંગ ઉડાડે તેવી શુભેચ્છા તેમણે પાઠવેલ.
આ પ્રસંગે અધ્યક્ષ સનેી બોલતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે, મકરસંક્રાંતિના તહેવારનું ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે.
પ્રવાસન દ્રષ્ટિએ રાજકોટ શહેર રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીએ મહત્વનું સન પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે વર્ષભર આવા અનેકવિધ કાર્યક્રમોનું સતત આયોજન તું રહે છે. રાજકોટ ખાતે સતત બીજા વર્ષે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પ્રવાસન વિભાગના સહયોગી આયોજન કરવામાં આવેલ છે. આ પતંગ મહોત્સવમાં ભારતભરમાંી મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરેલા, વેસ્ટ બેંગાલ, આસામ, સહિતના ૧૮ રાજ્યોના ૯૬ જેટલા પતંગવીરો, કમ્બોડિયા, લેટવિયા, કોરિયા, ઈસ્ટોનિયા, લેબેનોન, મલેશિયા, નેધરલેન્ડ, તુર્કી, સિંગાપોર, સ્વીઝરલેન્ડ, ઇઝરાયેલ, બ્રાઝિલ સહિતના ૪૪ દેશના અંદાજે ૧૫૦ી વધુ પતંગવીરો અને ગુજરાતના અંદાજે ૨૯૦ જેટલા પતંગવીરો ભાગ લઇ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે તે વખતે રાજ્યના જુદા જુદા શહેરોને પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો લાભ મળતો રહે તે માટે રાજ્યના જુદા જુદા શહેરોમાં તહેવારોની ઉજવણી કરવાનું નક્કી કરેલ. તે મુજબ ચાલુ સાલે રાજ્યના અમદાવાદ, રાજકોટ, અરવલ્લી, સુરત, ડાકોર, ગાંધીધામ, જામનગર, વડોદરા, દ્વારકા સહીતના જુદા જુદા શહેરોમાં ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રાજકોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર ભાગ લે તેવી શુભકામનાઓ પાઠવેલ. તેમજ આગામી તા.૧૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ફૂલ મેરેોનમાં પણ લોકો ઉત્સાહભેર ભાગ લે તેવું આમંત્રણ પાઠવ્યું હતું.આ પ્રસંગે સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કરેલ જયારે સમાજ કલ્યાણ સમિતિના વાઈસ ચેરમેન અંજનાબેન મોરજરીયાએ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરેલ.
આભારદર્શન સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરે કરેલ. ઉપસ્તિ મહેમાનોએ ત્રિરંગા ફુગ્ગાઓ ગગનમાં છોડી પતંગ ઉત્સવને ખુલ્લો મુકેલ. જેને ઉપસ્તિ સૌએ હર્ષની કીકીયારીી વધાવી લીધેલ.મેયર ડો. જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ તા ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, અશ્વિનભાઈ ભોરણીયા, દેવુબેન જાદવ, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, અંજનાબેન મોરજરીયા, શહેર ભાજપના અગ્રણી મયુરભાઈ શાહ, રાજેન્દ્રસિંહ ઝાલાતા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્તિ રહ્યા હતા.