ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિત્તે ૧પ૦ મીનીટની નાટયાંજલિ
ગાંધી વિચારથી આકર્ષાય ભારતમાં રહેનાર મેડેલીન – મીરાંના જીવનની જાણવા જેવી દાસ્તાન: ૩ર કલાકારોની વિશાળ ટીમ: સંગીત નાટય અકાદમીનો વિશેષ સહયોગ: ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત
મહાત્મા ગાંધીજીના જન્મના ૧૫૦માં વર્ષની અનુલક્ષીને રાજકોટના કલાકારોએ તૈયાર કરેલા નાટયપ્રયોગ રંગી મોહન કે રંગનું મંચન તા.૮મી ફેબ્રુઆરીએ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ વાગ્યે થશે. ગુજરાતી રંગભૂમિ પર જે વિષય પર કયારેય કામ નથી થયું એવા આ નાટકના નિર્માણ અને મંચન માટે ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી, ગાંધીનગરે આર્થિક સહાય કરી છે. નાટકનું નિર્માણ અને મુળ વિચાર બન્ને અપૂર્વ છે. રાજકોટના નાટયરસિકો, ગાંધી પ્રેમીઓએ આ પ્રયોગને અનન્ય પ્રતિસાદ આપ્યો છે. નાટક પ્રયોગ પહેલા દીપ પ્રાગટય પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ કરશે. જયારે એકેડેમીના અઘ્યક્ષ પંકજ ભટ્ટ પણ ઉ૫સ્થિત રહેશે. મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, ગુણવંતભાઇ ડેલાવાળા પણ આ પ્રસંગે હાજર રહેશે.
ગાંધીજી જયારે અંગ્રેજી સરકાર સામે લડવાની શરુઆત કરી ચૂકયા હતા. અસહકાર આંદોલન અને જલિયાંવાલા બાગ જેવી ઘટનાઓ તો બની પણ ગઇ હતી. ત્યારે ઇગ્લેન્ડમાં આર્મીના એડમિરલના પરિવારમાં જન્મેલી અને ત્યાં જ ઉછરેલી યુરોપિયન ક્ધયા મેડેલીનસ્લેડ ગાંધીને મળ્યા વગર સત્ય અહિંસા, અપરિગ્રહ જેવા એમના વિચારને અનુસરીને ભારત આવી ગઇ હતી. ૧૯૨૫ થી છેક ૧૯૫૭ સુધી એટલે કે કુલ ૩૪ વર્ષ એ ભારતમાં રહી આ વસવાટ દરમિયાન એમણે ગાંધી વિચારને અનુસરીને અસ્પૃશ્યતા નિવારણ માટે કામ કર્યુ સ્વાતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો. મહિલાઓની ચળવળની આગેવાની પણ લીધી પોતાના જ વતનની સરકાર સામે લડત માંડી જાહેર જીવનની સાથે એ આંતરિક રીતે મન અને આત્મીયતાથી પણ બાપુ સાથે જોડાયેલા રહ્યા. બાપુ અને એમના સંબંધો વિશે અનેક દ્રષ્ટિકોણ છે. એમનો પત્રવ્યવહાર પણ ઘણો જાણીતો છે.
આ બધી બાબતોનો આવરી લઇને આ નાટયપ્રયોગ રંગી મોહન કે રંગ તૈયાર કરાયો છે. ખરું સ્વરાજ, સ્ત્રી સશકિતકરણ, સ્વચ્છતા કાંતણ પ્રવૃતિ જેી વાતો આ નાટકમાં છે. આજે પણ જે પ્રસ્તુત છે. એવા ગાંધવિચારને આ નાટકમાં લેવાયો છે મીરાબહેન ભારત આવ્યા ત્યારથી એમના મૃત્યુ સુધીની ઘટનાઓનું સરસ મંચન થયું છે.
આખા પ્રયોગ અંગે જવલંત છાયા કહે છે કે આ વિષય પર ઘણું લખાયું છે કોઇએ નાટયપ્રયોગ કર્યો હોય એવું અમારા ઘ્યાનમાં નથી અહીં અમે કોઇ જ એવી વાત લીધી નથી જે વિવાદાસ્પદ હોય, ગાંધીજી અને મીરાબહેનના સંબંધોનું ઊંડાણ અને ઉંચાઇ બન્ને ઘ્યાનમાં લઇને વાત મુકાઇ છે. ક્રિએટિવલીબટીના નામે કોઇ છેડછાડ કરી નથી. ગાંધીજી વિષે જે અધિકૃત સાહિત્ય ઉપલબ્ધ છે એના ઉપયોગ થકી જ આખી કૃતિ તૈયાર થઇ છે અને મુળ હેતુ આજે પણ ઉપયોગી એવા ગાંધી વિચારને નવી પેઢી સુધી લઇ જવાનો છે.
આ નાટકને લોકો સુધી પહોચાડવામા દિગ્દર્શન રક્ષિત વસાવડા, સહાયક દિગ્દર્શક હર્ષિત ઢેબર અને કળા નિર્દેશક કેયુર અંજારીયાનું અત્યંત અગત્યનું યોગદાન અને વીઝન છે. ૩૦ થી વધુ કલાકારો છેલ્લા દોઢ મહીનાથી નાટકને સફળ બનાવવા માટે જહેમત કરી રહ્યા છે.પાંચ વર્ષ ના બાળકથી લઇને ૫૮ વર્ષના વ્યકિત આ ટીમમાં એને એક તાંતણે બાંધી અલગ અલગ પાત્ર આપી અભિયન કરાવવો, દ્રશ્યોની ગુંથણી કરવી એ કામ પડકારરુપ છે. રક્ષિત વસાવડાએ એ પડકાર નિભાવ્યો છે. તો મંચ પર યુરોપ, સાબરમતિ આશ્રમ, ટ્રેન, સ્ટીમર, વગેરે દ્રશ્યો જીવંત ખડાં કરવાનું મહામહેનત અને કુશળતાનું કામ કેયુર અંજારીયાએ કર્યુ છે. હર્ષિત ઢેબર અને કાનન છાયાએ પણ આ કામમાં અગત્યનું પ્રદાન કર્યુ છે. હૈદરાબાદ વસતા રાજકોટના યુવાન ફલક છાયાએ સરસ સંગીત આ પ્રયોગ માટે તૈયાર કરી આપ્યું છે. રાકેશ કડીયાનો મેકઅપ, ચેતન ટાંક અને ચેતસ ઓઝાએ લાઇટીંગનો મોરચો સંભાળ્યો છે. એ ઉપરાંત સ્ટેજ પર પ્રથમ વખત જ આવતા નવા કલાકારો પણ છે. ગાંધીજીની ભુમિકા રક્ષિત વસાવડા અને મીરાબહેનની ભુમિકામાં ગ્લોબલ સ્કીલ એકેડેમીના અભિનયના વર્ગમાં તાલીમ લેનાર શિક્ષિકા સોાના કારીયા છે. ૩ર કલાકારોનું મોટું વૃંદ આ કાર્ય કરવા જઇ રહ્યું છે. ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીએ આ શોને સહાય કરીને રાજકોટના કલા જગતને પ્રોત્સાહન આપ્યું છે તો ગાંધીજીને પણ યશોચિત અંજલી આપવામાં નીમીત બની છે.
રંગી મોહન કે રંગ નાયટપ્રયોગ નિશુલ્ક છે. પરંતુ એક સપ્તાહની એના માટેના પાસનું વિતરણ કરાયું છે. જેમને સફેઇ પાસ મળ્યા છે. એમણે ટાગોર માર્ગના દરવાજેથી પ્રવેશ લઇને ઉપર જવાનું રહેશે. જેમના પાસમાં સીટ નંબર લખેલા છે એ નિમંત્રીતા માટેનો પ્રવેશ વિરાણી હાઇસ્કુલની દિવાલ વાળી શેરીમાંથી દરવાજા નંબર-ર રહેશે.