શહેરભરમાં મહિલાઓ અને યુવતીઓ પર થતા અત્યાચારને ડામવા માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજા યાદવની સૂચના પગલે વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શિશુ મંદિર શાળાની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ અપાઈ
જ્યારે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શિશુ મંદિર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ આપવામાં આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સૂચના અનુસાર પીઆઈ બી.એમ.ઝણકાટ તથા પૂર્વ વિભાગ શી ટીમના ડબલ્યુપીએસ જાગૃતિબેન, સુજાતા બેન સહિતનાઓએ કડવીબાઇ વિદ્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં 1500થી પણ વધુ વિદ્યાર્થિનીઓને શી ટીમની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સાથે પોલીસની ટીમ અને શી ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા સાઈટ પર અજાણ્યા ઇસમો સાથે મિત્રતા કે કોઈ પણ ઓનલાઇન લિંક ખોલતા પહેલાં સાવચેતી રાખવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
તો અન્ય કાર્યક્રમમાં “સુરક્ષા સેતુ સોસાયટી” અંતર્ગત “રાજકોટ શહેર પોલીસ” દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિતર અંતર્ગત સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયની 200 વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે કામગીરી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પોલીસ દ્વારા આ તમામ વિદ્યાર્થિનીઓને કરાટેની તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત તાલીમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીનીઓ દ્વારા કરાટેનો ડેમો રાખવામાં આવ્યો હતો.