પ્રદ્યુમનપાર્ક ઝૂમાં વસવાટ કરતી સ્વાતી નામની સિંહણે સિંહ બાળને જન્મ આપ્યો: પ્રાણી સંગ્રહાલયમાં સિંહની સંખ્યા 15 એ પહોચી
રાજકોટનું ઝૂ જાણે એશિટા ટીક લાયનનું બીજ ુ ઘર બની ગયુય હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 31 વર્ષમાં રાજકોટના આંગણે 50 સિંહ બાળનો જન્મ થયો છે. ફરી એકવાર પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહ બાળનો કીલકીલાટ સંભળાય રહી છે. સિંંહણ સ્વાતીએ ગત રવિવારે એક સિંહ બાળને જન્મ આપ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતુ કે
એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા તા.12ના રોજ એક સિંહ બાળ જન્મ આપ્યો હતો. માતા સ્વાતી દ્વારા બચ્ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.
સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. અગાઉ તા.24/09/2014ના રોજ સિંહ નર નીલ સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્મ આપ્યો હતા.
સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ5ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ5તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સામાં એક બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ-01નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા 15 થઇ છે. જેમાં પુખ્ત નર-5, પુખ્ત માદા-9 તથા એક બચ્ચાનો સમાવેશ થાય છે.
વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્વના બીજી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ – પંજાબ, લખનવ ઝૂ, ભીલાઇ ઝૂ – છતીસગઢ, અમદાવાદ ઝૂ, સક્કરબાગ ઝૂ – જુનાગઢ વિગેરેનો સમાવેશ થાય છે.
હાલ ઝૂ માં જુદી જુદી 60 પ્રજાતિઓનાં કુલ-525 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદ્યુમન પાર્ક ઝૂ માત્ર રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રભરમાં સહેલાણીઓ માટે એક હોટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. વર્ષ દરમિયાન 7.50થી પણ વધુ મુલાકાતીઓ ઝૂ માં ફરવા માટે આવે છે. હાલ ઝૂ માં અલગ-અલગ પ્રાણીઓને લાવવા માટે પાંજરા બનાવવામાં આવી રહ્યાં છે. એશિયાટીક લાયન બ્રિડિંગ સેન્ટરની માન્યતા ધરાવતું રાજકોટ ઝૂ સિંહોને અનુકૂળ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 31 વર્ષમાં 50 સિંહબાળનો જન્મ થયો છે. આટલું જ નહિં તાજેતરમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે પણ બચ્ચાને જન્મ આપ્યો હતો. રાજકોટ ઝૂમાં જન્મેલા સિંહો હાલ મૈસૂર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ, લખનઉં ઝૂ, ભિલાઇ ઝૂ, અમદાવાદ ઝૂ અને શક્કરબાગ ઝૂ ની શોભા વધારી રહ્યાં છે. આગામી દિવસોમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે હિપોપોટેમસનું પણ આગમન થશે. દરમિયાન બજેટમાં ઝૂની પાછળના ભાગે આવેલી જમીન પર વિશાળ લાયન સફારી પાર્ક બનાવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કયાં વર્ષ કેટલા સિંહબાળનો જન્મ
સંખ્યા | વર્ષ | સંખ્યા | વર્ષ |
1992-93 | 2 | 2011-12 | 9 |
2004-05 | 2 | 2013-14 | 5 |
2006-07 | 1 | 2014-15 | 10 |
2007-08 | 7 | 2016-17 | 3 |
2008-09 | 6 | 2022-23 | 1 |
2009-10 | 4 | કુલ | 50 |