સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્ટાર રેન્કીંગ માટે શહેરીજનોને સહકાર આપવાની અપીલ કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની
રાજકોટ શહેર ઝીરો વેસ્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. મહાપાલીકાએ સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્ટાર રેન્કીંગમાં ભાગ લેવાની છે ત્યારે શહેરીજનો પૂરતો સહકાર આપે તેવી મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ અપીલ કરી છે.
રાજકોટમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ એકત્રીત કરવામાં આવે છે.આ વિષયપર રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની દ્વારા અબતકને વિશેષ માહિતી આપવામાં આવી હતી જે અંતર્ગત કમિશ્નરે અબતકને જણાવ્યુ હતુ કે પહેલા રાજકોટના વિવિધ વિસ્તારોમાં મોટી મોટી કચરાપેટીઓ રાખવામાં આવતી હતી. જેમાં સૂકો અને ભીનો કચરો એકી સાથે ઠલવવામાં આવતો હતો. આ ઉપરાંત તેમાં મચ્છરોનો ઉપદ્રવ પણ થતો હતો. અને ઢોર પણ પ્લાસ્ટીક કે બ્લેડ જેવી વસ્તુઓ ગળી જતા મૃત્યુ પામતા હતા ત્યારે હવે હાલના સમયમાં કોર્પોરેશન દ્વારા સૂકો કચરો તેમજ ભીનો કચરો અલગ અલગ એકત્રીત કરવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા બધા ફાયદાઓ છે.
રેસકોર્ષ, રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સપોર્ટેશન અને ૮૦ ફૂટ રોડ પર ભીના કચરામાંથી કમ્પોસ્ટ બની રહ્યા છે. શહેરમાં ૨૦ ટનથી વધુ આશરે કમ્પોસ્ટ બની રહ્યું છે.ભીનો કચરો અને સૂકો કચરો ભેગો થઈ જવાથી તેનો નિકાલ કે નિરાકરણ શકય બનતુ નથી. પરંતુ આ બંને કચરાનો અલગ નિકાલ થાય તો સરળતાથી તેનો લાભ લઈશ શકાય એમ છે. સૂકો કચરો ડાયરેકટ મટીરીયલ રીકવરી ફેસીલીટીમાં જાય છે.જે રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સપોર્ટેશન ખાતે ૧૫ ટન અને એ સિવાય બીજો ૧૫ ટન એમ ટોટલ ૩૦ ટનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સૂકા કચરામાંથી ૮ પ્રકારનું અલગ અલગ પ્લાસ્ટીક બને છે. જેમાં લાકડા, કાચ અને બધી જ વસ્તુઓ અલગ અલગ કરવામા આવે છે. જેમાંથી ૧૫૫૦ રૂપીયા જેટલું પ્રતિટન કોર્પોરેશનને આવક પણ થાય છે. આમ સૂકા કચરા અને ભીના કચરાને અલગ કરવાથી આપણું શહેર ઝીરો વેસ્ટ સીટી તરફ આગળ કૂચ કરી રહી છે. પહેલા બધા જ વેસ્ટ કચરાને નાકરાવાડી સુધી લઈ જવામાં આવતો હતો.
જેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ૧૫ કરોડથી વધારે થતુ હતુ અત્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછું થઈ ગયું છે. કારણ કે એ વેસ્ટમાંથી આપણે ખાતર બનાવીએ છીએ અને રીસાયકલીંગ કરીએ છીએ. પહેલા કચરા વીણતા લોકોને પણ સૂકો કચરો અને ભીનો કચરો એકી સાથે હોવાથી રોગ થતા હતા હવે એ વસ્તુ થતી નથી. આમ, સુકો કચરો અને ભીનો કચરો અલગ થવાથી કોર્પોરેશન તેમજ લોકોને પણ ઘણો ફાયદો થયો છે.
જે આપણા માટે આનંદનો વિષય છે. લોકોને હું વિનંતી કરીશ કે ભીનો કચરો અને સૂકો કચરો અલગ નાખે. આ ઉપરાંત લોકોના ઘરે જો બેટરી હોય, ડેન્જરસ વસ્તુ, હાઝર્ડસ વસ્તુ હોય, સેનેટરી નેપકીન, ડાયપર આવી વસ્તુઓને ડબ્બો રાખવામાં આવ્યો છે. તેમાં નાખવું જેથી સરળતા રહે. આમ રોગચાળો પણ ઓછો થાય છે. ચેપ પણ લાગતો નથી. પ્રાણીઓને પણ નુકશાન પહોચતુ નથી.
કોર્પોરેશને ૩ આર ઉપર વધુ ભાર મૂકયો છે. જેમાં કચરો ઓછો થાય તેના માટે રીડયુસ, રીયુઝ અને રીસાયકલ, આમ કચરાએ કચરા નથી પણ ખરેખર એને રીયુઝ કરી શકાય છે. એટલે કે વેસ્ટ નહી પણ બેસ્ટ છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતુ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં રાજકોટ પાર્ટીસીપેટ કરી રહ્યું છે.
આમાં સાથ સહકાર આપવા માટે હું તમામ નગરજનોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું આ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રતિક્રિયા આપવા માટે ૧૨૫૦ નંબર છે. આ ઉપરાંત અમે ૨૦ આધુનિક ટોયલેટ પણ બનાવી રહ્યા છીએ. જેમાં રૂમ ફ્રેશનર, લીકવીડ ડિસ્પેન્સર અને અન્ય તમામ વ્યવસ્થાઓ આપવામાં આવશે. આ ઉપરાંત દરેકે પહેલાના મોટા ડસ્ટબીનને નાબૂદ કરીને ગ્રીન અને બ્લુ ડસ્ટબીન રાખવામાં આવ્યા છે.
જેનાથી લોકોને સરળતા રહે. આ ઉપરાંત કચરાનો ઉપયોગ અને યોગ્ય નિકાલ થાય એ માટે રીકવરી ફેસીલીટી અને ઓએસટુ કમ્પોઝ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા આ વખતે બે નવા કેએસડિઝેલ અને રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સપોર્ટે સ્ટેશન એ બે નવા ગાર્બેજ સ્ટેશન કરવામાં આવ્યા છે. આ વખતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાર રેન્કીંગ માટે પણ ભાગ લઈ રહ્યું છે. જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને લોકો તેમાં સહકાર આપે તેવી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ છે.