- સાથે કામ કરતા શ્રમિકને ઉછીના આપેલી રકમ પાછી માંગતા રાત્રે બોલાચાલી થયેલી
- ચોટીલાથી બંને પરત ફર્યા ત્યારે યુવક કુદરતી હાજતે ગયો ત્યારે છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું
રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલી વાંકાનેર બાઉન્ડ્રી પાસે મેસરીયા ગામની સીમમાં રૂપીયાની ઉઘરાણી કરતા રાજકોટના રૈયા વિસ્તારના યુવકની સાથે કલર કામ કરતા પરપ્રાંતીય શખ્સે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાશી છૂટતા વાંકાનેર તાલુકા પોલીસ મથકના સ્ટાફે શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે રહેતો અને કલરકામ કરતા રાજકુમાર પ્રજાપતિ નામના શ્રમિક યુવકની ઉઘરાણીના મામલે સાથીશ્રમિક મુળ મધ્યપ્રદેશનો અને હાલ વાંકાનેર નજીક મેસરીયા રોડ મેડપર ખાતે આવેલા સેંડબેરી ફાયબરનાં કારખાનામાં કલર કામ કરતા જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી મંગલસિંહ રાજાવત નામના શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની કોન્ટ્રાકટર હરપાલસિંહ કલ્લુસિંંહ ભદોરીયાએવાંકાનેર તાલુૂકા પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગોંડલ નજીક હરપાલસિંહ ભદોરીયાએ વાંકાનેર તાલુકાના રંગપર ખાતે નવા બનતા કારખાનાનો કલરનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. જે કામ માટે જીતેન્દ્રસિંહ મંગલસિંહ રાજાવત, માનસિંંહ ગોવિંદસિંહ રાજાવત, જીવન ઉર્ફે લલ્લુ બીજેન્દ્રસિંહ રાજાવત અને રાજકોટના રૈયા ચોકડી પાસે રહેતો રાજુકુમાર પ્રજાપતિ સહિત પાંચેય શખ્સો સાથે કામ કરી ગત તા.20ના રાત્રીએ સૂતા હતા ત્યારે જેકી અને રાજુ પ્રજાપતિ વચ્ચે પૈસાની લેતીદેતીના મામલે ઝઘડો થયો હતો. બંને શાંત પાડી સુવડાવી દીધા હતા.
ગત તા.21ની સવારે કામ પર આવવા જેકીને કહેતા તેણે કહેલ મારે રજા રાખવી છે અને રાજુએ આગલા દિવસે સંતાનની ખબર અંતરપુછવા રાજકોટ જવું છે. તેમ કહેલુ રાજુને હિસાબના પૈસા આપ્યા હતા. બાદ રાજુ અને જેકી બંને ચોટીલા જવાની વાત કરી બંને સાથે નિકળ્યા હતા. બપોરના સમયે કોન્ટ્રાકટર અન્ય શ્રમિકો સાથે બપોરનાં સમયે આરામ કરતા હતા ત્યારે જેકી રૂમે આવીને ગભરાયેલો હતો. જેથી પુછયું કે રાજુ કયા છે? રાજકોટ ઘરે ગયો છે. જેકીએ કહેલ કે મેરા હિસાબ કરદો વરના મેં તુમ્હે ચાકુ માર દુંગા તેમ કહી છરી બહાર કાઢતા પોલીસને બોલાવવાનું કહેતા મજાક કરૂ છું તેમ કહી સુઈ ગયેલો અને અમો કામ પર જતા હતા ત્યારે જેકીએ ફરીથી કહેલું કે મારે દેશમાં જવું છે હિસાબના પૈસા મને આપી દો શેઠ આવે એટલે તેમની પાસેથી લઈ આપીદઈશ તેમ કહેતા જેકી ગાળો આપવા લાગેલો અને પોલીસે બોલાવવાનું કહેતા સામાન લઈ નાશી ગયેલો.
ફેકટરીએ કામ કરતા હતા ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સ્ટાફ આવીને મોબાઈલ ફોનમાં મૃતદેહ બતાવતા અમોએ ઓળખી બતાવેલ કે રાજુ જીવલાલ પ્રજાપતિનો છે. અમોએ તેઓને જણાવેલુ કે જેકી પાસે રાજુ પ્રજાપતિએ ઉછીના આપેલા રૂપીયાની ઉઘરાણી કરતા બંને વચ્ચે રાત્રે બોલાચાલી થઈ હતી અને બીજા દિવસે બંને ચોટીલા સાથે ગયા હતા. અને પરત વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોચ્યા ત્યારે ફેકટરી જવા વાહનની રાહ જોતા હતા ત્યારે રાજુ કુદરતી હાજતે ગયો ત્યારે જેકી પાછળ ગયો અને રાજુએ પૈસાની ઉઘરાણી કરતા છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધાનું બહાર આવ્યું છે.