રાજકોટથી દ્વારકા દર્શન કરવા જતા સર્જાયો જીવલેણ અકસ્માત
રાજયમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટથી ચાર મિત્રો વરના કારમાં દ્વારકા દર્શન કરવા માટે જતા હતા ત્યારે તેમની કાર ધ્રોલ પાસે રાધે ક્રિષ્ના હોટલ નજીક પહોંચી ત્યારે ચાલકે કારના સ્યરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતાં ચારેય યુવકોને ઇજા પહોંચી હતી. જેમાં બે યુવકોને ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં એક યુવકનનં ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.
બનાવ અંગેની મળતી માહીતી અનુસાર ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા રાધે ક્રિષ્ના હોટલ નજીક શનિવારે હોન્ડા કંપની કાળા કલરની વરના ફોરવીલ જી.જે.10 ડી.એ. 1919 નંબરની કાર લઇ યુવરાજ હિમંતભાઈ દાસોટીયા, વિવેક અશોકભાઈ મારુ, હાર્દિક નિરુભાઈ માવલા, મહેશભાઈ મોમભાઈ ટારીયા, ચારેય મિત્રો રાજકોટ થી દ્વારકા દર્શને જતા હતા દરમિયાન ધ્રોલ નજીક રાધે ક્રિષ્ના હોટલ નજીક પહોંચતા અચાનક જ ફોરવીલ ડાબી બાજુ લેવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ફોરવીલ રોડ નીચે ઉતરી જતા પલટી મારી ગઈ જેને લઈને મહેશટારિયા ને મૂઢ ઇંચ પહોંચી હતી તથા તેમના મિત્ર હાર્દિક ને ડાબા હાથે ફેક્ટર જેવી ઈજાઓ થઈ હતી અને વિવેક ભાઈ અશોકભાઈ મારુ ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચ્યા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવને લઈને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.