હંગામા ચેનલ પર થશે રજૂ
ટ્રેલર યુ ટયુબ પર લોન્ચ
દિગ્દર્શન રાજ્ઞેશ ઇન્દોડિયા, પ્રોડયુસર જુલી અજુડીયા, પ્રકાશ ગીંડલાણી અને મુનિર શેખ
‘મિશન’નું મોટાભાગનું શુટીંગ રાજકોટમાં ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુકાલાતે
રાજકોટ કલા અને ફિલ્મ ક્ષેત્ર અનન્ય યોગદાન આપી રહ્યું છે ત્યારે રાજકોટના યુવા દિગ્દર્શક રજ્ઞેશ ઇન્દ્રોડીયા અને પ્રોડયુસર જુલી અજુડીયા તથા પ્રકાશ ગીંડલાણી તેમ જ મુનિર શેખ દ્વારા ભારતની પ્રથમ હિન્દી શોર્ટ ફિલ્મ મિશન નું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દિવાળી ઉપર હંગામા ચેનલ પર રજુ થવા થઇ રહી છે.
અબતકની મુલાકાતે આવેલી ફિલ્મની ટીમમાં ડીરેકટર રજ્ઞેશ ઇન્દ્રોડીયા એ જણાવ્યું હતું કે અમને ગર્વ છે કે ભારતની પ્રથમ ૩-ડી શોર્ટ ફિલ્મ આપણા ગુજરાતમાંથી આપણા રાજકોટમાંથી અમે બનાવી છે. પ્રોડયુસર, એકટર પ્રકાર ગીંડલાણીએ આ તકે જણાવ્યું કે અમોએ પુરેપુરી કોશીષ કરી છે કે દર્શકોના વીઝયુલાઇઝ માટે અમોએ વીએફએકસનો સારો ઉપયોગ કર્યો છે આ શોર્ટ ફિલ્મના કોપ્રોયુસર, મુનર શેખ છે.
ફિલ્મના મુખ્ય પ્રોડયુસર અને હીરોઇન જુલી અજુડીયાએ આ ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ ૩-ડી શોર્ટ ફિલ્મ જોઇ દર્શકો ગર્વ અનુભવશે કે આવા ફિલ્મ મેકર્સ આપણા રાજકોટમાં છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી પ્રીષા રાજપૂતે ફિલ્મ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું.
કે આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ મિશન ઇમપોસીલ પરથી પ્રેરણાલઇને બનાવામાં આવી છે અને મને એક હોલીવુડ ટાઇપની ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે જેને ભારતીય દર્શકો ઉમળકાભેર આવકારશે. આ ફિલ્મથી પોતાની ફિલ્મ કેરીયર શરુ કરનાર સહ અભિનેત્રી ખુશાલી વ્યાસે મુલાકાત દરમિયાન જણાવ્યું કે નેટ ઉપર આ ફિલ્મ જોવી એ એક અદ્રુત અને રોમાંચક ઘટના છે.
સહ કલાકાર તરીકે અભિયન આપનાર એકટર રજ્ઞેશ ઇન્દ્રોડીયાએ જણાવ્યું હતું કે આ હિન્દી શોર્ટ ફિલ્મમાં જે પણ જોખમી સ્ટંટ બતાવામાં આવ્યા છે. તે બધા જ કલાકારોએ વાસ્તવિક અને જાતે કર્યા છે. અને જે સ્ક્રીપ્ટની જરુરીયાત તેમજ ડીરેકટરના સજેસન મુજબ સંતોષકારક રીતે પાર પાડવામાં આવ્યા છે.
આ ફિલ્મમાં ઉમદાપાસું નિભાવનાર એકટર નીવર પટેલે આ ૩-ડી શોર્ટ ફિલ્મ નેટ પર નિહાળવા માહીતી આપતા કહ્યું કે આ ફિલ્મ આપણે ત્રણ ફોરમેટમાં જોઇ શકશું ર-ડી, ૩-ડી એસબીએસ તેમજ ૩-ડી સ્ટીરીયોસ્કોપિક, અભિનેતા હિમાંશુ નાથાણીએ કહ્યું કે ગુજરાત રાજકોટનું ગૌરવ એવી આ શોર્ટ ફિલ્મ ચાલુ વર્ષના દિવાળી તહેવાર ઉપર આપણને જોવા મળશે.
હંગામાની મનોરંજક ચેનલ ઉ૫ર આ દિવાળી ઉપર રીલીઝ થનારી મિશન હિન્દી શોર્ટ ફિલ્મમાં દિગ્દર્શક રજ્ઞેશ ઇન્દ્રોડીયાએ આ ફિલ્મની સ્ટોરી સ્ક્રીનપ્લેટ અને ડાયલોગ લખ્યા છે. આ એકશન થ્રીલર ફિલ્મનો પ્રોમો યુ ટયુબ પર રજ્ઞેશ ઇન્દ્રોડીયા ની ચેનલ પર રીલીઝ કરવામાં આવ્યો છે.
જેને બે દિવસમાં જ એક લાખ ઉપરના દર્શકોએ નિહાળી અને ઉમળકાભેર આવકારેલ છે. ‘અબતક’ની મુલાકાતમાં ના ગુજરાતી વિભાગના પૂર્વ મેનેજર અને ફિલ્મના લેખક દિગ્દર્શક વલ્લભ સોજીત્રા સાથે આ ફિલ્મના પ્રોડયુસર જુલી અજુડીયા, પ્રકાશ ગીંડલાણી, મુનીર શેખર, દિગ્દર્શક,, લેખક, રજ્ઞેશ ઇન્દ્રોડીયા કલાકારો યજ્ઞેશ ઇન્દ્રોડીયા, નિરવ પટેલ હિમાંશુ નાથાણી, જતીન ઉંંચાટ હાજર રહી માહીતી આપી હતી.