નવાગામ સોસાયટીની આહિર યુવતીને તેની જ જ્ઞાતિના ભીચરીના શખ્સે ભગાડીને એકાદ માસ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી મચ્છોયા અને હુંબલ પરિવાર વચ્ચે ચાલતી અદાવતના કારણે યુવતીના કાકાને સંત કબીર રોડ પર આંતરી યુવકના કુટુંબી સહિત બે શખ્સોએ માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંજકા ચોકડી પાસે ક્રાઇસ્ટ કોલેજ નજીક રહેતા અને જુના  મકાન પાડવાનું કામ કરતા હેરશભાઇ લાભુભાઇ બોરીચા નામના 40 વર્ષના આહિર યુવાનને ભીચરીના અજય  રાયા હુંબલ અને તેની સાથેના અજાણ્યા શખ્સે સંત કબીર રોડ પર માર માર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

હરેશ બોરીચાના નવાગામ સોસાયટીમાં રહેતા મોટા ભાઇ અલ્પેશ બોરીચાની પુત્રી કૃપાલી સાથે એકાદ માસ પહેલાં ભીચરીના ભરત વિભા હુંબલ નામના યુવકે પ્રેમ લગ્ન કર્યા હોવાથી બંને પરિવાર વચ્ચે એકાદ માસથી અદાલત ચાલે છે. દરમિયાન ગઇકાલે હરેશભાઇ બોરીચા આરટીઓ પાસે આવેલી શિવમ સોસાયટીમાં રહેતી પોતાની મોટી બહેન શોભનાબેનના ઘરે કામ અર્થે ગયા હતા અને બાઇક પર પરત આવી રહ્યા હતા ત્યારે અજય હુંબલ સહિત બે શખ્સોએ સંત કબીર રોડ પર નાલા પાસે કાકડીયા ઓટો ક્ધટસ્ટલ નામની ઓફિસ પાસે પહોચ્યા ત્યારે અગાઉથી જ અજય હુંબલ અને એક અજાણ્યો શખ્સ ત્યાં ઉભા હતા તેઓએ હરેશભાઇ બોરીચાને અટકાવી માર મારતા તેઓને રાહદારીઓએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. પી.એ.ગોહેલ અને અશ્ર્વિનભાઇ રાઠોડ સહિતના સ્ટાફે હરેસભાઇ બોરીચાની ફરિયાદ પરથી ભીચરીના અજય હુંબલ અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.