ત્રણ શખ્સોએ ધારિયા અને છરીથી મારમારી સફારી કારમાં તોડફોડ કરી ભાગી ગયા

 

અબતક,રાજકોટ

શહેરમાં ભવનાથ પાર્કમાં રહેતા યુવાન પર તેના જ બે મિત્રો અને એક યુવાને પૈસાની લેતીદેતી મામલે ઝગડો કરી ધારિયા અને છરીથી હુમલો કરી સફારી કારમાં તોડફોડ કરી છે.આ બનાવમાં ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ એન . જી . ભદ્રેચા અને મયુરભાઇ ઠાકરે હરિધવા રોડ ભવનાથ પાર્ક -11 માં રહેતાં અને ખેતીવાડી ધરાવતાં ભરતભાઇ જીવરાજભાઇ લીંબાસીયા ( ઉ.વ .42 ) ની ફરિયાદ પરથી તેના જ બે મિત્રો કાનજી કાકડીયા અને ચિરાગ મોલીયા તથ અન્ય એક શખ્સ પાર્થ ધાનાણી સામે ગુનો નોંધ્યો છે .

ભરતભાઇએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ખેતીની જમીન હોઇ ત્યાં ખેતી કરુ છું . તા . પ / 1 ના રાતે સાડા દસેક વાગ્યે હું મારા મિત્ર ચિરાગ મોલીયા તથા કાનજી કાકડીયા એમ ત્રણેય હરિ ધવા રોડ મેઇન રોડ પર પટેલ ચોક ખાતે મારી સફારી કાર જીજે 3 કેસી -0839 માં મિટીંગ કરવા માટે બેઠા હતાં . મારે ચિરાગ પાસેથી રૂ . 4 લાખ અને કાનજી પાસેથી રૂ . 16 લાખ લેવાના હતાં . આ પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી થતાં અમે બાદમાં છુટા પડી ઘરે જતાં રહ્યા હતાં . એ પછી થોડીવારમાં જ ચિરાગ અને કાનજી તેની સાથે પાર્થ ધાનાણીને લઇને મારા ઘરે આવ્યા હતાં અને મારા પત્નિ હંસાને ગાળો આપી મને પટેલ ચોકમાં આવવાનું કહેતાં હું મારી સફારી કાર લઇને પટેલ ચોકમાં જતાં જ આ ત્રણેય જણાએ પોતાની પાસેના ધારીયા – છરીથી હુમલો કરી મારી ગાડીના કાચ ફોડી નાંખી નુકસાન કર્યુ હતું . હું નીચે ઉતરતાં કાનજીએ મને માથામાં ધારીયાનો ઘા મારી દીધો હતો . મને તમ્મર ચડતાં હું પડી ગયો હતો .

ચિરાગ અને પાર્થએ પણ છરી ધારીયાથી હુમલો કરતાં મને જમણી કોણી અને ડાબી કોણી પર તથા પંજા પાસે ઇજા થઇ હતી .માણસો ભેગા થઇ જતાં મને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી ત્રણેય ભાગીગયા હતાં . હું લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો હતો . બાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો . મારા લેણા નીકળતાં પૈસાની ઉઘરાણી કરતાં બે મિત્રો સહિત ત્રણે હુમલો કરી ધમકી દઇ કારમાં તોડફોડ કરી હતી . ભરતભાઇએ જણાવ્યું હતું કે કાનજી અને ચિરાગ બંને મિત્રો છે . તેને જરૂર હોઇ મેં હાથઉછીની રકમ આપી હતી . હવે મારે પૈસાની જરૂર છે અને હું ઉઘરાણી કરું છું ત્યારે તે 2 કમ પાછી આપવાને બદલે માથાકુટ કરે છે . ભરતભાઇની આ કેફીયતને આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે .

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.