રાજકોટ શહેરમાં પ્રવર્તમાન ઊંચા તાપમાન વચ્ચે જાહેર જનતાને સતર્ક કરતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આજે શહેરમાં “યલ્લો એલર્ટ” ઘોષિત કરેલ છે.
આ વિશે વાત કરતા કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, યલ્લો એલર્ટ એટલે સામાન્ય તાપમાન કરતા બે ડીગ્રી વધારે ઊંચું તાપમાન રહે છે.
આ સંજોગોમાં સગર્ભા બહેનો, નાના બાળકો, વૃધ્ધો અને અશક્ત લોકોએ શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર જવાનું ટાળવું.
દરેક વ્યક્તિએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવાનું રાખવું તથા પૌષ્ટિક આહાર જ લેવો.અનિવાર્ય સંજોગોમાં તડકામાં બહાર જવાનું થાય તો હલકા કપડા, ટોપી કે છત્રી અને ગોગલ્સ અવ્શ્યા પહેરવા.
તડકામાં બહાર નીકળ્યા હોય ત્યારે જો વ્યક્તિને ચક્કર આવે, વધુ પડતો પરસેવો વળે કે માથું દુખે કે પછી હાર્ટના ધબકારા વધી જાય તો તાત્કાલિક છાંયાવાળી જગ્યાએ પહોંચી માથામાં પાણી છાંટવું અને આમછતાં વધુ જરૂર પડે તો તુર્ત જ તબીબનો સંપર્ક સાધવો.
ઊંચા તાપમાનના સ્નાજોગોમાં તળેલી ચીજ વસ્તુઓ, દુધની મિઠાઈ કે અન્ય કોઈ ભારેખમ ખોરાક લેવાનું ટાળવું જોઈએ. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જાહેર જનતાને ઉપરોક્ત બાબતોની કાળજી રાખવા જાહેર અનુરોધ કર્યો છે.