પ્રતિમણના સૌથી ઉંચામાં રૂ.1625 બોલાયા; દિન પ્રતિદિન નવા કપાસની આવકમાં વધારો
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા થોડા દિવસોથી નવા કપાસની આવક થઈ રહી છે. ત્યારે આજે નવા કપાસની સૌથી વધુ આવક થવા પામી છે. અને દિન પ્રતિદિન નવા કપાસની આવકમાં વધારો જોવા મળીરહ્યો છે. આ વર્ષે પાછોતરા સારા વરસાદને પગલે કપાસનું સારૂ ઉત્પાદન થવાની શકયતા છે. જેથી અત્યારથી જ રાજકોટ માર્કેટ યાર્ડમાં તૈયાર થયેલો કપાસ ઠલવાય રહ્યો છે.
આજે નવા કપાસની સૌથી વધુ 17000 મણ જેવી આવક થવા પામી છે. આ વર્ષે ખેડુતોને કપાસના ભાવો પણ સારા ઉપજી રહ્યા છે. સુત્રોમાંથી મળતીવિગત મુજબ આજે સૌથી ઉંચામાં નવા કપાસના પ્રતિમણના રૂ. 1625 ઉપજયા છે. વધુમાં સારી કવોલીટીવાળા કપાસના ભાવો હજુ વધુ ઉંચકાય તેવી પણ શકયતા છે.
કપાસ ઉપરાંત નવી મગફળીનીણ આવક શરૂ થઈ ગઈ છે. નવો પાક તૈયાર થતા હાલ ખેડુતો કપાસ-મગફળી ઉપાડવામાં જોતરાયા છે.ત્યારે આગામી દિવસોમાં ધરખમ માલ યાર્ડમાં ઠલવાશે અને ખેડુતોને સંતોષકારક ભાવો મળવાની આશા છે.