આપણા જીવનમાં દરેક વ્યક્તિનું પોત-પોતાનું વિશેષ સ્થાન હોય છે, પરંતુ સ્ત્રીઓ આપણા જીવનમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ક્યારેક માતા તરીકે, તો ક્યારેક બહેન તરીકે, તો ક્યારેક પત્ની તરીકે. આ દિવસે, મહિલાઓના જીવનમાં સુધારો લાવવા, તેમની જાગૃતિ વધારવા જેવા ઘણા વિષયો પર ભાર મૂકવામાં આવે છે.

DSC 3017 scaled

1908માં મહિલા મજૂર આંદોલનને કારણે, મહિલા દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે 15,000 મહિલાઓએ નોકરીના સમય ઘટાડવા, વધુ પગાર અને કેટલાક અન્ય અધિકારોની માંગને લઈને ન્યૂયોર્ક સિટીમાં નિદર્શન કર્યું હતું. એક વર્ષ બાદ અમેરિકાની સોશ્યલિસ્ટ પાર્ટીએ આ દિવસને પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો.

DSC 3023 scaled

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નીમીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસમાં મહિલાઓને મફત મુસાફરી માટેની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન આજે સવારથી શહેરના તમામ રાજમાર્ગો પર દોડતી સિટી બસ અને બીઆરટીએસ ટ્રેક પર દોડતી એસી બસમાં મહિલાઓની બહોળી સંખ્યા જોવા મળતી હતી. દર વર્ષે ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહાપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી કરવા દેવામાં આવે છે જેનો હજ્જારોની સંખ્યામાં મહિલાઓ લાભ લે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.