અગર હોંસલે બુલંદ હો, તો કુછ ભી પા શકતે હૈ….

ગૃહીણીએ એક જ ચેમ્પિયનશીપમાં ચાર મેડલ જીત્યા: કર્મભૂમિ રાજકોટમા કરાયું સન્માન

‘કઠોર પરિશ્રમ કભી વિફળ નહી હોતા’ આ શબ્દોને રાજકોટની પર વર્ષની મહિલા મીનાક્ષીબેન દવેએ સાર્થક કરી છે. મુળ રાજકોટમાં રહેતા મીનાક્ષી દવેએ હૈદરાબાદમાં પાવર લિફટીંગ ચેમ્પીયશીપમાં ચાર મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડયો છે ત્યારે મીનાક્ષી દવેનું તેની કર્મભૂમિ રાજકોટ પર સન્માન કરવામાં આવ્યું છે.

જ્યારે એક મહિલા કંઇક કરવા માટે દ્રઢ નિશ્ચયી બને છે . ત્યારે તેણી પોતાનામાં રહેલી નારી નિમ્ન ક્ષમતાનો પરિચય આપી પોતાના ક્ષેત્રમાં સિનિ હાંસલ કરીને જ રહે છે . રાજકોટની ખાવી જ એક  દ્રઢ નિશ્ચયી મહિલા મિનાક્ષીન મનહરલાલ દવેએ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે જેઓએ પાવરલિફિટગ ચેમ્પિયનશીપ ર0રર માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા 53 કિલોગ્રામ વર્ગ માસ્ટર ર માં દ્વિતીય સ્થાન મેળવ્યું છે . આ સ્પર્ધા  હાલમાં જ 5 જુલાઈથી 10 જુલાઈ સુધી તલાંગાણાના હૈદરાબાદ ખાતે યોજાઇ હતી , જે ઇન્ટરનેશનલ પાવરલિફિટંગ ફેડરેશન એશિયન પાવરલિફિટંગ ફેડરેશન અને કોમનવેલ્થ પાવલફિટંગ ફેડરેશન દ્વારા સંલગ્ન છે જેમાં રાજકોટની મિનાક્ષીબેન દવેએ ગુજરાતને ગૌરવ અપાવી દ્વિતીય સ્થાન મેળવી નારીશક્તિનો પરચમ લહેરાવ્યો છે અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી દેશને મેડલ અપાવવા માટે દ્રઢ નિશ્ર્ચયી છે.

મિનાકીબેનનો જન્મ રાજકોટમાં થયો છે . મિનાક્ષીબેનનો ઉછેર અને શાળાકીય શિક્ષણ શહેરના જાગનાથ વિરમાયા પ્લોટ વિસ્તાર ખાતેથી થયું હતું . જેથી આ વિસ્તારના લોકો સાથે મિનાક્ષીબેને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અહીંના લોકો સાથે મિનાક્ષીબેને અલ્પાહાર લઇ પોતાની સિદ્વિની ઉજવણી કરી હતી . આ કાર્યક્રમમાં જાગનાથ વિરમાયા પ્લોટ વિસ્તારના રહીશો દ્વારા પોતાના વિસ્તારની દિકરી પાવરલિફ્ટિંગ ક્ષેત્રે આગળ વધી રહી છે અને રાજ્યને ગૌરવ અપાવી રહી છે . તે બદલ મિનાક્ષીબેનનું સમ્માન પણ કરવામાં આવ્યું હતું જેથી અન્ય મહિલાઓ અને યુવા છોકરીઓને પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂ પાડી શકાય.

40 વર્ષની વયે સામાન્ય રીતે પુરૂષોનું આધિપત્ય ધરાવતા પાવરલિફ્ટિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર મિનાક્ષીબેન દવે પોતાનામાં રહેલી ક્ષમતાને નવી ઉંચાઇ આપવા ઇચ્છતી રાજકોટ સહિત ગુજરાતની અનેક મહિલાઓ માટે ઉદાહરણ રૂપ બન્યા છે . તેઓએ આ પહેલા ગુજરાતને ગૌરવ અપાવતા વર્ષ ર018 માં તામિલનાડુના વેલ્લુર ખાતે આયોજિત પાવરલિફ્ટિંગ ચેમ્પિયન શિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતુ . આ સિદ્ધિ મેળવનાર તેઓ ગુજરાતની પ્રથમ મહિલા છે.

સામાજીક પડકારો ઝીલીને મહિલાઓ આજે સાહસિક બની છે: મીનાક્ષીબેન

પોતાના જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ પ્રસંગે મિનાક્ષીબેન દવેએ જણાવ્યું આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની ક્ષમતાને સાબિત કરી રહી છે . ઉંમર , સામાજિક સહિતના અન્ય પરિબળોનો પડકાર ઝીલી મહિલાઓ આજે સાહસિક બની છે અને નવા શિખરો સર કરી રહી છે . હું પોતે બે સંતાનોની માતા હોવા છતાં પાવરલિક્ટિંગ ક્ષેત્ર સાથે 40 વર્ષની ઉંમર જોડાઇ હતી અને ખાસ કરી ગુજરાતી મહિલાઓ માટે એકદમ અજાણ્યા એવા પાવરલિફ્ટિંગ ક્ષેત્રમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહી છું અને રાજ્યને ગૌરવ અપાવી રહી છું . જેથી હું દરેક મહિલાને કહીશ કે તેમને પસંદ હોય તેવા કોઇપણ ક્ષેત્રમાં ઝંપલાવો અને મહેનત લગન

અને શિસ્તતા સાથે તે સિદ્ધિ મેળવવા માટે આગળ વધશો તો તમે પણ અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપા.ની શકો મિનાક્ષીબેન દવેએ વધુમાં જણાવ્યું . મને પાવરલિફ્ટિંગ ક્ષેત્રમાં આગળ વધવા માટે મારા પતિ અને પરિવાર તરફથી હમેશાથી મને ખૂબ જ સહકાર અને પ્રોત્સાહન મળતું રહ્યું છે એક ગૃહિણી તરીકેના જીવનને એક નવો વળાંક આપતા મારા પતિ જીતેન્દ્ર કાલાએ મને પ્રોત્સાહન પુરૂં પાડી પાવરલિફ્ટિંગ ક્ષેત્રે આગળ વધવા જણાવ્યું તેઓએ મને પાવરલિફ્ટિંગ ક્ષેત્રે આગળ વધવા શક્ય તમામ સમર્થન આપ્યું હતું . ખાસ કરી એક ગૃહિણી તરીકે જવાબદારીઓથી મને બહાર લાવી તેઓએ મારી ઉડાનને નવી પાંખો આપી છે . તેમના આ સમર્થનનના કારણે જ હું અહીં સુધી પહોંચી છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.