નિવૃત્ત શિક્ષિકાનો પરસાણાનગરના પ્લોટમાં ત્રણ મહિલા સહિત સાત શખ્સોએ સાત મકાન ખડકી દીધા: ત્રણની ધરપકડ: પાંચની શોધખોળ

રાજય સરકાર દ્વારા લેન્ડ ગ્રબીંગનો કાયદો લાવવામાં આવ્યા બાદ ભૂમાફિયા સામે ઉંડી તપાસ કરી કમિટી દ્વારા ગુનો નોંધવા આદેશ કરવામાં આવે છે જે અંતર્ગત જંકશન પ્લોટમાં મકાનનો બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડવા અંગેની મહિલા એડવોકેટ, નોટરી અને એક મહિલા સામે જ્યારે લક્ષ્મીવાડીના વિનૃત શિક્ષિકાનો પરસાણાનગરના ખુલ્લા પ્લોટમાં ત્રણ મહિલા સહિત સાત શખ્સોએ સાત મકાન ખડકી દીધાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધમેન્દ્ર રોડ પર કબા ગાંધીના ડેલા પાસે રહેતા જગદીશભાઇ  પ્રાાગજીભાઇ મોચીએ મુળ ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામના અને હાલ જંકશન પ્લોટમાં રહેતા જીવતીબેન ઉર્ફે જાગુબેન નાનજીભાઇ ચનુરા, એડવોકેટ હર્ષાબેન મકવાણા અને નોટરી ડી.વી.ગાંગાણી સામે લેન્ડ ગ્રેબીંગ અંગેની ફરિયાદ નોંધાવી છે.

લક્ષ્મીવાડી શેરી નં. 11/17ના ખૂણે રહેતા અને નિવૃત શિક્ષીકા  લલીતાબેને જણાવ્યું છે કે 2013માં તેના પતિનું અવસાન થયું હતું. પતિના આગલા ઘરના ત્રણ પુત્ર અને તેને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે.

જામનગર રોડ પરના સાંઢીયા પૂલ પાસેના પરસાણાનગર-5માં આવેલો 1758.60 ચો.વારનો પ્લોટ તેના પતિએ મૂળ માલિક મૂળજીભાઈ પટેલ અને કાનાભાઈ પટેલ (રહે. બંને દિવાનપરા) પાસેથી 1963માં ખરીદ કર્યો હતો. બાદમાં તેના પતિએ આઠ સબપ્લોટીંગ કરી વેચાણ માટે અન્યને પ્લોટ આપી દીધો હતો. જેમાંથી 63 નંબરના પ્લોટ પૈકીનો સબપ્લોટ જેનું ક્ષેત્રફળ 349.84 ચો.મીટર હતું. તે કોઇને વેચ્યો ન હતો. પતિએ પરિવારના ભવિષ્યનો વિચાર કરી તેમના રહેવા માટે પ્લોટ રાખી દીધો હતો. જે પ્લોટ વોંકળાના કાંઠે આવેલો છે.

પ્લોટનો તમામ વહીવટ તેના પતિ કરતા હતા. 2019 અને 20ની સાલમાં કોરોના આવતા ઘરના કબાટ સાફ કરતા તેમાંથી આ પ્લોટના દસ્તાવેજો નીકળ્યા હતા. જેથી પુત્ર વિજયભાઇએ પ્લોટમાં જઇ તપાસ કરતા ત્યાં સાત મકાન બની ગયાનું જાણવા મળ્યું હતું.  તપાસ કરતાં જાણવા મળ્યું કે પ્લોટમાં દિવાળીબેન ચુનીભાઇ સોલંકી, સંજયભાઈ હરિભાઈ વાઘેલા, શાંતાબેન ધીરૂભાઈ પ2મા2, નારણભાઈ છગનભાઈ પુરબીયા, અમૃતાબેન ઉર્ફે સોનલબેન ઉર્ફે સોનાબેન શ્રવણભાઈ ચૌહાણ, બટુક વિઠ્ઠલભાઈ વાઘેલા અને રમેશ અમરશીભાઈ ડાંગરે સાત મકાન ચણી લીધા છે. જેથી કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. જેને કારણે સાતેય દબાણકારો પૈકીના શાંતાબેન અને રમેશભાઇએ તેમની સાથે સમજુતિ કરાર કરી જમીનનો કબજો સોંપી દીધો હતો.

બાકીના પાંચ દબાણ કરનારા જમીન ખાલી કરતા ન હોવાથી ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓમાં કાના સોલંકી, સંજય હરિભાઈ વાઘેલા, નારણભાઈ છગનભાઈ પુરબીયા, અમૃતાબેન ઉર્ફે સોનલબેન શ્રવણભાઈ ચૌહાણ અને બટુકભાઈ વિઠ્ઠલભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે.     સંજય, વિજય અને બટુકની ધરપકડ કરી બાકીના બે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.