મારામારીના ગુનામાં લોક-અપમાં નહી રાખવા અને તાત્કાલીક જામીન માટે મહિલા પાસેથી 10 હજાર સ્વીકારતા એ.સી.બી. ઝડપી લીધા
રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ મથકના અજઈં ગીતાબેન પંડયાએ અગાઉ રૂ.10,000 લીધા બાદ લાંચનો બીજો હપ્તો 10000 લેતા એસીબીએ ગોઠવેલા છટકામા રંગે હાથે ઝડપાઈ જતા પોલીસ બેડાંમાં ચકચાર મચી છે.વધુ વિગત મુજબ શહેર એસીબીને માલવીયાનગર પોલીસ સ્ટેશનના મહિલા એ.એસ.આઇ. ગીતાબેન યસવંતકુમાર પંડયા (ઉ.વ.50)એ લાંચ માંગી હોવાની એક ફરિયાદ મળી હતી.
ફરીયાદીના પતિ તથા અન્ય વિરૂધ્ધમાં માલવિયાનગર પોલીસમાં મારામારી અંગેનો ગુન્હો દાખલ થયેલો તે ગુન્હાના કામે ફરીયાદીના પતિને અટક કરવાના બાકી હતા. જેગુન્હાની તપાસ કરનાર મહિલા એ.એસ.આઇ. ગીતાબેનને મળતા ગીતાબેને ફરીયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા અને માર નહીં મારવાના અને જામીન પર મુક્ત કરી દેવાના અવેજ પેટે રૂ.20,000ની લાંચની માંગણી કરી હતી.
નક્કી કરેલી રકમ રૂ.10,000 લીધા બાદ બાકી રકમ રૂ.10,000 ની માગણી કરતા જે રકમ ફરિયાદી દેવા માગતા હોવાથી એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો અને લાંચ-રુશ્વત શાખા ના સ્ટાફે માલવીયાનગર પોલીસ મથકે ઇન્વેસ્ટીગેશન રૂમની અંદર ગોઠવેલા છટકા દરમ્યાન આ એએસઆઈ ગીતાબેન પંચની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ ગયા છે.રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક વી.કે. પંડ્યાના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર એસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ.રાણા અને તેમની ટીમે કામગીરી બજાવી હતી