ઇમરજન્સી વિભાગના હેડ ડો.શ્યામ કારીયા તેમજ ડો.ચિરાગ માત્રાવડીયા અને ડો.જયદીપ દેસાઇની સારવાર રંગ લાવી
વોકહાર્ટ હોસ્પિટલમાં તાજેતર માં જ એક હાઈપર ટેન્શન(બી.પી.) ધરાવતા 7ર વર્ષીય વૃધ્ધ મહિલાને સાર વાર અર્થે હોસ્પિટલના ઈમર જન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની સારવાર ઈમર જન્સી વિભાગના વડા અને હોસ્પિટલના નિષ્ણાંત ક્રિટીકલ કેર ફિઝીશ્યન ડો.શ્યામ કારીયા દૃબારા શરૂ કર વામાં આવી. દર્દીની પ્રાથમીક તપાસ ડો.શ્યામ કારીયા અને ડો. ચિરાગ માત્રાવડીયા દૃબારા કર વામાં આવી.તેમની પ્રાથમીક ફરીયાદ જેમ કે ચકકર આવવા અને ખેંચ આવવી જેવી તકલીફોને ધ્યાનમાં લઈને ન્યુરોલોજીસ્ટ ડો.કેતન ચુડાસમાનો અભિપ્રાય લેવાયો.દર્દીની ઉંમર અને જુની બીમારીને ધ્યાનમાં લઈ પ્રાથમીક લોહીના રિપોર્ટ સ તથા ECG અને 2D-ECHO જેવા રિપોર્ટ કર વામાં આવ્યા અને આગળની વિગતવાર તપાસ અને સાર વાર માટે દાખલ થવાની સલાહ આપવામાં આવી.
ડો.શ્યામ કારીયા જણાવે છે કે દર્દીની પ્રાથમીક તપાસ કરાવ્યા બાદ ઈમર જન્સી વિભાગમાં પર ત લાવવામાં આવ્યા એજ સમયે દર્દીને જીવલેણ કાર્ડિયાક અરેસ્ટ થયો તેથી CPR ( (છાતી ઉપર મસાજ) શરૂ કરી 3 મીનીટના ટુંકા CPR સાથે દર્દીને પુનર્જીવિત કરી શકાયા અને દર્દી ફરીથી હોશમાં આવી ગયા.ત્યાર બાદ દર્દીની ગંભીર સ્થિતી અને લક્ષાણો જોતા દર્દીને નોન ઈન્વેસીવ વેન્ટીલેટર (Bi-PAP) પર મુક્વામાં આવ્યા. સીનીયર કાર્ડીયોલોજીસ્ટ ડો.જયદિપ દેસાઈ એ આ દર્દીનો 2D-ECHO માં(હદયની સોનોગ્રાફી) ,પલ્મોનરી એમ્બોલીઝમ (હદયથી ફેફસા સુધી લોહી લઈ જતી મુખ્ય નળીમાં અથવા ફેફસાની લોહીની નળીમાં કલોટ) ના પ્રાથમીક લક્ષાણો નોંધ્યા.
આ સાર વાર દર મ્યાન દર્દીને બીજીવાર કાર્ડીયાક અરેસ્ટ થયો અને ફરીથી CPR શરૂ કર વામાં આવ્યુ. દર્દીને બીજીવાર કાર્ડીયાક અરેસ્ટની સ્થિતી ઉદભવી હોવાથી વેન્ટિલેટર પર મુક્વામાં આવ્યા.ક્રિટીકલ એવા આ દર્દીમાં CT SCAN કરાવો મુશ્કેલ બને તેમજ લાગતા સમય ને લીધે જીવલેણ થઈ શકે તે વિચાર સાથે ત્રણેય નિષ્ણાંત ડોકટરોની ટુકડીએ ઈમર જન્સી વિભાગમાં જ સગાની સંમતી સાથે તાત્કાલીક THROMBOLYSIS (લોહી પાતળુ કર વાનુ ઈન્જેકશન) કર વાનું નકકી કર યું. આ ઈન્જેકશન આપતા અને બીજી બાજુ ચાલતા CPR ના કાર ણે અંદાજીત 6 મીનીટના અંતે દર્દીનુ હદય પર ત ચાલુ કર વામાં સફળતા મેળવાઈ. આવી અત્યંત નાજુક સ્થિતીમાં, વેન્ટીલેટર અને અનેક દવાઓ સાથે દર્દીને ICU માં ડો.ચિરાગ માત્રાવડીયા અને ડો.જયદિપ દેસાઈની દેખરેખમાં શિફટ કર વામાં આવ્યા.દસ દિવસની સઘન મહેનત અને સાર વાર બાદ દર્દીને સંપુર્ણ સ્વસ્થ સ્થિતી અને બધા પોર્ટસ સામાન્ય આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઈમર જન્સી વિભાગના હેડ ડો.શ્યામ કારીયા તેમજ ડો.ચિરાગ માત્રાવડીયા અને ડો.જયદિપ દેસાઈ તથા તેમની સંપુર્ણ ટીમ દૃબારા દર્દીને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપવામાં આવ્યુ. વોકહાર્ટ હોસ્પિટલમાં ઈમર જન્સી સાર વાર દર મ્યાન એમ઼ડી.ડોકટરો દૃબારા નિદાન કર વામાં આવે છે તેથી દર્દીને સચોટ અને સમયસર ની સાર વાર મળી રહે છે.