શહેર ભાજપ દ્વારા પંચનાથ મંદિરે સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ મહંતોના સાંનિધ્યમાં મંદિરોમાં શંખનાદ, ઘંટારાવ, મહાઆરતી થકી કાર્યક્રમની ઉજવણી: વડાપ્રધાનને અભિનંદન પાઠવતા પોસ્ટકાર્ડ લખાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઇના વરદ હસ્તે શ્રી કાશી વિશ્ર્વનાથ ધામને નવું સ્વરૂપ આપી ‘ભવ્ય કાશી, દિવ્ય કાશી’નો કાર્યક્રમ યોજાયો હતો.

આ ઐતિહાસિક ક્ષણનું રાજકોટ સાક્ષી બન્યું હતું. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જયારે કરોડો દેશવાસીઓનું અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થવા જઈ રહયું છે ત્યારે કાશી વિશ્ર્વનાથ ધામના લોકાર્પણ મહોત્સવને લઈને સમગ્ર કાશી નગરી રંબબેરંગી રોશની અને ફુલોના આકર્ષક નજારાથી દૈદીપ્યમાન બની છે. કાશીના તમામ ઘાટ પર અવનવી રોશની અને લેસર લાઈટથી ઝગમગી ઉઠયા છે. વારાસણીવાસીઓ માટે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેવો થનગનાટ જોવા મળેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર ગંગા દનંદીમાં કળશ લઈ આસ્થાની ડુબકી લગાવી સુર્યદેવને અંજલી તથા માં ગંગાને  પુષ્પો અર્પણ કરી  માં ગંગાની ગોદમાં જળાભિષેક કરેલ અને ઉપસ્થિત સંતો-મહંતોના આર્શિવાદ લઈ  દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમનો પ્રારંભ કરેલ ત્યારે સેકંડો વર્ષો બાદ  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કાશી વિશ્ર્વનાથ ધામના લોકાર્પણની આ યાદગાર ક્ષણના  દેશવાસીઓ અને સમગ્ર વિશ્ર્વ સાક્ષ્ાી બની શકે તે માટે દેશના તમામ શિવમંદીરો ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નીહાળાયું હતુ. અને સમગ્ર દેશવાસીઓ આ ગૌરવવંતી ક્ષણના સાક્ષી બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા મહાનગર કક્ષાએ શહેરના પંચનાથ મંદિર અને વોર્ડકક્ષ્ાાએ તમામ વોર્ડના નિર્ધારીત કરેલ શિવમંદીરો ખાતે આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયેલ. આ તકે પંચનાથ મંદિર ખાતેઆ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરેમન  ધનસુખ ભંડેરી, શહેર મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, અનિલભાઈ પારેખ તેમજ વોર્ડના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમજ તમામ વોર્ડમાં  વોર્ડપ્રમુખ-મહામંત્રીઓ, પ્રભારી, કોર્પોરેટરો, મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શિક્ષ્ાણસમિતિ સદસ્યો તેમજ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહયા હતા.

તેમજ શહેરના તમામ વોર્ડમાં વોર્ડ નં.1 માં ધરમનગર મહાદેવ મંદિર, વોર્ડ નં.ર માં ભોમેશ્ર્વર મંદિર, વોર્ડ નં.3 માં ગીતામંદિર, વોર્ડ નં.4 માં મહાકાલેશ્ર્વર મંદિર, વોર્ડ નં.પ માં રામજી મંદિર, વોર્ડ નં.6 માં લાખેશ્ર્વર મહાદેવ ખાતે, વોર્ડ નં.7 માં રામઝરૂખા મંદિર, વોર્ડ નં.8 માં આશુતોષ મહાદેવ મંદિર, વોર્ડ નં.9 માં સોમેશ્ર્વર મહાદેવ મંદિર, વોર્ડ નં.10 માં પુષ્કરધામ મંદીર, વોર્ડ ન.11માં  રાજેશ્ર્વર મહાદેવ મંદિર, વોર્ડ-1રમાં રામેશ્ર્વર મહાદેવ મંદિર, વોર્ડ-13માં અન્નપૂર્ણેશ્ર્વર મહાદેવ મંદિર, વોર્ડ-14માં નટેશ્ર્વર મહાદેવ મંદિર, વોર્ડ નં.1પમાં શીવ મંદિર, વોર્ડ-16માં મારૂતી મંદિર, વોર્ડ-17માં રામેશ્ર્વર મહાદેવ મંદિર, વોર્ડ નં.18 માં સોમેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમના લાઈવ ટેલીકાસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો અને મંદિરોમાં ઉપસ્થિત સંતો-મહંતોના સાનિધ્યમાં ભાજપ અગ્રણીઓ, તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને શહેરીજનો દ્વારા શંખનાદ, ઘંટારવ, મહાઆરતી, પોષડોપચાર પુજા, વૈદોક્ત મંત્રોચ્ચાર, પૂજન-અર્ચન  સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે શહેરના વિવિધ મંદિરો ખાતે સંતો-મહંતો સર્વેશ્રી નટવરગીરી બાપુ, હસુબાપુ(જેતપુર), ધીરુપરી બાપુ , અનોપગીરી બાપુ, નટવરપુરી બાપુ, મનુભારથીબાપુ, દિનેશગીરીબાપુ (નર્મદેશ્ર્વર મહાદેવ), દિનેશગીરીબાપુ (શિવ આરાધક), દિનેશગીરી બાપુ (શિવ કથાકાર), અમૃતગીરીબાપુ, ચંદુગીરી બાપુ, ડો. પુરી(અમરનાથ મહાદેવ), બાલકદાસ બાપુ, બાબુદાસ બાપુ, સાગરદાસ બાપુ, સંતોષદાસ બાપુ, પ્રશાંતદાસ બાપુ, સુનીલદાસ બાપુ, ભગવાનદાસ બાપુ, શીવદાસ બાપુ, ગણેશદાસ બાપુ, કૈલાશગીરી બાપુ, નીતીનગીરી બાપુ, વસંતપુરી બાપુ સહીતના સંતો-મહંતો ઉપસ્થિત રહયા હતા.

ત્યારે તમામ મંદીરો ખાતે દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ વોર્ડમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કાશી એ દેવોની નગરી છે, ત્યારે ર014થી સતત પ્રયત્ન કરીને કાશીનગરીને આધ્યાત્મિક નગરીનું નવું સ્વરૂપ આપ્યુ છે અને  કાશી નગરીને દિવ્યતા અને ભવ્યતા અર્પવાના કરેલા કાર્ય બદલ અભિનંદન આપતા પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ યોજાયેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.