ભર શિયાળે રાજકોટની જીવાદોરી સમાજ આજી ડેમની જળ સપાટીમાં સાડા ત્રણ ફુટનો વધારો થયો છે. 29 ફુટે ઓવર ફલો થતા આજીની સપાટી 22.77 ફુટે પહોંચી જવા પામી છે. ડેમાં હાલ 538.94 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

રાજકોટવાસીઓએ ચોમાસા સુધી પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજય સરકાર પાસે 1350 એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત માંગવામાં આવ્યું હતું. ગત ર1મી જાન્યુઆરીથી આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરુ કરાયું હતું. ત્યારે ડેમની સપાટી 19.42 ફુટ હતી અને ડેમમાં 382.61 એમસીએફટી પાણી સંગ્રહિત હતું.

સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 17 દિવસમાં 276 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાયા

છેલ્લા 17 દિવસમાં આજી ડેમમાં 276.27 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવામા: આવ્યું છે. હજી 3રપ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ત્યારબાદ મે માસમાં વધુ 3પ0 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે જયારે ન્યારી-1 ડેમમાં પણ 270 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાશે વગર વરસાદે આજીની સપાટીમાં 3.50 ફુટનો વધારો નોંધાયો છે. દૈનિક 20 થી રપ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.