શોતોકાન કરાટે સંસ્થાની વધુ એક સફળતા: સ્પર્ધકો અબતકની મુલાકાતે

મુંબઈના ડોંબીવલીના બાંદીસ્ટ ક્રીડા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું જેમાં રાજકોટ સ્થિત શોતોકાન કરાટે ડુ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના ૧૭ બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી ૧૧ સ્પર્ધકોએ ગોલ્ડ, સીલ્વર તેમજ બ્રોન્ઝ ચંદ્રક મેળવી સમગ્ર દેશમાં રાજકોટનો ડંકો વગાડયો છે.રાજકોટ ખાતે કાર્યશીલ આ કરાટે સંસ્થાના સ્થાપક અને વડા શાશ્ર્વતકુમાર લુહા. મૂળ ભુવનેશ્ર્વર (ઓરિસ્સા)ના વતની છે જેઓ કરાટેની વિવિધ ચેમ્પિયનશીપમાં પાંચ વાર રાષ્ટ્રીય વિજેતા બની ચૂકયા છે. તેમજ માર્શલ આર્ટ્સના ક્ષેત્રમાં પાંચથી પણ વધુ સ્ટાઈલમાં નિપુણતા મેળવેલ છે. તેઓ કરાટેનો પંદર વર્ષથી પણ વધુનો અનુભવ ધરાવે છે.જયારે સંસ્થાના પ્રમુખ તરીકે કુમારી વિશ્ર્વા બરછા સેવા આપી રહ્યાં છે. જેઓ કરાટેની બે વિવિધ સ્ટાઈલમાં બ્લેક બેલ્ટની ડીગ્રી ધરાવે છે. રાજકોટના જ મૂળ વતની એવા વિશ્ર્વા બરચાએ અનેક આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં ભાગ લઈ દ્રીતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધા અંગે વિશ્ર્વા બરછાએ ‘અબતક’ને જણાવ્યું કે આ સ્પર્ધામાં ૭ વર્ષથી લઈને ૨૫ વર્ષ સુધીના ૧૭ સ્પર્ધકોએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ જીતી રાજકોટનું નામ રોશન કર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે વર્તમાનમાં રોજબરોજ બની રહેલા યુવતીઓની મશ્કરી તથા છેડતીના પરિણામોને લીધે તેઓએ પોતાના સ્વરક્ષણ માટષ કરાટેની તાલીમ લેવી ખૂબ જ‚રી છે. સેલ્ફ ડિફેંસ ટ્રેનિંગના સતત આગ્રહી રહેલા વિશ્ર્વ બરછા રાજકોટમાં કરાટેનું અગાવું ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહ્યાં છે. જેમાં તેઓ કિકબોક્સિગં, કરાટે, એરાબિકસ, ઓલિમ્પિક પાવર લિફ્ટિંગ, જુડો, વિંગચુનની એડવાન્સ તાલીમ અપાય છે.હાલમાં સંસ્થાના ત્રણ વર્ગ રાજકોટમાં કાર્યરત છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં વિશ્ર્વ બરછાએ રિઝવાન શેખનો પણ ટ્રેનર તરીકેનો સાથ મળી રહ્યો છે.મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં જે બાળકોએ ભાગ લીધો હતો તેમાં વૃંદા સોરઠિયા, ઋચા સોરઠિયા, નંદિની માંડલિયા, જીગર આદેશરા, યશ આદેશરા, ભૂમિકા રાઠોડ, માનવ રાઠોડ, મનાન મે, જયનીલ રાણપરા, શિવમ ગોસ્વામી, કાવ્ય ત્રિવેદી, યશવી જસાની, ધનંજય વાઘેલા, ઈલસા ખાન તેમજ ઉમાંશી આદેશરાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.