જેનરીક દવાના સ્ટોર અપૂરતા છે, વ્યાપ વધવો જરૂરી છે: નલિનભાઈ વસા
નાના માણસ ની મોટી બેન્ક તરીકે ઓળખાતી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. ફકત બેન્કિંગ જ નહિ પરંતુ સામાજિક ઉતરદાયિત્વ સાથે કાર્ય કરે છે. બેન્કે તાજેતરમાં જેનરીક દવાના સ્ટોર શરૂ કરવા માટે વિશિષ્ટ ધિરાણ યોજના શરૂ કરી આ વાતની પૂર્તિ કરી છે.
બેન્કનાં ચેરમેન નલિનભાઈ વસા અને વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલની સંયુકત યાદી જણાવે છે કે, આપણે જોઈએ છીએ કે આજના સમયમાં દવાનો ખર્ચ અનેક પરિવાર માટે ઘર ખર્ચની રકમનો એક અનિવાર્ય હિસ્સો બની ગયો છે અને તેને કોઈપણ રીતે અટકાવી શકાતો નથી. આ કડવી વાસ્તવિકતામાં રાહતના સમાચાર એ છે કે સરકારનાં પ્રોત્સાહનથી જેનરીક દવા શરૂ થયેલી છે. આ દવાની કિંમત બજારમાં મળતી દવા કરતા ખુબ જ નીચા કે ઓછા ભાવ હોય છે. પરંતુ મુશ્કેલી એ છે કે જેનરીક દવાના સ્ટોર પુરતા પ્રમાણમાં જોવા મળતા નથી. તેનો વ્યાપ વધવો ખુબ જ જરૂરી છે. આથી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા જેનરીક દવાના સ્ટોર શરૂ કરવા માટે વિશિષ્ટ ધિરાણ યોજના શરૂ કરી છે.
આ યોજનાની વિગતથી માહિતી આપીએ તો રૂ.૨ લાખ સુધીની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે. આ રકમનો માલ-સ્ટોક, ફર્નિચર, કોમ્પ્યુટર ખરીદ કરવાના હેતુસર વપરાશ કરવાનો રહે છે. આ ધિરાણ જામીન વગર મળી રહે છે તેમજ વ્યાજદર ફકત ૯.૫૦% જ છે. વધુ માહિતી માટે નજીકની શાખાનો સંપર્ક કરશોજી અથવા મો.૯૪૨૮૨ ૮૬૨૬૮માં મિસ્ડ કોલ કરો અને બેન્કની કોઈપણ યોજનાની માહિતી મેળવો તુરંત…